કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉન બાદ નવું લોકડાઉન બીજા 19 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે અને હજુ આ લોકડાઉન વધશે કે પૂરું થશે તેની પણ દૂર દૂર સુધી કોઈ સંભાવનાઓ જોવા નથી મળી રહી ત્યારે સરકાર અને પ્રસાશન દ્વારા લોકોને તકલીફ ના પડે અને ઘરેબાથે દવા અને રાશન જેવી સામગ્રીઓ મંગાવી શકે તે હેતુથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં ઘરે બેઠા દવા અને સામાન મંગાવી શકાય છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જે હેલ્પલાઇન ઉપર ફોન કરી અને સમોસા, પીઝા, રસગુલ્લા અને ગુટકા જેવી વસ્તુઓની માંગણી કરી રહ્યા છે.

ઉત્તસર પ્રદેશમાં કોરોનાને લઈને હેલ્પલાઇન શરૂ કરવામ આવી છેમ જેમાં રોજના ઘણા કોલ આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકો ઘણીવાર રસગુલ્લા, પાન, સમોસા, પિઝા અને ગુટકા જેવી વસ્તુઓ મંગાવી રહ્યા છે. સરકાર દ્વારા 1076 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
જો કે આ હેલ્પલાઇન ઉપર આવવા વાળા ઘણા લોકોને ખરેખર મદદની જરૂર હોય છે. રામ રત્ન પાલનમના એક વૃદ્ધ વ્યક્તિહે હેલ્પલાઇન ઉપર ફોન કરીને મદદ માંગી તેમને હાઇબ્લડપ્રેશરીની બીમારી હતી અને તેમની દવાઓ ખતમ થઇ ગઈ હતી જેના બાદ તમને તાત્કાલિક મદદ પહોચવવામાં આવી હતી. ત્યાં જ એક પરિવાર પાસે રાશન પૂરું થઇ જતા હેલ્પલાઇન ઉપર ફોન કરતા તેના પરિવારને રાશન પણ પહોચવવામાં આવ્યું હતું.

પરંતુ ઘણા લોકો એવા છે જે હેલ્પલાઇન ઉપર ફોન કરીને વિચિત્ર વસ્તુઓની માંગણી કરે છે, એક વ્યક્તિએ ફોન કરીને સમોસા અને ગ્રામ ચટણીની માંગણી કરી હતી, પોલીસે તેની માંગણી પુરી પણ કરી સાથે તેની પાસે જ પોલીસ સ્ટેશનની બાજુની ગટર સાફ પણ કરાવી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.