બિપાશા બાસુએ પ્રેગ્નેંસીમાં પાર કરી દરેક હદ, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દેખાડ્યું ફિગર, જુઓ

બોલીવુડના જાણીતા અને રોમેન્ટિક કપલમાંના એક એવા બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ગત દિવસોમાં જ માતા-પિતા બનવાની જાણ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કપલે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા, બંને ઘણા સમયથી એકબીજાને ડેટ પણ કરતા હતા. એવામાં ગત દિવસોમાં અચાનક જ બિપાશાએ બેબી બંપવાળી તસવીર શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા.

બિપાશાએ બેબી બંપ ફ્લોન્ટ કરતું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે વ્હાઇટ શર્ટ પહેર્યો હતો અને તેના મોટાભાગના બટન એકદમ ખુલ્લા હતા જેથી તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સમાચાર સામે આવતા જ ચાહકોની સાથે સાથે બોલીવુડના કલાકારોએ પણ કપલને શુભકામનાઓ આપી હતી.

એવામાં એકવાર ફરીથી બિપાશાએ એકદમ બોલ્ડ વિડીયો શેર કર્યો છે.સામે આવેલા વીડિયોમાં બિપાશાએ એકદમ બોલ્ડ ટ્રાન્સપરન્ટ બ્લેક આઉટફિટ પહેરી રાખ્યો છે. આ આઉટફિટ સાથે બિપાશાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.બિપાશાએ ગળામાં સુંદર જવેલરી પણ પહેરી રાખી છે. વીડિયોમાં બિપાશા બાળપણનો અંદાજ દેખાડી રહી છે. બિપાશા વીડિયોમાં ચાઈલ્ડ સાઉન્ડ પર લિપસિંગ કરતી દેખાઈ રહી છે, જેમાં તે પોતાના હાથે બેબી બમ્પ પણ દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

બિપાશાની આ રીલમાં એક બાળકનો અવાજ છે, જેમાં તે કહે છે કે તેના પેટમાં એક બેબી છે, જેના પર તે લિપસિંગ કરીને જવાબ આપી રહી છે. આ રીલ પર બિપાશાના પતિ કરણ સિંહે કમેન્ટ કરતા લખ્યું કે,”હા, જો મારું બાળક તારા પેટમાં છે”. આ દરમિયાન બિપાશા પોતાના હાથ પોતાના પેટ પર મૂકીને બેબી બમ્પ પણ દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

બિપાશાનો આ ક્યૂટ વીડિયો લોકોએ ખુબ પસંદ કર્યો છે, અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.વીડિયો શેર કરીને બિપાશાએ કેપ્શનમાં લખ્યું કે,”લવ માય બેબી બમ્પ, લવ માય બોડી,લવ યોર સેલ્ફ”. જણાવી દઈએ કે એક સમયે હિટ ફિલ્મો આપનારી બિપાશાએ લગ્ન બાદ હંમેશા માટે બોલિવુડથી દુરી બનાવી લીધી. હાલ બિપાશા ફિલ્મોથી દૂર પોતાની ગર્ભાવસ્થા એન્જોય કરી રહી છે.બિપાશા અને કરણે 2015માં આવેલી હોરર ફિલ્મ અલોનમાં સાથે કામ કર્યું હતું અને અહીંથી જ બંને વચ્ચે રિલેશન શરૂ થયું હતું, અને 2016માં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. જણાવી દઈએ કે લગ્ન પહેલા બિપાશા ઘણા યુવકો સાથે રિલેશનમાં રહી ચુકી છે અને કરણ પણ બે વાર લગ્ન કરી ચુક્યો છે, બિપાશા સાથે તેણે ત્રીજી વાર લગ્ન કર્યા છે.

Krishna Patel