ખબર

ભાજપના આ દિગ્ગ્જ નેતાની દીકરીનો પહેલા કરવામાં આવ્યો ગેંગરેપ, પછી આંખો કાઢી અને લાશને….હૃદય કંપાવી દેનારી ઘટના

આ ભાજપ નેતાની દીકરી જોડે પહેલા થયો ગેંગરેપ, પછી આંખો ફોડી પછી જે આગળ કૃત્ય કર્યું એ જાણીને હૃદયના ધબકારા વધી જશે

દેશમાંથી બળાત્કારની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલમાં જ ઝારખંડના પલામૂ જિલ્લામાંથી પણ એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં કેટલાક હવસખોરો દ્વારા હેવાનિયતની તમામ હદો પર કરી દેવામાં આવી છે. અહીંયા એક 16 વર્ષની છોકરી સાથે પહેલા ગેંગરેપ કરવામાં આવ્યો અને તેના બાદ તેની નિર્મમ હત્યા કરીને શબને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવ્યું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ 16 વર્ષની છોકરી પલામૂ જિલ્લાના સ્થાનિક બીજેપી નેતાની દીકરી છે. હવસખોરો દ્વારા પહેલા તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો ત્યારબાદ તેની આંખો કાઢી લેવામાં આવી અને છેલ્લે આપઘાત બતાવવા માટે તેના શબને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવ્યું હતું.

આ મામલાની અંદર પોલીસે હાલમાં એક આરોપી પ્રદીપકુમાર સિંહની ધરપકડ કરી છે. આ ઘટના 7 જુનની જણાવવામાં આવી રહી છે. પીડિતા સવારે 10 વાગે પોતાના ઘરેથી નીકળી હતી. જયારે તે ઘરે પરત ના ફરી ત્યારે સોમવારના રોજ ઘરવાળાએ તેની શોધખોળ ચાલુ કરી. જેના બાદ પરિવારજનોએ પાંકી પોલીસ સ્ટેશનમાં તેના ખોવાવવાની ફરિયાદ નોંધાવી.

પોલીસ પીડિતાને શોધવાનો પ્રયાસ કરી રહી હતી. અને બુધવારના રોજ લાલિમાટી જંગલમાં ઝાડ ઉપર લટકેલું શબ મળ્યું. જેના ઉપર મૃતક છોકરીના પિતા અને બીજેપી નેતાએ કહ્યું કે હત્યારાએ તેમની એક મોટી દીકરીની હત્યા કરી નાખી. તેમની ચાર દીકરી અને એક દીકરો છે.

પોલીસને ઘટના સ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેના અઢાર ઉપર જ એક આરોપી પ્રદીપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. મૃતકના પિતાનું કહેવું છે કે તેમની દીકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે અને બાદમાં તેની આંખ ફોડી નાખવામાં આવી છે. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.