બિરિયાની ખાવાના શોખિનો આ વીડિયો ભૂલથી પણ ના જોતા, નહિ તો તમારું દિલ પણ તૂટીને ચકનાચૂર થઇ જશે, બિરિયાનીની આવી હાલત સહન નહિ થાય, જુઓ

આપણા દેશની અંદર ખાણીપીણીના શોખીનો તમને ઠેર ઠેર મળી જશે અને તેમાં પણ જે તે શહેર અને વિસ્તારની સ્પેશિયલ આઈટમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકોને હૈદરાબાદી બિરિયાની ખાવાનું ખુબ જ પસંદ હોય છે, કોઈપણ ખાણીપીણીના શોખીનો બિરયાની ખાવાની તક ક્યારેય નહિ છોડે.

જો તમે પણ આવા જ ખાણીપીણીના શોખીનોમાં સામેલ છો, તો આ વીડિયો જોઈને તમને પણ ખરાબ લાગશે. ભારતમાં હાલ વરસાદની મોસમ પૂર બહારમાં જામી છે. આવી સ્થિતિમાં જ્યાં લોકો ઘરે જમવાનો ઓનલાઇન ઓર્ડર કરે છે, તો બીજી બાજુ ભારતના રસ્તાઓની હાલત ખોરાક પહોંચાડવામાં અવરોધ બની જાય છે. પરંતુ આ પ્રકારનું દ્રશ્ય ખરેખર ખૂબ જ ચિંતાજનક છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. આ પછી, કંઈક એવું દેખાય છે જેને જોયા પછી તમને થોડું ખરાબ લાગશે. આ વીડિયોમાં બિરયાનીના બે વાસણ વરસાદના પાણીમાં વહેતા જોવા મળે છે. આ વીડિયો કોઈપણ બિરયાની પ્રેમી તેનું દિલ તોડી શકે છે.

આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે કોઈની બિરયાનીનો ઓર્ડર ના મળવાના કારણે કોઈ દુઃખી થવાનું છે. લોકો આ વીડિયો પર રિએક્શન આપવાથી પોતાને રોકી શક્યા નથી. આ વીડિયો ટ્વિટર પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વીડિયોને 11.5 લાખથી વધુ લોકોએ જોયો છે. એટલું જ નહીં ઘણા લોકો આ વીડિયો પર મસ્તી લેતા પણ જોવા મળ્યા હતા. કોમેન્ટ સેક્શનમાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા દેખાયા.

Niraj Patel