આ મહિનામાં જન્મેલી છોકરીઓ હોય છે બહુ ચાલાક, જાણો દરેક મહિનામાં જન્મેલી મહિલાઓનો સ્વભાવ

દરેક વ્યક્તિ જન્મના સ્થાન, સમય અને તિથિનું વિશેષ મહત્વ હોય છે, આપણા શાસ્ત્રોમાં જન્મના ચોઘડિયા અંગે અનેક વાતો કહેવામાં આવી છે. જન્મના આધારે તેના આવનારા જીવનમાં બનનારી ઘટના અંગે આગાહી કરી શકાય છે. આજે અમે તમારી સાથે સ્ત્રીઓના જન્મ સાથે સંબધિત કેટલીક માહિતી શેર કરીશું જે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી છે. જો કે એક વાત એ પણ છે જે શાસ્ત્રમાં જણાવી છે કે સ્ત્રીઓના સ્વાભવને આજ સુધી કોઈ જાણી શક્યું નથી પછી ભલે તે ગમે તેવો મહાપુરુષ કેમ ન હોય.

1.જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જન્મેલ મહિલા: શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે મહિલાઓનો જન્મ જાન્યુ.-ફેબ્રઆરીમાં થયો હોય તે બહુ આકર્ષક હોય છે. તેનો રંગ ગોરો હશે. આંખો સુંદર હોય છે અને તેની સ્માઈલ મનમોહક હોય છે. તે સ્વભાવે હસમુખ હોય છે. સાથે આરામદાયક જીવન તેને આળસું બનાવી દે છે. વૈવાહિક જીવનમાં નાની નાની બાબતોમાં મતભેદ બન્ને વચ્ચે ખટરાગ ઉત્પન કરી શકે છે.

2.માર્ચ-એપ્રિલમાં જન્મેલ મહિલા: જેનો જન્મ માર્ચ અને એપ્રિલમાં થયો હોય છે તે મધુરભાષી હોય છે. તે ધનવાન અને પુત્રવાન હોય છે. તે વિશ્વાસુ પણ હોય છે. ધાર્મિક કાર્યમાં તે બહુ ભાગ લે છે. તેનો સ્વાભવ એવો હોય છે કે તે સામેવાળા વ્યક્તિએ કરેલુ અપમાન મનમાં રાખે છે અને સમય આવ્યે બદલો લે છે. આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે બહુ ભાગ્યશાળી સાબિત થાય છે.

3.મે-જૂન: જે સ્ત્રીઓનો જન્મ મે અને જૂન મહિનામાં થાય છે તે સ્વભાવે ઘણી ગુસ્સાવાળી હોય છે. નાની બાબતોમાં ગુસ્સો કરવો તેનો સ્વભાવ બની જાય છે. આવી સ્ત્રીઓને ચતૂર અને કામૂક પણ બતાવવામાં આવી છે. તેનામાં સામેવાળા વ્યક્તિને પ્રભાવિત કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. તે જેટલી જલદી સામે વાળી વ્યક્તિને પોતાના મિત્ર બનાવે છે તેટલી જ જલદી દુશ્મન પણ બનાવે છે.

4.જુલાઈ-ઓગસ્ટ: આ બન્ને મહિનામાં જન્મેલ મહિલાઓ પોતાના જીવનમાં દરેક સુખ ભોગવે છે. તેની અંદર સારા ગુણો હોય છે. તેને દરેક જગ્યાએ આદર સન્માન મળે છે. તેનો સ્વાભવ એટલો સારો હોય છે કે લોકો તેને ધૈર્યવાન અને શાંત હોવાની ઉપમાં આપે છે. અનુશાસનમાં રહેવુ તેને પસંદ છે. સાથે તે એવું પણ ઈચ્છે છે કે સામેવાળી વ્યક્તિ પણ અનુશાસનમાં રહે. તે અભદ્ર વર્તન કરનારા લોકોથી હંમેશા દૂર રહે છે.

5.સપ્ટેમ્બર-ઓક્ટબર: જે સ્ત્રીઓનો જન્મ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયો હોય તે મહિલાઓ ધનવાન,પરિશ્રમી હોવાની સાથે સાથે દરેક કાર્યમાં કુશળ હોય છે. દરેક વસ્તુઓને બારીકાઈથી સમજવી તેના સ્વભાવમાં હોય છે. આમ તો તે હસમુખ સ્વભાવની હોય છે પરંતુ નાની નાની બાબતોમાં ગુસ્સો પણ કરે છે. કોઈ પણ કાર્ય હાથમાં લે તો તેને પુરુ કરીને જ રહે છે. આ ઉપરાંત જીવનમાં આવેલી નિષ્ફળતાથી ક્યારેય ડરતી નથી.

6.નવેમ્બર-ડિસેમ્બર: નવેમ્બર અને ડિસેમ્બરમાં જન્મેલી મહિલાઓ શ્યામ રંગની અને સરળ સ્વભાવની હોય છે. આ સ્ત્રીઓમાં શંકા કરવાની બિમારી હોય છે. સાથે તે પોતાના કામ પ્રત્યે થોડી બેપરવા હોય છે. તેના આ જ સ્વભાવને કારણે તેને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.પરંતુ પૈસાની બચત કરવાના મામલે તે બહુ હોશિયાર હોય છે.

YC