બર્ડમેનના નામથી જાણીતો છે આ વ્યકિત, રોજ હજારો પક્ષીઓના પેટની ભૂખ સંતોષે છે, વીડિયો જોઈને તમે પણ તેમના કામને વંદન કરશો, જુઓ

ઘણા લોકો એવા હોય છે જેમનામાં પશુ પક્ષીઓ પ્રત્યે ખુબ જ પ્રેમભાવ હોય છે, તેમના માટે તે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે, ઘણા લોકો તો ખોટ ખાઈને પણ રસ્તે રઝળતા પશુ પક્ષીઓનું પેટ ભરતા હોય છે એન તેમની તસવીરો અને વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણે પણ તેમના કામને સલામ કરીએ. ત્યારે હાલ એવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકો બર્ડમેન તરીકે પણ ઓળખે છે.

ચેન્નાઈમાં રહેતો શેખર તેના પક્ષીપ્રેમ માટે જાણીતો છે અને છેલ્લા 10 વર્ષથી તેના ઘરે હજારો પોપટને રોજ રાંધેલા ભાત ખવડાવી રહ્યો છે. તેની કમાણીનો મોટો ભાગ આ કામમાં ખર્ચાય છે. 62 વર્ષીય શેખર કેમેરા રિપેરિંગનું કામ કરે છે. તે કહે છે કે તેણે 2004ની સુનામી પછી પક્ષીઓને ખવડાવવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે શેખર પર એક ઓનલાઈન ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી છે.

શેખરે તેના રસોડામાંથી બચેલા રાંધેલા ભાત ભોળા પક્ષીઓને ખવડાવવાનું શરૂ કર્યું. હવે તે દરરોજ લગભગ 8,000થી વધુ પક્ષીઓને ખવડાવે છે. તે પોપટ માટે એક મોટો વાસણ ભરીને ભાત રાંધે છે અને આ કામ માટે સવારે 4 વાગે ઉઠે છે. ચોખા રાંધ્યા પછી તે તેને સમાંતર લાકડાના પાટિયા પર સરસ રીતે ફેલાવે છે. આમ કરવાથી, હજારો પોપટ એક સમયે તે ચોખા સરળતાથી ખાય છે.

શેખરે કહ્યું, ‘હું કદાચ દિવસમાં એકવાર ખાવાનું ભૂલી જાઉં, પણ આ પોપટને દિવસમાં એક વાર પણ ખાવાનું આપવાનું હું ભૂલતો નથી.’ શેખરે જણાવ્યું કે તે પક્ષીઓને ખવડાવવા માટે સતત મહેનત કરે છે જેથી તે પક્ષીઓ માટે ખોરાક ખરીદી શકે. હવે તેઓ ભાડાનું મકાન છોડીને તેમનું ઘર ઈચ્છે છે. જેથી તેઓ આ પક્ષીઓને સંપૂર્ણ સુવિધા આપી શકે.

જોસેફની મોટી સમસ્યા એ છે કે તેની ટેરેસ ખૂબ નાની છે અને ત્યાં માત્ર 3,000 પક્ષીઓ માટે જગ્યા છે, પરંતુ તેમ છતાં પક્ષીઓ ત્યાં રહેતા હતા. જોસેફ લગભગ 10 દિવસ સુધી અનાજનો સ્ટોક રાખે છે જેથી પક્ષીઓને મુશ્કેલીના સમયે ભૂખ્યા ન રહેવું પડે.

Niraj Patel