જાણવા જેવું પ્રવાસ

ઉત્તરાખંડના આ શાંત શહેર જ્યાંથી પાછા આવવાનું મન નહિ થાય, ગેરંટી એકવાર જોવા જેવું

શહેરનું ભાગદોડ ભરેલું રોજનું કામ જીવનને એક મશીન બનાવી દે છે. ત્યારે તે મશિનની દુનિયાથી બહાર નીકળવા માટે લોકો રજાના દિવસોનો આનંદ લેવા ફરવા માટે નીકળી પડે છે. જો કે મોટાભાગે લોકો આરામ માટે શાંત અને સુંદર હરિયાળી જગ્યા પર જવાનું પસંદ કરતા હોય છે. એવામાં એવી જ એક સુંદર અને પ્રકૃતિના ખોળે વસેલી જગ્યા છે ‘બિનસર’.

Image Source

બિનસર એક ગઢવાળી શબ્દ છે જેનો અર્થ થાય છે, ‘નવ પ્રભાત’. દેવદરાના જંગલોથી ભેરાયેલું બિનસર અલ્મોઢાથી માત્ર 33 કિલોમીટરના અંતરે છે. બિનસર સમુદ્ર તળથી 2,200 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. બિનસરમાં એક એવી જગ્યા પણ છે જ્યાંથી હિમાલયના શિખરો કેદારનાથ, નંદા દેવી, ચૈખંબા, પંચોલી અને ત્રિશુલ જોઈ શકાય છે. બિનસર એક વન્યજીવન અભ્યારણ્ય છે. એવામાં આજે અમે તમને બિનસરની સુંદર જગ્યાઓ વિશે જણાવીશું.

1. બિનસર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી:
બિનસર અભ્યારણ્ય 49.59 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. અભ્યારણ્યમ પ્રવેશવા માટે ટિકિટ લેવાની રહેશે. ઘેરા જંગલમાં તમને શાંતિનો અનેરો આનંદ મળશે. આ અભ્યારણ્યમાં ચિત્તા, ગોરા, જંગલી બિલાડી, રીંછ, શિયાળ, બાર્કિંગ હરણ અને કસ્તુરી હરણ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળશે. અહીં તમને ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી મોનાલ પણ જોવા મળશે.

Image Source

2. બિનસર મહાદેવ મંદિર:
દેવદારના ઘેરા જંગલોની વચ્ચે એક બિનસર મહાદેવ મંદિર પણ છે, જે ભગવાન ભોળાનાથનું મંદિર છે. આ મંદિર હિંદુઓ માટે ખુબ જ પવિત્ર સ્થાન છે. જૂન મહિનામાં આ મંદિરમાં મહાયજ્ઞ પણ કરવામાં આવે છે. આ સિવાય અન્ય એક ચિતઈ મંદિર પણ છે. આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના કાગળ પર લખીને આ મંદિરમાં ગોલુ દેવતાની સામે મૂકી દે છે અને પોતાની મનોકામના પૂર્ણ થયા પછી આ મંદિરમાં ઘંટી લગાવા માટે આવે છે. આજે આ મંદરીમાં એટલી ઘંટીઓ થઇ ગઈ છે કે તેને દસ લાખ ઘંટીઓનું મંદિર પણ કહેવામાં આવે છે.

Image Source

3. જીરો પોઇન્ટ:
અહીં જો કે કઈ ખાસ પ્રસિદ્ધ જોવા માટે નથી અને અહીં ખુબ ઓછા લોકો આવે છે પણ શાંત જગ્યા પર અહીં ચાલીને જઈને તેની સુંદરતાનો અનેરો આનંદ મેળવી શકાય છે. તમે બસ માત્ર આરામથી ચાલતા જાઓ અને પ્રકૃતિનો આનંદ મેળવો. ચાલતા ચાલતા તમે જીરો પોઇન્ટ પર જઈ શકો છો. આ પોઈન્ટથી પૂરું બિનસર દેખાઈ જશે. અને દૂર દૂર સુધી બિનસર જંગલોની હરિયાળી પણ તમને ખુશ કરી દેશે. અહીં સનસેટ પોઇન્ટનો અદ્દભુત નજારો જોવા મળશે.

Image Source

4. બરફથી ઢંકાયેલા પહાડો:
અહીંથી તમને હિમાલયના બરફથી ઢંકાયેલા પહાડો પણ જોઈ શકાશે. આ પહાડોને જોવા માટે સૌથી સારો સમય સવારનો છે. સવારના સમયે સૂર્યની કિરણો આ પહાડો પર સુંદર નજારો પાથરે છે જેને જોઈને તમે રોમાંચિત થઇ જશો.

Image Source

ક્યાં રોકાવું?:
તમે અહીં કુમાઉ પર્યટન વિકાસ નિગમના હોટેલમાં રોકાઈ શકો છો. તેના સિવાય અન્ય પણ હોટેલ્સ અહીં ઉપલબ્ધ છે. આસ-પાસના ગામમાં પણ તમે રોકાઈ શકો છો.

Image Source

કેવી રીતે પહોંચવું?:
દેહરાદૂનથી બિનસરનું અંતર 370 કિલોમીટર છે અને નૈનિતાલથી 95 કિલોમીટરના અંતર પર છે. બિનસરનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે જ્યાંથી બિનસરનું અંતર 105 કિલોમીટર છે. અહીંથી તમે સરકારી ટેક્સી કરીને પણ જઈ શકો છો. આ સિવાય સૌથી નજીકનુ હવાઈમથક પંતનગર છે અને અહીંથી બિનસરનું અંતર 140 કિલોમીટર છે.

Image Source

ક્યારે જવું?:
અહીં જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો છે. આ સમયમાં આકાશ એકદમ ચોખ્ખું હોય છે અને હિમાલયનો સુંદર નજારો પણ જોવા મળશે. અને જંગલની હરિયાળી જોવા માટે બેસ્ટ સમય માર્ચ-એપ્રિલ છે. આ સમયે જંગલો બુરાંશ ફૂલથી એકદમ લાલ ચટક હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App