મનોરંજન

લાઇમ લાઇટથી દૂર રહે છે બિપાશા બાસુની ગ્લેમરસ બહેન, દેખાવમાં કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નથી

બોલીવુડની બ્લેક બ્યુટી જેને બંગાળી બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે તે અભિનેત્રી બિપાશા બાસુની ચર્ચાઓ તો જગ જાહેર છે. તે લાઇમ લાઇટમાં પણ છવાયેલી જોવા મળે છે. પરંતુ ઘણા ઓછા લોકો બિપાશાની નાની બહેનો વિશે જાણતા હશે.

Image Source

બિપાશાની નાની બહેનોનું નામ છે વિજાયેતા બાસુ અને બિદિશા બાસુ. બિપાશાની આ બંને બહેનો મીડિયાથી દૂર રહે છે. પરંતુ તેમના અંગત  જીવનને લઈને તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આજે અમે તમને બિપાશાની ખુબ જ સુંદર બહેન વિજાયેતા વિશે જણાવીશું.

Image Source

બિપાશાને બોલીવુડની અંદર બોલ્ડ અભિનેત્રીના રૂપમાં ઓળખવામાં આવે છે. પરંતુ બિપાશાની જેમ જ તેની નાની બહેન વિજાયેતા બાસુ બોલ્ડનેસમાં તેનાથી જરા પણ ઓછી નથી. વિજાયેતા આ ત્રણેય બહેનોમાં સૌથી નાની છે અને ઘરમાં સૌથી લાડલી પણ છે. બિપાશા પણ પોતાની નાની બહેનને ખુબ જ પ્રેમ કરે છે. તો વિજાયેતા પણ પોતાની મોટી બહેન બિપાશાની દિલથી ઈજ્જત કરે છે. બંને બહેનો વચ્ચે ખુબ જ પ્રેમ પણ છે.

Image Source

વિજાયેતા બાસુ ભલે કોઈ મોડેલ અને અભિનેત્રી ના હોય પરંતુ તેની બોલ્ડનેસની ચર્ચાઓ દૂર દૂર સુધી છે. એટલું જ નહિ તે સુંદરતામાં પણ પોતાની બહેન બિપાશાથી જરા પણ કમ નથી. જો કે વિજાયેતા લાઇમ લાઇટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર તેનો જલવો જોવા મળે છે.

Image Source

વિજાયેતા ભલે બોલીવુડની ચકાચોંધથી દૂર રહેતી હોય, પરંતુ સોશિયલ મીડિયામાં તે ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તે પોતાની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે. ક્યારેક તે પોતાના મિત્રો સાથે મસ્તી કરતી નજર આવે છે તો ક્યારેય તે પોતાની બહેનો સાથે મજા માણતી જોવા મળે છે. વિજાયેતાની આ તસ્વીરોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.

Image Source

વિજાયેતા બાસુએ ગયા વર્ષે જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ તલરેજા સાથે લગ્ન કરી લીધા હતા. આ પાર્ટીની અંદર બિપાશા બાસુનાં માતા-પિતા ઉપરાંત કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. આ લગ્ન ખુબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં બિપાશા પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે નજર આવી હતી. હાલમાં વિજાયેતા પોતાનું લગ્ન જીવન માણી રહી છે.