અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટરની પિટાઇ, જાહેરમાં જ માર્યો માર- વીડિયો થયો વાયરલ

ગુજરાતમાંથી ઘણીવાર મારપીટના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલીકવાર તો કોર્પોરેટર અને નેતા સાથે જ જાહેરમાં લોકો દ્વારા મારપીટ કરવામાં આવતી હોવાનું સામે આવે છે. ત્યારે હાલમાં શુક્રવારના રોજ બપોરે અમદાવાદના નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલની લોકો દ્વારા પિટાઇની ઘટના સામે આવી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં સ્થિત શિવાજી ચોક પાસે ટીપી સ્કિમના અમલીકરણને લઇને જ્યારે તે પહોંચ્યા તો લોકોના એક ગ્રુપે તેમને ઘેરી લીધા અને કારમાંથી ઉતરતા જ તેમની ધોળાદિવસે પિટાઇ કરી દીધી. આ દરમિયાન તેમને તાત્કાલિક સારવાર માટે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ મામલાની સૂચના મળતા જ કૃષ્ણનગર પોલિસની ટીમ હોસ્પિટલ પહોંચી અને આગળની તપાસ શરૂ કરી.

અમદાવાદના નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલ જ્યારે શિવાજી ચોક પાસે ટીપી સ્કિમના અમલીકરણને લઇને સિફારિશ કરવા પહોંચ્યા તો ત્યારે 5થી વધારે લોકોના ગ્રુપે તેમને ઘેરી લીધા અને તેમની પિટાઇ કરી દીધી. અમદાવાદ નગર નિગમ ભાજપા નેતા ભાસ્કર ભટ્ટે જણાવ્યુ કે, આ ઘટનાની જાણ થતાં તે અને દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલ હોસ્પિટલ દોડી ગયા અને બળદેવ પટેલ સાથે વાતચીત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

બળદેવ પટેલે ઘટના બાદ જણાવ્યુ કે, ટીપી સ્કીમમાં રોડ કપાત મામલે સ્થાનિક લોકો બાબુ પટેલની ઓફિસ પર ગયા ત્યારે તેમને સમજાવવામાં આવ્યા કે ફાઈનલ ટીપી આવશે ત્યારે આપણે જોઈશું, તમારા મકાનો નહીં તૂટે. બાદમાં હું મારા ઘરે ગયો ત્યારે સોસાયટીની બહાર ચાર-પાંચ લોકો ઊભા હતા અને તેઓ જ્યારે ગાડીની બહાર આવ્યા કે તેમણે બળદેવ પટેલ પર હુમલો કરી તેમને માર માર્યો હતો.

Shah Jina