મનોરંજન

એક ભૂલ માટે અનુષ્કા શર્મા વિરુદ્ધ FIR દાખલ, જાણો શું છે આખો મામલો

વેબસીરીઝ પાતાલ લોકને કારણે અનુષ્કા શર્મા આજકાલ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. અનુષ્કા શર્મા આ વેબસીરીઝની નિર્માતા છે. અરુણાચલ પ્રદેશમાં ગોરખા સંગઠને પાતાલ લોકના એક દ્રશ્યમાં ગોરખા સમુદાય પર કથિત લિંગ ભેદ ટિપ્પણી કરવા માટે અભિનેત્રી અનુષ્કા શર્મા વિરુદ્ધ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ નોંધાવી છે.

Image Source

ઓલ અરુણાચલ પ્રદેશ ગોરખા યુથ એસોશિયેશનએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વેબસીરીઝના બીજા એપિસોડમાં મહિલા પાત્ર વિરુદ્ધ વાપરવામાં આવેલી ‘લિંગ ભેદ ટિપ્પણી’, ‘નેપાળી ભાષી લોકોનું સીધે-સીધું અપમાન છે.

Image Source

તેમને માંગ કરી કે ક્યાં તો વેબસીરીઝને દેખાડવાનું બંધ કરી દેવું જોઈએ અથવા તો પાતાલ લોકની ટિમ ગોરખા લોકો પાસેથી માફી માંગે. સંગઠને એનએચઆરસી અને કેન્દ્રીય અલ્પ સંખ્યક કાર્ય મંત્રાલય સાથે આ મામલે કોઈ ઠોસ નિર્ણય લેવાની અપીલ કરી છે.

Image Source

આ સિવાય યુપીના એક ભાજપના એમએલએ પણ પાતાલ લોકની નિર્માતા અનુષ્કા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એમને કોઈ પણ પરવાનગી વિના શોમાં એમએલએનો ફોટો વાપર્યો.

Image Source

વાત એમ છે કે એમએલએ નંદકિશોર ગુર્જરની તસ્વીર પાતાલ લોકના એ દ્રશ્યમાં વાપરવામાં આવી છે જ્યાં એક રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન થાય છે. નંદકિશોર જ નહિ, પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ભાજપના નેતાઓની તસ્વીર પણ વાપરવામાં આવી છે.

Image Source

એક અહેવાલ અનુસાર, તેમને એવો તર્ક પણ આપ્યો છે કે સાંપ્રદાયિક હલચલ પેદા કરવા માટે અનુષ્કા વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ નોંધાવો જોઈએ. એમને એવો તર્ક પણ આપ્યો કે આ ગુર્જરોને ડાકુઓ અને દુર્ભાવના સાથે જોડાયેલ લોકોના રૂપમાં દર્શાવે છે. તેમને આગળ કહ્યું આ શો ભારતમાં વિભિન્ન જાતિઓ વચ્ચે મતભેદ પેદા કરે છે, જેમ કે પંજાબના જાટ, બ્રાહ્મણ અને ત્યાગી.

Image Source

ગુર્જરની માનીએ તો આ શો ભાજપની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે અને પાકિસ્તાનની એક આતંક-મુક્ત છબી બનાવવાની કોશિશ કરે છે, જે દુનિયાની નજરમાં ભારતનું અપમાન કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.