ભાજપના મહિલા નેતાની હત્યા ! પ્લે સ્કૂલની ઓફિસમાં આપવામાં આવ્યો ઘટનાને અંજામ, જુઓ તસવીરો

દેશની રાજધાનીથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી. જ્યાં ભાજપા કાર્યકર્તા અને મહિલા ટીચરની લાશ તેના જ સ્કૂલની સ્ટેશનરીમાં મળી. મહિલા ટીચરની હત્યા અને તેની લાશ મળવાની જાણકારી મળતા જ આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો. મહિલાની ઓળખ વર્ષા પવારના રૂપમાં થઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, માહિતી મળતા જ પોલિસે મૃતકની લાશ કબ્જે લઇ પીએમ માટે મોકલી અને તપાસમાં જોડાઇ ગઇ. દિલ્લીના મરેલાની 28 વર્ષિય વર્ષા ભાજપા કાર્યકર્તા અને સ્કૂલમાં ટીચર હતી. વર્ષા 24 ફેબ્રુઆરીથી ગાયબ હતી. તે પછી તેના પિતાએ પોલિસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરાવ્યો. ફરિયાદ બાદ પોલિસ તપાસમાં જોડાઇ.

વર્ષા જે સ્કૂલમાં ટીચર હતી, ત્યાંની સ્ટેશનરીથી જ તેની લાશ મળી. જ્યારથી વર્ષા ગુમ થઈ હતી ત્યારથી સ્કૂલની સ્ટેશનરી પણ બંધ હતી. આના પર વર્ષાના પિતાને શંકા ગઈ અને તાળું તોડાવ્યુ. જ્યારે અંદર જોઈને જોયુ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. દુકાનમાંથી વર્ષાનો મૃતદેહ મળી આવ્યો.

પોલીસ અનુસાર, મૃતકના ગળા પર નિશાન છે અને જેના કારણે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વર્ષાના મોત બાદ તેનો મિત્ર પણ ગુમ હતો. થોડા સમય પછી માહિતી મળી કે સોનીપત નજીક રેલવે ટ્રેક પરથી તેની લાશ મળી આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે યુવકે પહેલા વર્ષાની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી.રીપોર્ટ અનુસાર, છૂટાછેડા બાદ વર્ષા તેના પિતા સાથે રહેતી હતી. વર્ષાના પિતાએ પોલીસને જણાવ્યું કે વર્ષાને છેલ્લે તેના બિઝનેસ પાર્ટનર સોહન લાલ સાથે જોવામાં આવી હતી. વર્ષા સોહન લાલ સાથે ભાગીદારીમાં ટીની ડ્રીમ બેરી પ્લેસ્કૂલ ખોલી રહી હતી. બંનેની પ્લે સ્કૂલ હજી શરૂ થઈ નહોતી. આ શાળા હજુ કાર્યરત નથી.

બેસમેન્ટમાં એક રૂમ છે, જેનો ઉપયોગ ઓફિસ તરીકે થતો હતો. જમણી બાજુએ બીજી દુકાન છે. વર્ષાના પરિવારે પોલીસને જણાવ્યું કે તે દિલ્હી ભાજપ સાથે જોડાયેલી છે. તે પાર્ટીના કાર્યક્રમોમાં પણ જતી હતી. માહિતી એ પણ સામે આવી છે કે સોહનનો તેના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષા અને સોહન વચ્ચે ગાઢ મિત્રતા હતી.

Shah Jina