ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાસ વાત તો એ છે કે આરોપ બીજેપી સાંસદ હરીશ દ્વિવેદી પર લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સાંસદ કોઇ કાર્યક્રમમાં સામેલ થવા માટે બે ફોર્ચ્યુનર કાર સાથે જઇ રહ્યા હતા. બસ્તી જિલ્લાની આ ઘટના છે.
સદર કોતવાલીના હર્દિયા પર 9 વર્ષનો અભિષેક સ્કૂલથી તેના ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન સાંસદના કાફલાની ચપેટમાં આવવાથી બાળક ગંભીરરૂપથી ઘાયલ થયો હતો. હૈરતની વાત તો એ છે કે અકસ્માત બાદ પણ સાંસદની સંવેદના ન જાગી અને સાંસદની બંને ગાડીઓ, ઘાયલ બાળકને રસ્તા પર છોડી આગળ વધી ગઇ. અભિષેક સાથે થયેલી આ ઘટનાના એક એક પળ સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.
અભિષેકના પિતાએ સાંસદ હરીશ દ્વિવેદી વિરૂદ્ધ ફરિયાદ આપી છે. જે આધારે પોલિસે સાંસદ હરીશની બે ફોર્ચ્યુનર ગાડીઓ જે સાંસદના નામ પર છે તેના વિરૂદ્ધ ધારા 279, 304એ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ પૂરા મામલા પર સીઓ આલોક પ્રસાદનું કહેવુ છે કે 26 નવેમ્બરે 9 વર્ષના બાળકનો એક ગાડી સાથે અકસ્માત થયો. જેને જિલ્લા હોસ્પિટલથી લખનઉ રેફર કરવામાં આવ્યો અને રસ્તામાં તેનું મોત થઇ ગયુ.

પરિવાજનોએ એક માનનીયની ગાડીથી અકસ્માતનો આરોપ લગાવ્યો છે. આ મામલે કેસ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.સમાજવાદી પાર્ટીએ સાંસદનો ઘેરાવ કર્યો હતો. સપાનું કહેવુ છે કે નેતા બેલગામ થઇ ચૂક્યા છે. સત્તાની હનકમાં કોઇના પર પણ વાહન રોંદતા ચાલ્યા જાય છે. મૃતકના પરિવારજનોન ન્યાય મળવો જોઇએ, કમસે કમ એક કરોડ રૂપિયાનો મુઆવજો સરકાર આપે.