43 વર્ષીય બિપાશા ગર્ભવતી થઇ, વ્હાઈટ શર્ટ પહેરી મોટું મોટું બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
બોલિવૂડ સ્ટાર્સ બિપાશા બાસુની પ્રેગ્નેંસીને લઇને છેલ્લા ઘણા દિવસોથી સમાચાર સામે આવી રહ્યા હતા અને હવે બધી અટકળો પર અભિનેત્રીએ પૂર્ણવિરામ મૂકી દીધુ છે. બિપાશા બાસુએ પોતે જ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને મોટી ખુશખબરી આપી છે, જે જાણીને તેના ચાહકો ખુશીમાં ફૂલ્યા સમાવી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર પહેલાથી જ તેના પ્રેગ્નેટ હોવાના સમાચાર આવ્યા હતા. પરંતુ અભિનેત્રીએ આ સમાચારો પર પોતાનું મૌન સેવ્યું હતું અને હવે તેણે બેબી બંપની તસવીરો શેર કરીને ચાહકોને મોટી ખુશખબરી આપી છે.
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ બસ થોડા મહિનામાં જ માતા-પિતા બનવાના છે. 16 ઓગસ્ટના રોજ બિપાશા બાસુએ તેના સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેનો મોટો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. બિપાશા બાસુએ આ ફોટોશૂટ માત્ર એક શર્ટ પહેરીને કરાવ્યું છે અને તે શર્ટનું માત્ર એક જ બટન બંધ છે. બિપાશા સાથે તેનો પતિ કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંનેના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.આ ફોટા શેર કરતી વખતે બિપાશા બાસુએ લખ્યું- એક નવો સમય, નવો તબક્કો… એક નવા પ્રકાશે આપણા જીવનમાં એક નવો શેડ જોડી દીધો છે.
આ પહેલા કરતા વધુ કંપલીટ કરી રહ્યું છે. અમે અલગ અલગ પોતાના જીવનની શરૂઆત કરી હતી અને પછી અમે બંને મળ્યા અને ત્યારથી સાથે છીએ, બિપાશાએ પોતાની પોસ્ટમાં મજેદાર અંદાજમાં લખ્યું – માત્ર બે લોકો માટે આટલો પ્રેમ છે. આ અમને અન્યાયી લાગે છે..તેથી ટૂંક સમયમાં અમે બેથી ત્રણ થવાના છીએ. અમારું બાળક ટૂંક સમયમાં અમારી સાથે જોડાવા જઈ રહ્યું છે.બિપાશાએ તેની પોસ્ટમાં ચાહકોના અપાર પ્રેમ બદલ આભાર માન્યો છે. બિપાશાએ આગળ લખ્યું- આટલા પ્રેમ માટે આપ સૌનો આભાર. તમારી પ્રાર્થનાઓ અને શુભકામનાઓ હંમેશા અમારો ભાગ બની રહેશે. અમારા જીવનનો એક ભાગ બનવા બદલ આભાર.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ બિપાશા બાસુની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતા. બિપાશાને ઢીલા અને મોટા આઉટફિટ્સમાં જોઈને ઘણા લોકોએ કહ્યું કે અભિનેત્રી પ્રેગ્નેટ છે અને તેના બેબી બંપને છુપાવી રહી છે. પરંતુ હવે અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવૂડનું પાવર કપલ છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નથી. હવે કપલના જીવનમાં એક નાનકડો મહેમાન આવવાનો છે.
View this post on Instagram
ચાહકો હવે કપલના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2015માં હોરર ફિલ્મ અલોનમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી આ બંને વચ્ચે નિકટતા વધવા લાગી. જે અંતર્ગત કરણ અને બિપાશા ઘણા પ્રસંગો પર સ્પોટ થવા લાગ્યા. એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એપ્રિલ 2016માં કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુએ લગ્ન કર્યા અને હવે લગ્નના 6 વર્ષ બાદ કપલ પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે.