એક વ્યક્તિ ગ્લાસમાં ભરી રહ્યો હતો બિયર ત્યારે જ કાબરે આવીને જે કર્યું તે જોઈને તમે પણ પેટ પકડી હસવા લાગશો, જુઓ મજેદાર વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, વાયરલ વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય, ત્યારે ઘણા વીડિયો એવા પણ હોય છે જે પેટ પકડીને હસાવતા હોય છે. ખાસ કરીને લોકોને પશુ-પક્ષીઓ સાથે જોડાયેલા વીડિયો ખુબ જ પસંદ આવતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાબરની એવી હરકત કેમેરામાં કેદ થઇ જાય છે કે તે જોઈને તમે હસી હસીને લોટપૉટ થઇ જશો. કારણ કે આ વીડિયોની અંદર એવું જોવા મળે છે કે જે કોઈને માન્યામાં પણ નહિ આવે, કારણ કે આ વીડિયોમાં એક કાબર બિયર પીતી જોવા મળે છે.

આપણે ક્યારેય કોઈ પક્ષીને બિયર પિતા નહીં જોયા હોય, પરંતુ આ વાયરલ વીડિયોમાં એ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગ્લાસમાં બિયર કાઢી રહ્યો છે અને ત્યારે જ ત્યાં એક કાબર આવીને તેની પાસે બેસી જાય છે. જયારે તે વ્યક્તિ ગ્લાસમાં બિયર કાઢતો હોય છે તે દરમિયાન પણ કાબર બિયર પોતાની ચાંચથી પીતી જોઈ શકાય છે.

જયારે તે વ્યક્તિ આખી ગ્લાસ ભરી દે છે, ત્યારે કાબર પોતાની ચાંચથી ગ્લાસની અંદરથી બિયર પીવાનું શરૂ કરી દે છે. તે વ્યક્તિ જયારે ગ્લાસ લેવા માટે જાય છે ત્યારે કાબર તેને બિયરનો ગ્લાસ અડકવા પણ નથી દેતી અને તે વ્યક્તિને તેની ચાંચ મારીને ગ્લાસથી દૂર રહેવાનો પણ સંકેત આપે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ આ એક નવો નજારો જોવો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel