શર્મનાક : નેતાએ આદિવાસી યુવક પર કર્યો પેશાબ, વીડિયો થયો વાયરલ- CMએ આપ્યા કડક કાર્યવાહીના નિર્દેશ

પેશાબ કાંડવાળો પ્રવેશ શુક્લા પકડાઇ ગયો, આદિવાસી યુવકના મોં પર પેશાબ કરવાવાળો કોણ ? જાણો બધું જ …

Pravesh Shukla urinated on tribal labourer arrested : હાલમાં સમગ્ર દેશમાં પેશાબ કાંડ ઘણો ચર્ચામાં છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરવાના મામલે આરોપી પ્રવેશ શુક્લાને પોલીસે કસ્ટડીમાં લીધો છે. તેની સામે IPC કલમ 294, 504 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પ્રવેશ શુક્લા સિગારેટ પીતી વખતે એક વ્યક્તિના મોં પર પેશાબ કરી રહ્યો છે. પીડિત રોજમદાર મજૂર છે. તે આદિવાસી સમુદાયમાંથી આવે છે. પોલીસનું કહેવું છે કે તે ખૂબ જ ડરી ગયો છે. તે આરોપી સામે કોઈ કેસ નોંધાવા માંગતો નથી. રીવા રેન્જના ડીઆઈજીએ જણાવ્યું કે જે વીડિયો વાયરલ થયો છે, તે છ-સાત દિવસ જેટલો જૂનો હોવાનું કહેવાય છે. પોલીસને આ વીડિયો 4 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે મળ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પછી, પોલીસે કેસ નોંધ્યો અને આરોપીને રાત્રે કસ્ટડીમાં લીધો. પ્રવેશ શુક્લાને ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાના પ્રતિનિધિ તરીકે ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ ધારાસભ્ય એ આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે મને સીએમએ પણ પૂછ્યું હતું, તેથી મેં તેમને કહ્યું કે તે મારા પ્રતિનિધિ નથી. સીએમે આ મામલે ટ્વિટ કરીને લખ્યું- ‘સીધી જિલ્લાનો એક વાયરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યો છે. આના પર મેં પ્રશાસનને ગુનેગારની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે અને એનએસએ પણ લગાવવામાં આવશે.

પૂર્વ સીએમ અને પીસીસી ચીફ કમલનાથે એક નિવેદન જારી કરીને આ ઘટનાને શરમજનક ગણાવી છે. કમલનાથે કહ્યું કે રાજ્યના સીધી જિલ્લાના એક આદિવાસી યુવક પર પેશાબ કરવાની ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો છે. આદિવાસી સમાજના યુવાનો સાથે આવા જઘન્ય અને નીચ કૃત્ય માટે સંસ્કારી સમાજમાં કોઈ સ્થાન નથી. આરોપ છે કે પેશાબ કરનાર વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે.

તેમણે કહ્યું કે ‘મધ્યપ્રદેશ આદિવાસી અત્યાચારમાં પહેલાથી જ નંબર વન છે. આ ઘટનાએ સમગ્ર મધ્યપ્રદેશને શરમમાં મૂકી દીધું છે.હું મુખ્યમંત્રી પાસે માંગ કરું છું કે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે અને મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પરના અત્યાચારનો અંત આવે. પ્રવેશ શુક્લા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હોવાના સમાચાર છે અને ભાજપના અનેક નેતાઓ સાથેની તેની તસવીરો પણ સામે આવી છે.

આ દરમિયાન પીડિતનું એક એફિડેવિટ પણ સામે આવ્યું છે.જેમાં લખવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ખોટો અને નકલી છે. એફિડેવિટ મુજબ પ્રવેશ શુક્લાએ પીડિત સાથે આવું કોઈ કામ કર્યું નથી. જો કે, વિડિયોમાં અયોગ્ય કૃત્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Shah Jina