ખબર

પોલિસે પૂછ્યુ માસ્ક કયાં છે ? BJP નેતાની દીકરીએ એવો ડ્રામા કર્યો કે પોલીસ પણ ચોંકી ગઈ, જુઓ વીડિયો

નેતાની દીકરીએ ટ્રાફિક નિયમ તોડ્યો, પછી કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા, જુઓ વાયરલ વીડિયો

દિલ્લી બાદ એમપીના સીધી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રસ્તા વચ્ચે એક છોકરી પોલિસકર્મીઓ સાથે ઉદ્ધતાઇ ભરેલ વર્તન કરી રહી છે.

આ સાથે જ ગુસ્સામાં તે ગાડીને મારતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં કોરોના કાબૂ બહાર થઈ ચૂક્યો છે, પરંતુ એ છતાં પણ કેટલાક એવા લોકો છે જે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરી રહ્યા નથી.

મધ્ય પ્રદેશના સીધીમાં એક BJPના નેતાની પુત્રીને જ્યારે પોલીસકર્મીઓએ માસ્ક વિના રોડ પર ગાડી ચલાવતી વખતે પકડી તો યુવતીએ રોડ પર જ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો.

બીજીબાજુ ગાડીની બારી પર અવૈધ બ્લેક ફિલ્મ પણ લાગેલી હતી. ગાડી ઉત્તર પ્રદેશના નંબર પર રજિસ્ટર્ડ છે. છોકરી ઇલાહાબાદમાં રહે છે અને ડાંસ ક્લાસ ચલાવે છે. છોકરીએ જણાવ્યુ કે, પોલિસવાળાનો ઇગો હર્ટ થઇ ગયો. તે સ્થાનીય ભાજપા નેતાની દીકરી છે. આ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પોલિસે 600 રૂપિયાનુ ચલણ કાપી કાર્યવાહી કરી હતી.

યુવતીએ કહ્યું કે મારી પાસે કાળી ફિલ્મનું પરમિશન છે. જેની કોપી હું મંગાવી રહી છું. યુવતીએ આગળ કહ્યું કે પોલીસનો ઇગો હર્ટ થઈ ગયો છે એટલે દંડ કરી રહી છે. સાથે જ યુવતીએ કહ્યું કે કાર પર ઉત્તર પ્રદેશના નંબર હોવાના કારણે પોલીસે જાણીજોઇને પરેશાન કરી. જોકે માસ્કને લઈને યુવતીએ કહ્યું કે મારું માસ્ક ઘર પર જ રહી ગયું છે.

કોરોના સંક્રમણને કારણે પોલિસ સતત માસ્ક વગર ફરતા લોકોનું ચેકિંગ કરી રહી છે. યુવતિ યૂપી નંબરની ગાડીથી જઇ રહી હતી. તેણે માસ્ક પહેર્યુ ન હતુ. આ પર પોલિસે તેની ગાડી રોકી અને ચલણ કાપવા કહ્યુ.