દિલને સ્પર્શી જાય તેવો વીડિયો ! ભીષણ ગરમીમાં તરસથી તડપી રહી હતી આ ચકલી, બે બૂંદ પાણી પીવડાવતા જ થયુ જાદુ

હોળી પૂરી થયા બાદ દેશના અનેક વિસ્તારોમાં અચાનક ગરમી પડી રહી છે. ઉનાળો આવતા જ માણસો પોતાની વ્યવસ્થા કરી લે છે, પરંતુ પશુ-પક્ષીઓનું જીવન મુશ્કેલ બની જાય છે. પશુ-પક્ષીઓ માટે સૌથી મોટી સમસ્યા તેમની તરસ છીપાવવાની છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં ચકલી કાળઝાળ ગરમીમાં તરસથી પીડાતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચકલી તરસના કારણે લગભગ બેભાન થઈ ગઈ છે. આ પછી, એક માણસ બોટલમાંથી તેને પાણી આપતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચકલીને પાણી મળતા જ અચાનક એક ‘જાદુ’ થાય છે અને તે ફરી ઊભી થઈ જાય છે. વીડિયો એટલો જબરદસ્ત છે કે જોયા પછી તમે પણ ખુશ થઈ જશો. તેમજ ચકલીને પાણી આપનાર વ્યક્તિના વખાણ કર્યા વગર તમે રહી શકશો નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચકલી ઈમારત જેવી જગ્યાએ છે અને તરસથી પીડાઈ રહી છે. તેની હાલત જોઈને લાગે છે કે તે ટુંક સમયમાં બેહોશ થઈ જશે.

તેનામાં પોતે ઊભા થવાની હિંમત ન હતી. તે જોઈ શકાય છે કે તે ધીમે ધીમે પાછળની તરફ વળી રહી છે. આ દરમિયાન, એક વ્યક્તિ તેને બોટલમાંથી પાણી આપે છે. વ્યક્તિ દ્વારા આવું કરવું એ ચકલીને જીવન આપવા જેવું છે. કારણ કે, જલદી ચકલીને પાણીની એક-બે બૂંદ મળી જાય છે. તે ધીરે ધીરે ફરી સક્રિય બને છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ચકલીની લટકતી ગરદન ફરી એક વાર ઉભી થાય છે અને તે ફરી કલરવ કરે છે. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

Shah Jina