બીમાર થયેલી પ્રેમિકાનું થયું મોત તો યુવકે લાશ સાથે નિભાવ્યા લગ્નના તમામ રીતિ રિવાજ, અંતિમ વિધિમાં દુલ્હન બનાવીને કરી વિદાય, રડાવી દેનારી ઘટના

પ્રેમિકાની લાશ સાથે લગ્ન કરનારા યુવકે આજીવન લગ્ન નહિ કરવાની ખાધી કસમ, માથામાં સિંદૂર ભર્યું, મંગળસૂત્ર પહેરાવીને કરાવ્યા અંતિમ સંસ્કાર, જુઓ વીડિયો

આજના સમયમાં પ્રેમમાં ઘણા લોકો સાથે જીવવા મારવાની કસમો ખાતા હોય છે, પરંતુ જયારે નિભાવવાનો સમય આવે છે ત્યારે દૂર ભાગતા હોય છે, દેશમાં હાલ શ્રદ્ધા હત્યાકાંડ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે, જેમાં લિવ ઇનમાં રહેતા પ્રેમીએ જ શ્રદ્ધાની હત્યા કરી અને લાશના 35 ટુકડાઓ કરી નાખ્યા. ત્યાં બીજી તરફ એક એવી પ્રેમ કહાની સામે આવી છે જેને લોકોની અંખોમાં પણ આંસુઓ લાવી દીધા છે.

આ ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે આસામના રાહ ગામમાંથી. જ્યાં 18 નવેમ્બરના રોજ પ્રાર્થના નામની એક છોકરીનું એક ગંભીર બીમારીના કારણે નિધન થઇ ગયું હતું. પ્રાર્થનાના અંતિમ સંસ્કાર કરતા પહેલા તેનો પ્રેમી બિટુપન ત્યાં આવ્યો અને બધાની સામે જ પ્રાર્થનાના સેંથામાં સિંદૂર ભર્યું અને તેને મંગળસૂત્ર પણ પહેરાવ્યું. આ દરમિયાન બિટુપન પ્રાર્થનાની લાશ સાથે વળગીને ધ્રુસકે ધ્રુસકે રવા લાગ્યો હતો.

ફક્ત એટલું જ નહિ બિટુપને પાર્થનાની લાશ સાથે એક કસમ પણ નિભાવી. તેને કસમ ખાધી કે તે હવે આ જીવન લગ્ન નહિ કરે. પ્રાર્થના અને બીટુપન ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા, તેમના  પ્રેમની જાણ તેના પરિવારજનોને પણ હતી. પરિવારજનો તેમના લગ્ન કરવા માટે સંમત થયા હતા, પરંતુ આ દરમિયાન જ પ્રાર્થના એક અસાધ્ય બીમારીમાં ફસાઈ અને તેને દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.

બીટુપને પણ પોતાની પ્રેમિકાને આપેલું વચન નિભાવ્યું અને તેના મોત બાદ પણ તેને દુલ્હન બનાવીને તેની વિદાય કરી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ એક તરફ જ્યાં આફતાબ જેવા પ્રેમીઓ પર લોકો ધુત્કાર વરસાવી રહ્યા છે તો બીટુપન જેવા પ્રેમીઓને જોઈને લોકો સાચા પ્રેમના ઉદાહરણો પણ આપી રહ્યા છે.

Niraj Patel