JCBએ જેવું જ ઘર સામે ઉભેલું વિશાળ વૃક્ષ ધરાશાયી કર્યું, પછીનો નજારો જોઈને લોકોની આંખોમાંથી પણ નીકળી ગયા આંસુઓ, જુઓ વીડિયો

દરેક માણસ ઈચ્છે છે કે તેનું એક પોતાનું ઘર હોય અને આ ઘર બનાવવા માટે માણસ આખી જિંદગી મહેનત કરે છે. ઘરનું સપનું દરેક માણસ નહીં પરંતુ પશુ પક્ષીઓ પણ જોતા હોય છે અને પશુ પક્ષી હોય કે માણસ સાંજ થતા જ પોતાના ઘરે આવી જાય છે. જો માણસનું ઘર તૂટે તો લોકો ઉહાપોહ કરતા હોય છે, પરંતુ બિચારા પશુ પક્ષીઓના ઘર તૂટે તો શું કરી શકવાના ? ના તે કોઈને કહી શકે છે કે ના પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ કાસવાન શેર કર્યો છે. જેને જોયા પછી તમારી આંખો પણ ભીની થઈ જશે. પ્રવીણ કાસવાનના કહેવા પ્રમાણે, આ વીડિયો ક્યાંનો છે, તે સ્પષ્ટ નથી. પરંતુ આ વિડિયો ચોક્કસપણે તમામ મનુષ્યોને તેમના કાર્યો વિશે વિચારવા મજબૂર કરે છે. કહેવાતા વિકાસની આડમાં તેઓ પશુ-પંખીઓ પાસેથી તેમના ઘરો છીનવી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેસીબી મશીન દ્વારા એક મોટું ઝાડ કાપવામાં આવ્યું છે. જેવું તે ઝાડ પડે છે કે તેના પર બેઠેલા અનેક પક્ષીઓ ઉડી જાય છે. જોકે ઘણા પક્ષીઓ બેભાન અવસ્થામાં પણ છે. તેથી જ ઝાડ પડી જાય તો પણ તેઓ ઝડપથી ઉડી શકતા નથી. બાજુમાંથી પસાર થતા રસ્તા પર ઝાડ પડતાની સાથે જ તેના પર બેઠેલા અનેક પક્ષીઓ અથડાઈને મૃત્યુ પામે છે. વૃક્ષોના માળામાં ખોરાકની રાહ જોતા પક્ષીઓના બચ્ચા પણ રસ્તા પર પડે છે અને ચીંથરાઓમાં વિખેરાઈ જાય છે.

રસ્તા પર પંખીઓના વેરવિખેર મૃતદેહ જોઈને દરેક જણ જેસીબી મશીનવાળાને સારું-ખરાબ કહેતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે પક્ષીઓ મૃત્યુ પામ્યા છે તેમને કંઈ થઈ શકે તેમ નથી. રસ્તા પર વેરવિખેર પડેલા પોતાના બાળકોના મૃતદેહોને જોઈને ઉડતા પક્ષીઓ આકાશમાં ચક્કર લગાવતા જોવા મળે છે. પરંતુ રસ્તાના ટ્રાફિક અને ઘોંઘાટને કારણે તેઓ નીચે ઉતરવાની હિંમત કરી શકતા નથી.

પ્રવીણ કાસવાનના આ ટ્રેન્ડિંગ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને સાડા 7 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લગભગ 9 હજારથી વધુ લોકોએ તેને રિટ્વીટ કર્યું છે. આ વીડિયો પર લગભગ 1300 લોકોએ કોમેન્ટ પણ કરી છે. આટલા બધા પક્ષીઓને મારવા માટે જવાબદાર જેસીબી ઓપરેટર અને તેને ભાડે રાખનાર માલિક સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે જો આપણે અન્ય જીવો પ્રત્યે માનવતા ન દેખાડી શકીએ તો આપણને માણસ કહેવાનો કોઈ અધિકાર નથી.

Niraj Patel