જેલ છે કે ઐય્યાશીનો અડ્ડો ! જૂનાગઢ જેલમાં કેદીનો મનાવવામાં આવ્યો જન્મદિવસ, આરોપીઓએ કાપી કેક અને પછી…

ગુજરાતના જૂનાગઢમાંથી હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, જૂનાગઢની જેલ કેદીઓ માટે ઐય્યાશીનો અડ્ડો બની ગઇ છે. કારણ કે આ જેલને જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં જોઇ શકાય છે જેલમાં બંધ કેદીઓ બર્થ ડે પાર્ટી માણી રહ્યા છે. જો કે, વીડિયો બાદ પોલિસ એક્શનમાં આવી ગઇ હતી અને તે બાદ LCB ટીમ જૂનાગઢ જેલમાં પહોંચી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. જો કે, વીડિયો વાયરલ થયા બાદ ઘણા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે.

કેદીઓ માટે જેલ સ્વર્ગ બની હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. જેલમાં કેદી ધામધૂમપૂર્વક બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે અને અંદરથી કેદીઓ ફટાકડા પણ ફોડી રહ્યા છે. જો કે, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બર્થ-ડે પાર્ટી માટે બહારથી કેટલાક લોકો જેલની અંદર પણ પ્રવેશ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જેલમાંથી ઘણીવાર એવી ઘટના સામે આવે છે કે, જેલમાંથી તંબાકુ, માવા, મોબાઇલ ફોન અને બીડી જેવી અનેક વસ્તુઓ મળી આવે છે ત્યારે હવે જેલમાં બર્થ ડે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે.

નોંધનીય છે કે, જેલમાં કેદીઓને નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનું હોય છે. પરંતુ અહીં તો કેદીઓ બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને સાથે સાથે ફટાકડા પણ ફોડી રહ્યા છે. આ સાથે જ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અપને ભાઇ કા બર્થ ડે જેવા ગીતો પણ સંભળાઇ રહ્યા છે.

હાલ તો આ મામલો સામે આવ્યા બાદ જૂનાગઢ LCB ટીમ હરકતમાં આવી છે અને આ મામલે તપાસ કરી રહી છે. આ મામલાની હકિકત જાણવા દરમિયાન અલગ અલગ પ્રકારના વીડિયો પણ મળ્યા હોવાનું સામે આવ્યુ, જેમાં એક વીડિયો જૂનાગઢ જેલનો અને એક ગોંડલ જેલનો હોવાની શક્યતા છે.

Shah Jina