અજબગજબ ખબર

ત્રણ મિત્રો, એક સાધારણ વિચાર અને માત્ર 65 રૂપિયાની બોટલ વેચીને બનાવી લીધું એક વિશાળ સામ્રાજ્ય

કોઈપણ ધંધો ક્યારેય નાનો નથી હોતો, અને ઘણા લોકો એવા હોય છે જે નાના ધંધા ધ્વરા શરૂઆત કરે છે અને જોત જોતામાં એ એક મોટું સામ્રાજ્ય પણ ઉભું કરી દે છે. આવી ઘણી સત્યઘટનાઓ તમે સાંભળી હશે, વાંચી હશે, પરંતુ આજે અમે તમને એવી જ એક બીજી સત્યઘટના જણાવવાના છીએ, જે વાંચીને તમને પણ કંઈક નવું જાણવા મળશે.

Image Source

ગાયનું દૂધ શ્રેષ્ઠ ખોરાક છે, તેને અમૃત સમાન માનવામાં આવે છે. ગાયના દૂધમાં કેલ્શિયમ, આયોડિન, પોટેશિયમ, ચરબી, વિટામિન બી, વિટામિન ડી અને ખનિજો હોય છે. આ સિવાય ગાયના દૂધમાં વિટામિન એ પણ હોય છે જે અન્ય કોઈ પ્રાણીના દૂધમાં નથી. તેથી, ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે, તેનો અર્થ એ કે ઘણા દિવસો સુધી ફક્ત ગાયનું દૂધ પીવાથી વ્યક્તિ એક જ સમયે સ્વસ્થ અને મજબૂત બની શકે છે. તેના શરીરમાં કોઈપણ આવશ્યક ઘટકોની અછત રહેતી નથી, પૂરી પરંતુ હકીકત એ છે કે એ દૂધ અસલી હોવું જોઈએ, કારણ કે આજનો જમાનો મિલાવટ ભરેલો છે અને જેના કારણે દૂધમાં પણ ભેળસેળ આવતી હોય છે.

Image Source

હરિયાણાના ત્રણ એન્જીનીયર પંકજ નવાની, દીપક રાજ તુષિર અને સુખવિન્દર સરાફે ન્યુ ઝિલેન્ડના દિગ્ગજ ડેરી ખેડૂત અર્લ એસ. રટ્રેના સહયોગથી દિલ્હી એનસીઆરમાં ગાયનો તાજું અને શુદ્ધ દૂધનો વ્યાપર શરૂ કર્યો હતો. તેમને બિનસર ફાર્મના બેનર હેઠળ 240 થી વધુ ગાયોની મદદથી તાજું દૂધ તેઓ દિલ્હી અને એનસીઆરના આશરે 2 હજાર પરિવારોને કાચની બોટલ ભરીને ઘરે ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે.

Image Source

બિનસર ફાર્મના સફરની શરૂઆત વર્ષ 2000માં એક ઘટનાથી શરૂ થઈ હતી, જ્યારે સુખવિંદર, દીપક અને પંકજ ઉત્તરાખંડના બિનસર જિલ્લાની યાત્રા દરમિયાન પહાડ પરથી નીચે ઉતરતા સમયે રસ્તો ભૂલી ગયા હતા અને રસ્તો પૂછતા બકરી ચરાવવા વાળની ઝૂંપડીમાં રોકાયા હતા. એ વ્યક્તિએ તેનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું અને રાત્રી પસાર કરવા માટે તેની ઝૂંપડીમાં આશરો આપ્યો. બકરી ચરાવવા વાળાએ સવારે તેમને સાચો રસ્તો બતાવીને તેમની મદદ કરી. આ વર્ણન સાંભળીને ભલે તમને સુખદ અંત વાળી વાર્તા લાગે, પરંતુ નિઃસ્વાર્થ ભાવે બકરી ચરાવતા વ્યક્તિની સહાયથી ત્રણે મિત્રોના મનમાં ઊંડો પ્રભાવ પડ્યો હતો અને તે સમયે તેઓએ નિર્ણય કર્યો કે તેઓ ઉત્તરાખંડના લોકો માટે કંઈક કરશે.

Image Source

અપહેલો વિચાર તે લોકોના દિમાગમાં એવો આવ્યો કે તે અહીંયા પહોળોમાંથી દાળ લઈને નીચે મેદાનમાં જઈને વેચે અને આવનાર સમયમાં ગામવાળા સાથે મળીને એક કોઓપરેટીવ સંસ્થા બનાવે જે દાળ, ફળ અને અનાજ આદિ વસ્તુઓનું સપ્લાય કરે અને તેનાથી ગામ વાળને સારી આવક કમાવવાનો અવસર મળે.

Image Source

આ બાબતે પંકજ જણાવે છે કે: “જયારે આ વિચાર અમારા મગજમાં આવ્યો ત્યારે અમે ત્રણેય અમારી પોત પોતાની નોકરીમાં જોડાયેલા હતા પરંતુ નોકરી સાથે જ પોતાના સપનાને વાસ્તિવકતામાં લાવવાની યોજના પણ બનાવવાની શરૂ કરી દીધી હતી.”

Image Source

2011માં સોફટવેર કંપની ડેલ સાથે કામ કરતો પંકજ પોતાના એક એસાઇમેન્ટ માટે ન્યુઝીલેન્ડ ગયો હતો અને ત્યાં તેણે આજુબાજુના લોકો સાથે પોતાના કામની સાથે ત્યાંની ખેતી અને બીજી મહૈતી મેળવી શકે તે માટે. તે જ સમયે તેની મુલાકાત ફોંટેરા ડેરી જૂથના સ્થાપક અર્લ એસ. રેટરે સાથે થઇ. વાતચીત દરમિયાન પંકજે તેને તેની ઉત્તરાખંડની ઘટના અને તેના ઉદ્દેશ વિશે કહ્યું, અર્લ તેના વિચારોથી એટલા પ્રભાવિત થયા કે તે તેની સાથે ભાગીદાર અને રોકાણકાર બનવા પણ સહમત થઈ ગયો.

Image Source

અનુભવી અર્લ સાથે જોડાયા પછી, ત્રણેય એન્જીનીયરોએ તેમની નોકરી છોડી અને નવા ઉત્સાહથી આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ મધ્યસ્થીઓને કારણે, આ પ્રોજેક્ટ વધુ પ્રગતિ કરી શક્યો નહીં. ત્યારબાદ ડેરી મેનેજમેન્ટના દિગ્ગજ નેતા અર્લના સૂચન પર, તેણે ડેરી વ્યવસાયમાં જવાનું નક્કી કર્યું અને વર્ષ 2012માં, આ ચારેએ સમાન હિસ્સેદારી સાથે બિનસર ફાર્મ્સ નામની કંપનીની સ્થાપના કરી. દીપકના પિતા, જે હરિયાણાના સોનીપત જિલ્લાના છે તેમને આ કામ માટે તેમની 10 એકર જમીન ભાડે આપી દીધી. તેમને પહેલી ગાય ઓક્ટોબર 2012માં ખરીદી હતી અને તે પછી આ સંખ્યા 250થી પણ વધુ થઈ ગઈ છે. જલ્દી જ અહીંયા 600 ગાયોના રહેઠાણ માટે ટૂંક સમયમાં નવા શેડ બનાવવામાં આવશે.

Image Source

પંકજની વાત માનીએ તો બિનસર ફાર્મમાં ગુણવત્તા સાથે કોઈ સમજાવટ કરવામાં નથી આવતી અને ગયાઓની પણ ખુબ જ સારી રીતે દેખરેખ રાખવામાં આવે છે.

Image Source

આજે પંકજ, દીપક અને સુખવિંદર લોકો માટે ઉદાહરણ બનીને સામે આવ્યા છે. પાંચ વર્ષ પહેલા એક વિચાર સાથે શરૂ થયેલ આ પ્રોજેક્ટ હવે વ્યવસાયનું રૂપ ધારણ કરી ચૂક્યો છે અને તેની સફળતાથી ગામના યુવાનો અને ખેડુતોને નવું જીવન અને આર્થિક સમૃધ્ધિ આપવામાં સફળ રહ્યા છે.