‘રાઝ’ અને ‘જિસ્મ’ જેવી હિટ ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી બિપાશા બાસુ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પણ તે ઘણી વાર રેસ્ટોરન્ટની બહાર અથવા પતિ કરણ સિંહ ગ્રોવર સાથે વિદેશમાં વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. એપ્રિલ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરનાર બિપાશા ઇન્ડસ્ટ્રીમાં તેના પતિથી ખૂબ જ સિનિયર છે. ડેઇલી સોપથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કરણસિંહ ગ્રોવર કરતા બિપાશા ઘણી બાબતે શ્રેષ્ઠ છે.

ઉદાહરણ તરીકે, જો આપણે કારકિર્દીની વાત કરીએ તો, કરણ સિંહ બિપાશાથી જુનિયર છે. અને એ જ કારણ છે કે બિપાશા કરણ કરતા અનેકગણી કમાણી કરે છે. જોકે હાલમાં બિપાશાની કોઈ નવી ફિલ્મ રિલીઝ થઇ નથી, પરંતુ તેની પાસે ઘણાં કામો છે જેના દ્વારા બિપાશા ઘણા પૈસા કમાઈ લે છે.

એક અહેવાલ અનુસાર, બિપાશાની કુલ સંપત્તિ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 102 કરોડ રૂપિયા છે, જ્યારે તેની તુલનામાં, તેમના પતિ કરણસિંહ ગ્રોવરની સંપત્તિ ફક્ત 13.60 કરોડ રૂપિયા છે. બિપાશા પાસે આ સમયે ભલે કોઈ ફિલ્મ નથી, પણ તેની પાસે ઘણી મલ્ટિ-નેશનલ કંપનીઓની જાહેરાતો હોય છે.

એ તો બધા જાણે છે કે બિપાશા બોલિવૂડની એવી અભિનેત્રી છે, જેનું નામ ફિટનેસ લિસ્ટમાં ટોચ પર આવે છે. તેના ફિટનેસ અને સેક્સી બોડીનું રહસ્ય એ છે કે તે ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. તે માત્ર કસરત તરફ જ ધ્યાન આપે છે એવું નથી પણ તે ખાવા પીવા અંગે પણ ખૂબ સભાન રહે છે. તેના આ જ ફિગરને કારણે તેને ઘણા ફિટનેસ પ્રોડકટની એડ કરવાનો મોકો મળે છે.

બિપાશા રિબોક, એરીસ્ટ્રોકરેટ લગેજ, ફા ડિઓડોરન્ટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ અને શોલ્ડર શેમ્પૂ સહિતની ઘણી કંપનીઓ માટે એડ શૂટ કરે છે. જેવું કે આ બધી જ બ્રાન્ડ્સ ખૂબ પ્રખ્યાત છે, તેથી તેમને તેના એડ શૂટ માટે મોટી રકમ ચૂકવવામાં આવે છે.

બિપાશા ફિટનેસ પ્રત્યે ઘણી સભાન છે. એટલું જ નહીં, તે લોકોને તેના ફાયદા પણ જણાવે છે. થોડા સમય પહેલા તેણે ‘લવ યોરસેલ્ફ બ્રેક ફ્રી’ નામની ડીવીડી પણ લોંચ કરી હતી. આ સિવાય બિપાશા ઘણા સ્ટેજ શો પણ કરે છે, જેના માટે તે દરેક શો માટે આશરે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બિપાશા 40 થી વધુ સામયિકોના કવર પેજ પર પણ આવી ચુકી છે.

બિપાશા પાસે ઓડી7, પોર્શ, ફોક્સવેગન બીટલ જેવી લક્ઝરી ગાડીઓ ધરાવે છે. આ સિવાય મુંબઇના પૉશ એરિયામાં પણ તેના બે મકાનો છે. એટલું જ નહીં કોલકાતામાં પણ તેનું એક ઘર છે. જોકે બિપાશા પાસે વધારે ફિલ્મ ઓફર નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. હાલમાં બિપાશા એક ફિલ્મના 3 થી 5 કરોડ રૂપિયા લે છે. જણાવી દઈએ કે બિપાશા તમિલ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

બિપાશાના પતિ કરણસિંહ ગ્રોવર એક દિવસના માત્ર 80 હજાર લે છે. આ સિવાય તેની કુલ સંપત્તિ માત્ર 13.4 કરોડ રૂપિયા છે. આ મુજબ કમાણીની દ્રષ્ટિએ બિપાશા તેના કરતા 7 ગણી વધુ ધનિક છે. ટીવીના લોકપ્રિય કલાકારોમાંના એક કરણે પોતાની કારકિર્દીની શરૂઆત એમટીવી શો ‘કિતની મસ્ત હૈ જિંદગી’ થી કરી હતી.

જો કે ધીરે ધીરે કરણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી અને તેની સંપત્તિમાં પણ વધારો થયો. બાદમાં કરણે ‘દિલ મિલ ગયે’ અને જીટીવીના લોકપ્રિય શો ‘કાબુલ હૈ’માં કામ કરીને ખ્યાતિ મેળવી હતી.

સિરિયલો અને ફિલ્મ્સ ઉપરાંત કરણે અનેક રિયાલિટી શોમાં પણ કામ કરીને પોતાની સંપત્તિમાં વધારો કર્યો છે. કરણે ફિયર ફેક્ટર, આઈડિયા રોક્સ ઈન્ડિયા અને ઝરા નચકે દિખા જેવા રિયાલિટી શોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે કેટલાક વિજ્ઞાપનોમાં પણ કામ કર્યું હતું. કરણે રૂપા ફ્રન્ટલાઈન બનિયાન, ક્લિયરટ્રિપ.કોમ અને કજારિયા ટાઇલ્સ જેવી કંપનીઓ માટે એડ કરી છે. કરણ પાસે ઓડી 7 કાર ઉપરાંત મુંબઇમાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ પણ છે.

અહીં નોંધનીય છે કે બિપાશા બાસુએ 17 વર્ષની વયે મોડેલિંગ શરૂ કર્યું હતું. બિપાશાને અર્જુન રામપાલની પત્ની મેહર જેસીયાએ મોડલિંગ કરવાની સલાહ આપી હતી. 1996માં તેણે ગોદરેજ સિંથોલ સુપરમોડેલ સ્પર્ધા જીતી, એ પછી તેણે કેડિલા હેલ્થકેરની એડમાં પણ કામ કર્યું હતું. આ પછી તેણે કેડિલા હેલ્થકેરની સહાયમાં પણ કામ કર્યું.

એક સ્પર્ધા દરમિયાન, જજ રહેલા વિનોદ ખન્નાએ બિપાશાને જોઈ તો ‘હિમાલ્યા પુત્ર’ ફિલ્મથી પુત્ર અક્ષય ખન્ના સાથે તેને લોન્ચ કરવાનું મન બનાવી લીધું. જો કે બિપાશાએ આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં તેણે 2001માં ફિલ્મ ‘અજનબી’ થી ડેબ્યુ કર્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.