હેલ્મેટ વગર રસ્તા પર સ્કૂટર લઈને જઈ રહ્યો હતો યુવક, ટ્રાફિક પોલીસે પકડ્યો તો બચકા ભરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

ટ્રાફિક પોલીસે યુવકને હેલ્મેટ વગર રોકતા જ યુવક આવી ગયો ગુસ્સામાં, ટ્રાફિક પોલીસને દાંતથી ભરવા લાગ્યો આંગળીઓ પર બચકા, જુઓ વીડિયો

Bite the traffic police with teeth : આપણા દેશમાં ટ્રાફિકને લઈને નિયમો ખુબ જ સખ્ત છે અને આ નિયમનોનો ભંગ કરવા પર દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે, તે  છતાં  ઘણા લોકો નિયમોનું પાલન નથી કરતા અને  પોલીસ તેમને પકડે છે તો માથાકૂટ પણ કરતા હોય છે. ઘણીવાર તો આ માથાકૂટો મારામારી સુધી પણ પહોંચી હતી હોય છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ તથા જોવા મળે છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક પોલીસને બચકા ભરતો જોવા મળે છે.

હેલ્મેટ વગર ટ્રાફિક પોલીસે રોક્યો :

વાયરલ થઇ રહેલો આ વિડિયો બેંગલુરુનો છે, જ્યાં એક બાઇક સવારને વિલ્સન ગાર્ડન 10 ક્રોસ પાસે હેલ્મેટ ન પહેરવા માટે રોકવામાં આવ્યો અને પછી તેને જે કર્યું તે કલ્પનાની બહાર છે. વીડિયોમાં હેલ્મેટ વિના સ્કૂટર ચલાવવા માટે રોકવામાં આવતા એક વ્યક્તિએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી હતી. આટલું જ નહીં, તે એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પોલીસકર્મીની આંગળી પોતાના દાંત વડે કરડી. 12 ફેબ્રુઆરીના રોજ વિલ્સન ગાર્ડન વિસ્તારમાં બનેલી આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પોલીસને બચકા ભર્યા :

મીડિયા સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ આ ઘટના વિશે વધુ વિગતો શેર કરતા કહ્યું કે, “તે વ્યક્તિએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો. જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો અને તેની આંગળી પર બચકું ભર્યું. વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.

નોંધાયો ગુન્હો :

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, તેથી તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકોના અભિપ્રાય મુજબ, તેઓ માને છે કે યુવકને સખતમાં સખત સજા થવી જોઈએ. ઇન્ટરનેટ પર એવા લોકો પણ છે જેઓ માને છે કે યુવકે ગભરાઈને જે કર્યું તે કર્યું. આ ઉપરાંત પણ ઘણા લોકો આ યુવક વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel