કાશ્મીર પંડિતોની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેનારા બીટ્ટુ કરાટેનું દિલ આવી ગયું હતું આ સરકારી ઓફિસર ઉપર, લગ્ન કરવા કર્યું એવું કે….

“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મની દેશ અને દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. કાશ્મીરના મુદ્દા પર, કાશ્મીરી પંડિતોની હિજરત પર, તેમના પર થયેલા અત્યાચારની કહાની જણાવતી આ ફિલ્મે 200 કરોડની કમાણી કરી છે. બીજા સપ્તાહમાં પણ ફિલ્મની કમાણી ચાલુ છે. આ ફિલ્મના કારણે ઘણા નામ પણ ચર્ચામાં આવ્યા છે.

જેમાંથી એક નામ છે બિટ્ટા કરાટેનું. અલગતાવાદી નેતા ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સામે આતંકનો સૌથી મોટો ચહેરો બની ગયો હતો. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે તેણે લગભગ 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની રિલીઝ પછી જ્યાં બિટ્ટા કરાટેની ચર્ચા થઈ રહી છે, ત્યાં તેની બેગમ અસબાહ આરઝૂમંદ ખાનનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

અસ્બાહે નવેમ્બર 2011માં બિટ્ટા કરાટે સાથે લગ્ન કર્યા હતા. અસબાહ સરકારી વહીવટી અધિકારી હતી. જ્યારે તેણે તેના પરિવારને કહ્યું કે તે ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ. જોકે, અસ્બાહના આગ્રહ સામે બધાને ઝુકવું પડ્યું અને નવેમ્બર 2011માં તેણે બિટ્ટા સાથે લગ્ન કર્યા.

અસબાહ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (કેએએસ)ના અધિકારી હતી. અસ્બાહે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે બિટ્ટા કરાટે સાથે લગ્ન તેના માટે અલગ બાબત હતી. તેણે જણાવ્યું કે તે બિટ્ટાને વર્ષ 2008માં એક મિત્રના ઘરે મળી હતી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી થોડા મહિનાઓ પછી બિટ્ટાએ અસબા સામે પ્રેમ વ્યક્ત કર્યો. દોઢ વર્ષ સુધી એકબીજાને સમજ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

જ્યારે અસબાએ તેના પરિવારને આ લગ્ન વિશે વાત કરી તો તેણે આ સંબંધને નકારી કાઢ્યો. તે ઇચ્છતા ન હતો કે તેની પુત્રી ભૂતપૂર્વ આતંકવાદી સાથે સંબંધ રાખે અને તેની સાથે લગ્ન કરે, પરંતુ અસ્બાએ આગ્રહ કર્યો કે તે બિટ્ટા સાથે જ લગ્ન કરશે. પરિવાર અસબાહના આગ્રહ સામે ઝૂકી ગયો અને 1 નવેમ્બર 2011ના રોજ ફારુક અહેમદ ડાર અને અસબાહના નિકાહ થયા.

Niraj Patel