કૌશલ બારડ ખબર લેખકની કલમે

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવારમાં થયો દીકરીનો જન્મ, લોકોએ આપી વધામણી

હાલ ભારતીય ક્રિકેટ ટીમ વતી ન્યુઝિલેન્ડના પ્રવાસમાં દમદાર પ્રદર્શન કરી રહેલા મીડિયમ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવારમાં નાનકડી પરી અવતરી છે. મોહમ્મદ શમીએ આ ખબર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરીને તેમના પ્રશંસકોને આપી હતી. શમીએ સાથે નવજાત બાળકીની તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) on

મોહમ્મદ શમીના ભાઈના ઘરે જન્મેલી દીકરીની તસ્વીર મૂકતા તેમણે લખ્યું છે, કે “મારા પરિવારમાં વધારે એક પુત્રીનો જન્મ! પ્રેમાળ રાજકુમારી, તને મુબારક! તું સદા લાડ અને પ્રેમની વચ્ચે મોટી થજે. ભાઈના પરિવારને પણ શુભેચ્છાઓ!”

 

View this post on Instagram

 

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) on

ન્યુઝિલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી-ટ્વેન્ટીની પાંચ મેચોમાં ન્યુઝિલેન્ડનો વ્હાઇટવોશ કર્યો છે. મોહમ્મદ શમીએ આમાંથી ત્રણ મેચ રમી હતી, જેમાંથી હેમિલ્ટનમાં રમાયેલી મેચમાં તેણે ૨ વિકેટ લીધેલી. આ મેચ જીતવામાં શમીનું પ્રદર્શન ઘણું જવાબદાર રહેલું.

 

View this post on Instagram

 

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) on

૨૯ વર્ષીય મીડિયમ પેસર મોહમ્મદ શમીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીનો પણ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે સાડી પહેરીને પુજાસ્થળની આગળ ઊભેલી સુંદર લાગતી હતી. શમીએ લખ્યું પણ હતું, કે “બેટા! ઘણી સુંદર લાગે છે તું. ઈશ્વર તારું ભલું કરે.”

 

View this post on Instagram

 

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) on

ઉલ્લેખનીય છે, કે મોહમ્મદ શમીની ક્રિકેટના મેદાન પરથી લાઇફ જેટલી ટફ નથી તેટલી હાલ તેની આંતરિક જિંદગીમાં મુશ્કેલીઓ આવી રહી છે. તેમની પત્ની હસન જહાંએ તેમના પર મેચ ફિક્સીંગ અને બીજી યુવતીઓ સાથે અનૈતિક સબંધોનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, હસીને શમીના મોટા ભાઈ ઉપર બળાત્કારનો પણ આરોપ મૂકેલો.
Author: કૌશલ બારડ : GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.