ધોધમાર વરસાદમાં વાયર ઉપર બેસીને એકબીજાને હૂંફ આપી રહેલા પક્ષીઓને જોઈને IPS ઓફિસરે કરી દિલ જીતી લેનારી વાત, જુઓ વીડિયો

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ઠેર ઠેર હવે સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે. એક તરફ જ્યાં વરસાદમાં માણસો પલળવાથી બચવા માટેના ઉપાયો શોધી લેતા હોય છે પરંતુ આવા વરસાદના મોસમમાં પશુ પક્ષીઓની હાલત ખુબ જ કફોળી બનતી હોય છે. તેમની પાસે વરસાદથી બચવાના બહુ ઓછા વિકલ્પો હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ધોધમાર વરસાદની અંદર બે પક્ષીઓ એક તાર ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો IPS ઓફિસર @ipskabra દ્વારા શેર કરવામાં આવ્યો છે.

તેમણે કેપ્શનમાં લખ્યું “જીવનમાં ગમે તેટલા આંધી-તોફાનો આવે, જે લોકો ખરેખર તેમના છે, તેઓ એક સાથે મજબૂત રીતે ઉભા છે.” આ ક્લિપને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સ આ અંગે પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે આ જીવનનું અંતિમ સત્ય છે. જ્યારે કેટલાકે કહ્યું કે તેઓ પોતાના છે. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે આ વીડિયો એડિટેડ લાગે છે. પણ સંદેશ સારો છે!

આ ક્લિપ માત્ર 10 સેકન્ડની છે. પરંતુ તેનો સંદેશ ખૂબ જ સુંદર છે. ક્લિપમાં જોઈ શકાય છે કે  ધોધમાર વરસાદમાં બે પક્ષીઓ એકબીજા સાથે એક તાર ઉપર બેઠા છે. જોરદાર પવન ફૂંકાય છે. વીજળીનો ગડગડાટ. પરંતુ તેઓ ગભરાતા નથી, પરંતુ એકબીજાને મજબૂત રીતે પકડી રાખે છે અને વાયર પર નિશ્ચિતપણે બેસે છે. આ સાથે તે લોકોના દિલ જીતી રહ્યો છે.

Niraj Patel