વાહ ! જેતપુરના આ ખેડૂતની કારીગરીની સલામ છે, પક્ષીઓ માટે બનાવ્યું એવું શાનદાર પક્ષીઘર કે મોટા મોટા મહેલ પણ ફિક્કા લાગશે

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે, કે પોતાનું એક શાનદાર ઘર બનાવે અને તેમાં પરિવાર સાથે શાંતિથી રહે, પરંતુ હાલ વધતી જતી મોંઘવારી અને અન્ય ખર્ચાઓનાં કારણે ઘણા લોકો પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ નથી કરી શકતા. તો જો પ્રાણીઓ કે પક્ષીઓ માટે ઘર બનાવવાનું હોય તો ?

આ દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના એક ખેડૂતની ચર્ચાઓ ચારેકોર ગુંજી રહી છે. આ ભેજાબાજ ખેડૂતે એક એવું શાનદાર પક્ષીઘર બનાવ્યું છે કે જેને જોઈને કોઈ કરોડપતિ બંગલા વાળો પણ ઈર્ષા કરે. આ શાનદાર પક્ષીઘર બનાવવા માટે ખેડૂતે 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ ઉમદા કામ કર્યું છે નવી સંકલિન ભગવાનજીભાઈ રૂપાપરાએ. તેમના આ સેવાકીય કાર્યને જોઈને તમે પણ તેમને સલામ કરશો. તેમને ગામના પાદરમાં જ એક સરસ મજાનું શિવલિંગ આકારનું પક્ષીઘર બનાવ્યું છે. જેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેમના આ કામની પ્રસંશા કરી રહ્યા છે.

આ પક્ષીઘર બનાવવા માટે તેમણે 2500 જેટલા પાણી ભરવાના માટલાનો ઉપયોગ કર્યો છે અને આ માટલાને જોડવા માટે તેણે ખાસ ગ્લેવેનાઈઝના પાઇપનો ઉપયોગ કર્યો છે. તેમને આ પક્ષીઘર પાછળ 20 લાખથી વધારાનો ખર્ચ કરવા ઉપરાંત જાતે જ બનાવ્યું છે.

આ પક્ષીઘર બનાવવા માટે નવી સાંકળી ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવી અને તેમાં 500થી 600 વારમાં આ પક્ષી ઘરનું નિર્માણ થયું. વર્ષોથી ખેતીકામ સાથે સંકળાયેલા ભગવાનજીભાઈ જયારે પણ ખેતરે જતા તેમને પક્ષીઓ માટે પ્રેમ ઉભરાતો.

ભગવાનજીભાઈ તેમના કૂવાની અંદર પક્ષીઓના માળા જોતા અને વરસાદ સમયે કે અન્ય આપદા સમયે પક્ષીઓને હેરાન થતા પણ જોતા જેના કારણે તેમને દુઃખ થતું, અને આ કારણે જ તેમને પક્ષીઓને પણ પોતાનું એક આગવું ઘર મળે તે હેતુથી આ અદભુત પક્ષીઘર નિર્માણ કરવાનો વિચાર આવ્યો.

ભગવાનજીભાઈ પોતે પણ શિવજીના ભક્ત છે અને તેના કારણે જ તેમને શિવલિંગ આકારનું પક્ષીઘર નિર્માણ કરવાનો વિચાર કર્યો. ટેક્મની ઈચ્છા હતી કે ગામ લોકોને પણ દૂરથી આ પક્ષીઘર જોતા શિવલિંગ જોયાનો અહેસાસ થાય. આ પક્ષીઘરમાં શિવજીના એક મંદિર ઉપરાંત પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ખાસ ચબુતરો પણ બનાવવામાં આવ્યો છે.

ભગવાનજીભાઈએ આ પક્ષીઘર બનાવવા માટે કોઈની પાસે એક રૂપિયાની પણ મદદ લીધી નથી, તેમના આ કામની અંદર ઘરના લોકોએ પણ તેમનો સાથ આપ્યો, અને ગ્રામપંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવતા તેમને આ પક્ષીઘર બનાવવાનું સપનું પૂર્ણ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પક્ષીઘરને જોવા માટે પણ દૂર દૂરથી લોકો આવે છે અને આ પક્ષીઘર બનાવવાની કારીગરી અને ત્યાંની વ્યવસ્થા જોઈને પણ અભિભૂત થાય છે. ત્યાં મુલાકાત લેવા માટે આવનારા લોકો માટે પણ ભગવાનજીભાઈ દ્વારા બનાવામાં આવેલા આ પક્ષીઘરની મુલાકાત યાદગાર બની રહે છે.

Niraj Patel