અદ્રશ્ય ખબર લેખકની કલમે

“સિંહણશી પાતળી કમર ધરાવતી બિનીતા ને ઊંચકી અને બિનીતા એ તેની ગરદન પર હાથ મૂકી દીધા” વાંચો એક સરસ મઝાની વાર્તા

દશેરા નો દિવસ હતો. ઘડિયાળ સવાર ના પોણા દસ નો સમય બતાવી રહી હતી.. અદ્રશ્ય અને બિનીતા પોતાના 4 BHK ના ઘર ની વ્યુઈંગ ગેલેરી માં સાથે ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા આવનારી દિવાળી ની તૈયારી ની..

વાત વાત માં અદ્રશ્ય થી બોલી પડાયું હજી તો શરદપૂનમ ના દિવસ ની આજુબાજુ માં આવનારું એક પાર્સલ પણ ગણવાનું ને આપણે..દર વખતે આપણા લિસ્ટ માં રાખવું પડે છે એને..

Image Source

બિનીતા પણ એ પાર્સલ વિષે વિચારી રહી..તેમના લગ્ન ને આઠ વર્ષ થયા હતા..પાંચ વર્ષ નો રાજ..એમનું એક માત્ર સંતાન..આઠે આઠ શરદપૂનમ ની આજુબાજુમાં એક પાર્સલ આવતું. જેમાં નામ ન રહેતું.. પણ અદ્રશ્ય બિનીતા અને રાજ ત્રણેય માટે દિવાળી નામ ની ગીફટ જરૂર રહેતી. બિનીતા ને વાંચન નો શોખ હતો તો એવી બેસ્ટ સેલર બુક્સ, અદ્રશ્ય ને માટે સંગીત અને સિનેમા નો શોખ હતો તો એ મુજબ મોંઘીદાટ મ્યુઝીક આલ્બમ્સ ની ઓરિજીનલ કોપીસ, રાજ માટે અલગ અલગ રમકડાં..દરેક જરૂરીયાત નો ખ્યાલ રાખવા માં આવતો..કોણ હતું એ?? કેમ મોકલાવતું હતું??ઘર નું એડ્રેસ ક્યાં થી મળતું હતું??ઘણા સવાલો આવતા હતા.

બિનીતા એ આ જ સૂચક નજરે અદ્રશ્ય સામે જોયું. અદ્રશ્ય પણ વિચારો માં ખોવાયેલો જ હતો. બિનીતા એ હાથ પર હાથ મૂકી ને કહ્યું..દ્રષ્ટિ જ હશે ને કદાચ?? અદ્રશ્ય પણ ગંભીરતા થી બોલ્યો, “ રામ જાણે..”
શાંત દેખાવા માટે તેની આંગળીઓ સાથે પોતાની આંગળીઓ રમાડવા લાગ્યો.. “અદ્રશ્ય..બહુ જ ચાહે છે એ તને..” બિનીતા ના અવાજ માં એક ઉદાસી હતી.. “બિન્ની. પ્લીઝ..એ મારો એવો ભૂતકાળ છે કે જેને હું યાદ નથી કરવા માંગતો..જો એ સાચે પ્રેમ કરતી હોત તો આમ જતી રહેત??સાવ એકલો મૂકી ને??” અદ્રશ્ય નો અવાજ એની લય ગુમાવતો હતો.. “પાગલ છે સાવ..તને મારા થી વધારે કોઈ ચાહી શકે??હું છું ને..પણ હું એટલે એને માન આપું છું કે કદાચ કાલે મને કઈ થઇ જાય તો પણ.”
“શશશ..” બિનીતા ને કમરે થી ખેંચી ને એના હોઠ પર પોતાનો હાથ મૂકી ને કપાળે ચૂમી લીધી અદ્રશ્ય એ.. બિનીતા આ ક્ષણ ને માણી રહી હતી.. “કોઈ તો છે કે જે તારું પાગલપન સહન કરે..તને પ્રેમ કરે..” એની છાતી પાસે જ માથું રાખી ને પોતાનું વાક્ય પૂરું કરતા બોલી..
“બસ બિનીતા..”અવાજ ગૂંજી રહ્યો.

બિનીતા આવા વર્તન થી સહેજ પણ અજાણ ન હતી..તેનું કારણ અને નિવારણ બંને ખબર હતી.. અદ્રશ્ય ને પકડી ને ગેલેરી ના સોફા પર સૂવાડી દીધો..અને તેના માથા પાસે પોતે બેઠી..તેના કાળા અને મુલાયમ વાળ માં હાથ ફેરવતા ફેરવતા બોલી,“એબી..(અદ્રશ્ય ને પોતાના અને બિનીતા ના નામ નું શોર્ટ ફોર્મ ગમતું.એટલે ઘણી વાર પોતાની જીદ પૂરી કરવા અથવા પોતાની ભૂલ હોય તો મનાવવા તે આવી રીતે એબી,અનીતા. જેવા નામો વાપરતી)હું પણ એક સ્ત્રી જ છું ને..કોઈ આમ આપણા ત્રણેય માટે તારા પસંદીદા તહેવાર શરદપૂનમ ની આસપાસ ગિફ્ટ મોકલે છે.એ રિસીવ કરવા તારું દોડવું..ખોલી ને જોવું..દરેક પર એ જ પ્રેમ થી હાથ ફેરવવા જે રીતે તું મારી સાથે પ્રેમ કરે છે..તો મને જેલસી તો થવાની જ ને???સોરી મારા પતિ પરમેશ્વર..પ્લીઝ..કહી ને તે અદ્રશ્ય ને ચૂમવા માટે આગળ વધી..અદ્રશ્ય ના ચહેરા
પર એક પ્રેમાળ હાસ્ય જોઈ ને તે પણ ખુશ થઇ..અદ્રશ્ય બોલ્યો, “અત્યારે તારી વાત થી ખરેખર મને ડીસઅપોઈન્ટમેન્ટ ફિલ થયેલું..પણ તું દર વખતે મને મનાવી લેવા માં સફળ થાય છે..”

“હા..મારી પાસે તને મનાવવા ના અદ્રશ્ય રસ્તાઓ છે..” આટલા સુંદર પ્રેમાલાપ માં એક મોબાઇલરિંગ એ ખલેલ પાડી..બિનીતા ના ખોળામાં સૂતા જ પેન્ટ ના ખિસ્સામાંથી અદ્રશ્ય એ ફોન કાઢી ને જોયું.. “સેકેટરી પૂજા..” બિનીતા એ કહ્યું “સ્પીકર પર રાખજે ને..”
અદ્રશ્ય એ એમ જ કર્યું..રિસીવ કર્યો અને કહ્યું, “બોલો મિસ પૂજા” “સર આજે આપણે સિંગાપોર ના ક્લાયન્ટ જોડે વી સી છે, ૧૭ મા સ્ટેટ મીનીસ્ટર ને પણ આપણી કંપની ની પ્રોફાઇલ મોકલવા ની છે કે જેથી ૧૬ સ્ટેટ માં રહેલી આ કંપની ૧૭ માં સ્ટેટ માં પણ શરુ થઇ શકે અને આપણા ટેક્સ કન્સલ્ટન્ટ આપણા નવા રજીસ્ટ્રેશન વિષે માહિતી માંગી રહ્યા હતા..તો મેઈલ દ્વારા કન્ફર્મ કરાવી દઉં??”

Image Source

અદ્રશ્ય ખૂબ શાંતિ થી આ સાંભળી રહ્યો..જવાબ માં બિનીતા બોલી.. “મિસ પૂજા..તમે ખૂબ સારી રીતે તમારું કામ કરી રહ્યા છો..હું દિલ થી એની પ્રશંસા કરું છું.. પણ આજ નો એક દિવસ એમને બોસ નહિ અને પતિ બનવા દો ને..અને તમે પણ માતા પિતા સાથે અથવા જો બોયફ્રેન્ડ હોય તો એની સાથે સમય પસાર કરો. એન્જોય..”
“સર..મારી રજા ને આજે??” પૂજા એ કન્ફર્મ કરતા પૂછ્યું.
“પૂજા..ભલે હું ૭૦૦૦ કર્મચારીઓ ની બિનીતા લિમિટેડ નો માલિક રહ્યો..પણ બિનીતા મારી બોસ છે..એ કહે એ પથ્થર ની લકીર.. એન્જોય કરીએ આજે..રજા..”

“થેન્ક યુ સર..હેવ અ ગુડ ડે સર..એન્જોય વિથ મેમ..” ત્રણે ત્રણ જણા નું ફોન પર ખડખડાટ હાસ્ય માહોલ ને ખુશનુમા બનાવી રહ્યું હતું..

(મન માં પૂજા પણ ક્યાંક પોતાના બોયફ્રેન્ડ રાહુલ સાથે ની મૂવી ટિકિટ પ્લાન કરી રહી હતી.)

ફોન ડીસકનેક્ટ થયો..સોફા પર બિનીતા ના ખોળા માં માથું મૂકી ને સૂતેલા અદ્રશ્ય એ આંખ બંધ કરી..કહ્યું.. “તું સાચે મહાન છો..કદાચ દ્રષ્ટિ પણ આટલું સારી રીતે મને ન રાખી શકત..જન્મ સાથે મા તો ગુમાવી..પિતા ના બીજા લગ્ન એ પિતા સાથે ના પણ સંબંધો તોડાવ્યા..એ બધું સાચવી લીધું..ત્યાં એક છોકરી..પહેલો પ્રેમ બની ને આવી..દ્રષ્ટિ..અચાનક જતી રહી મૂકી ને..પણ તે ખરેખર જીવનસંગિનીનો અર્થ સમજાવ્યો છે..થેન્કસ ટુ ગોડ ફોર સેન્ડીંગયુ ઇન માય લાઈફ.. અદ્રશ્ય બોલતો જતો હતો..અને બિનીતા એના વાળ માં હાથ ફેરવતા ફેરવતા ને એને બોલવા દેતી હતી..વિચારતી હતી કે મન હળવું થઇ જાય તો એ ખુશ થશે..(સાથે એ પણ વિચારતી હતી કે દ્રષ્ટિ એ ભૂલ કરી..આવા સારા છોકરા ને છોડી ને..જો કે સારું જ કર્યું..મને આવો બીજો અદ્રશ્ય જેવો ક્યાં મળવાનો હતો??)બંને એકબીજા ની વાતો સાંભળતા હતા અને અચેતન મન માં એકબીજા ને ખુશ અને સલામત રાખવાની પ્રોમિસ અને દુઆ કરતા હતા..

અદ્રશ્ય નું મન હળવું થતું જતું હતું..બિનીતા પર તેનો પ્રેમ વધતો જતો હતો..લાલ કુર્તી અને ઓફ વ્હાઈટ લેગીંગ્સ માં બેઠેલી બિનીતા ને ખ્યાલ હતો કે અદ્રશ્ય નો એક હાથ તેની લાલ કુર્તી ની અંદર લેગીંગ્સ ની વેસ્ટલાઈન પર અને બીજો હાથ તેના મુલાયમ બાવડા ને પંપાળી રહ્યો છે પણ તે માત્ર બંધ આંખો એ બોલી રહેલા અદ્રશ્ય ની વાતો સાંભળી રહી હતી..

ધીરે ધીરે અદ્રશ્ય મૌન થઇ ગયો..બિનીતા ને લાગ્યું કે તે સૂઈ ગયો..પણ આજે તો દ્રષ્ટિ ની યાદો એને ઊંઘવા દે તેમ ક્યાં હતું??તે ભૂતકાળ માં સરી પડ્યો હતો..

પંદરેક વર્ષ પહેલાની વાત છે..
શહેર ની એક પ્રતિષ્ઠિત કંપની માં અલગ અલગ બ્રાંચ માં મેનેજર ની ભરતી ની જાહેરાત આવી.

પચ્ચીસ વર્ષ નો અદ્રશ્ય..હાથ માં સી.વી. ની બેગ સાથે પહોંચ્યો..ત્રણ મેનેજર ની જગ્યા માટે લગભગ વીસેક ઉમેદવાર હતા. બાર તેર છોકરીઓ ની તેની પર અટકેલી નજર વચ્ચે એક છોકરી પર તેની નજર અટકી.. ઘઉંવર્ણા કરતા સહેજ શ્યામ પણ નમણી છોકરી હતી..તેના શ્યામ રંગ ને વધુ ઘટ્ટ બનાવતા હતા તેની કમર સુધી પહોંચતા લાંબા કાળા વાળ અને એવી જ કાળી આંખો..કોઈ ખાસ ફિગર ન હતું..પણ સરસ અને મોહક હતી તેણી(દ્રષ્ટિ)..આ બાજુ બધી નજર અટકે એનું કારણ તેનો દેખાવ હતો..લીલી આંખો, કાળા લાંબા ઝુલ્ફાં, ફ્રેન્ચી દાઢી અને ફોર્મલ શર્ટ માં પણ અલગ તરી આવતા તેના સશક્ત બાવડા.. કોઈ પણ છોકરી ની એક નજર અટકે તેવો આકર્ષક લાગતો હતો તે..કોઈ ને કોઈ નું નામ ન ખબર હતી..અને જરૂર પણ ન જણાઈ..સાડા છ કલાક ની તમામ ઉમેદવાર ના ઇન્ટરવ્યુ ની પ્રોસેસ પૂર્ણ થયા પછી ફાઈનલ લિસ્ટ જાહેર થયું..ત્રણ નામ હતા..દ્રષ્ટિ,બિનીતા અને અદ્રશ્ય..

Image Source

અદ્રશ્ય અને દ્રષ્ટિ ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટ માં હતા..બિનીતા એચ.આર ડીપાર્ટમેન્ટ માં હતી..સાથે કામ કરતા ત્રણેય. ધીમે ધીમે સારા દોસ્તો બની ગયા. કેન્ટીન માં..ઘરે જવામાં..અલગ અલગ પ્રોજેક્ટ્સ માં..આ ત્રિપુટી સાથે જ જોવા મળતી.. પણ અદ્રશ્ય અને દ્રષ્ટિ નો સંબંધ ધીરે ધીરે ગાઢ બની રહ્યો હતો..બિનીતા પણ આ સંબંધ ની નજીક ની સાક્ષી હતી. અને એટલે જ પહેલી નજર ના પોતાના ‘ક્રશ’ ને ભૂલી ને આગળ વધી ગઈ હતી..દ્રષ્ટિ અને બિનીતા પણ સારી બહેનપણીઓ હતી..દ્રષ્ટિ ઘણી વાતો બિનીતા ને કહેતી..બંને વચ્ચે ઘણી ગોસિપ થતી રહેતી.

અદ્રશ્ય પણ આ નોકરી પછી આર્થિક સમૃદ્ધ બની ગયો હતો..કાર પણ ખરીદી લીધી હતી તેણે..અને ત્રણે જણા પૂલ કરતા કાર ને. દિવસ આવ્યો દ્રષ્ટિ ના જન્મદિવસ નો. અદ્રશ્ય ખૂબ ખુશ હતો. તેણે બિનીતા ને દ્રષ્ટિ માટે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી ના પ્લાનિંગ માં રાખી હતી..નોકરી એ થી છૂટી ને બિનીતા એ દ્રષ્ટિ ને મૂવી જોવા લઇ જવાની હતી..ત્યાં થી કેફે પર લઇ આવવા ની હતી. બિનીતા એ એમ જ કર્યું. દ્રષ્ટિ ખૂબ જ ખુશ થઇ ગઈ. અને એની ખુશી માં ત્યારે વધારો થયો જ્યારે અદ્રશ્ય એ તેના માટે ના પોતાના પ્રેમ નો એકરાર કર્યો. પ્રપોઝ કર્યું..દ્રષ્ટિ એ અડધી સેકન્ડ પણ વિચાર્યા વિના હા પાડી દીધી. તે તો આ મોસ્ટ એલિજીબલ છોકરા ને પોતાનું દિલ ક્યાર નું દઈ ચૂકી હતી..બિનીતા બંને ની પ્રથમ કિસ ની પણ સાક્ષી બની. પણ કબાબ માં હડ્ડી બની ને તોડાવી પણ દીધી.

આમ જ ત્રણ વર્ષ વીતી ગયા. સમય ની સાથે પ્રેમ સંબંધ ગાઢ બનતો ગયો.
એક દિવસ ઓફિસે થી નીકળતા સમયે દ્રષ્ટિ એ કાર માં અદ્રશ્ય ને કહ્યું કે ચાલ ને મારા ઘરે જઈએ..મારા પરિવાર ને મળી લે..અદ્રશ્ય એ હા પાડી..આમ પણ એનો પોતાનો તો પરિવાર જ ક્યાં હતો??દ્રષ્ટિ ના પરિવાર વાળા હા પાડે એટલે લગ્ન જ કરવા ના હતા. બિનીતા પણ આ વાત સાંભળી રહી. આમ પણ બિનીતા ને રોજ પહેલા જ ડ્રોપ કરવાની હોય..એટલે એને વાંધો ન હતો. બિનીતા કાર માંથી ઉતરતા અદ્રશ્ય અને દ્રષ્ટિ તરફ જોઈ ને બોલી, “બેસ્ટ ઓફ લક ટુ બી કપલ..”બંને હસી પડ્યા.

બંને દ્રષ્ટિ ના ઘરે ગયા. ઘરે તાળું હતું. અદ્રશ્ય એ પ્રશ્નાર્થ નજરે જોયું. દ્રષ્ટિ એ બાવડા પર હાથ ફેરવતા આંખ મારી. અને કહ્યું બધા ગામડે
એક લગ્ન માં ગયા છે..અદ્રશ્ય એક ડગલું પાછળ ખસ્યો. દ્રષ્ટિ એ પ્રેમ થી કહ્યું. અદ્રશ્ય પ્લીઝ થોડી વાર બેસ ને. અદ્રશ્ય બેઠો. દ્રષ્ટિ એ તેને બેડરૂમ તરફ ઈશારો કર્યો. અદ્રશ્ય એ ઇશારા થી જ ના પાડી. પણ અદ્રશ્ય ના હોઠ વધુ કાઈ બોલે તે પહેલા દ્રષ્ટિ એ પોતાના હોઠ તેના પર મૂકી દીધા હતા. અદ્રશ્ય ને ખેંચી ને તે બેડરૂમ માં લઇ ગઈ..અદ્રશ્ય એ પોતાનું પૌરુષ બતાડી ને તેને દૂર તો કરી દીધી..પણ દ્રષ્ટિ તેની ખૂબ નજીક હતી..દ્રષ્ટિ એ તેના કાન પાસે કહ્યું..અદ્રશ્ય..મારે તને પૂરેપૂરો પામવો છે. પ્લીઝ. માની જા ને. એક વાર. અદ્રશ્ય સાશ્ચર્ય ખુશ થઇ ગયો.

થોડી જ ક્ષણો માં બંને નિર્વસ્ત્ર થઇ ગયા.. દ્રષ્ટિ ખૂબ ખુશ હતી..તે આ ક્ષણો ને માણી રહી હતી..અદ્રશ્ય ના શ્વાસોશ્વાસ ની ગરમી તેની ગરદન અનુભવી રહી હતી..અદ્રશ્ય ને દ્રષ્ટિ ની આ પહેલ જોઈ ને નવાઈ લાગતી હતી પણ તેના પૌરુશ્વંતા હાથ દ્રષ્ટિ ના હોઠ, ગરદન, સ્તન, વાળ અને કમર પર ફરી રહ્યા હતા..બંને આગળ વધ્યા.. અદ્રશ્ય અને દ્રષ્ટિ એક થઇ ગયા..

..
અદ્રશ્ય એ પૂછ્યું, લગ્ન તો થવાના જ છે ને..આટલા વર્ષ ના સંયમ બાદ અચાનક આટલી ઉતાવળ??
દ્રષ્ટિ એ કહ્યું, કાઇ નહિ રે..બસ એમ જ..કાલ શું થાય એ કોને ખબર??આજ ને માણીએ ને અત્યારે તો..
અદ્રશ્ય એ ફરી એક લિપ કિસ કરી..બંને છૂટા પડ્યા અને અદ્રશ્ય ઘરે ગયો..બીજે દિવસે સવારે અદ્રશ્ય ની કાર દ્રષ્ટિ ના બારણે ઉભી રહી..તો તાળું હતું..એ સમયે ફોન ન હતા..તેણે પડોશ માં પૂછ્યું..પડોશી એ કહ્યું એ તો બહાર ગયા છે. તમારે વાત નથી થઇ??નકાર માં માથું હલાવી ને તે કાર માં બેઠો અને બિનીતા ના ઘર તરફ કાર હંકારી મૂકી..બિનીતા પણ આ જાણી ને વિચારે ચડી ગઈ..બંને એ થોડા દિવસ રાહ જોવાનું નક્કી કર્યું..ઓફિસમાં પણ આમ જ કહ્યું કે તેઓ બહાર ગયા છે.. બોસ પણ માની ગયા જાણે બધું પૂર્વનિર્ધારિત હોય..

આમ જ એક માસ વીતી ગયો..એક દિવસ બોસ એ બિનીતા ને બોલાવી અને કહ્યું.. આજે બિનીતા ની ગેરહાજરી ને એક માસ પૂર્ણ થાય છે.. દ્રષ્ટિ એ કહ્યું હતું કે આ કાગળ એ મારો નોટિસ પિરિયડ નો છે.. જો હું એક માસ માં પાછી ન આવું તો આ કાગળ ને મારું રાજીનામું સમજી લેવું..હું મોટી નોકરી ની તક માટે લંડન જાઉં છું..જો મળી તો ઠીક નહીતર આ જ કાગળ ઓફિસ માં જાહેર કરી ને એચ.આર. માં આપી દેવો..

Image Source

બિનીતા “જી સર..” સિવાય કાઈ જ ન બોલી શકી..તેને પોતાને પણ આઘાત લાગેલો..અને તે જાણતી હતી કે આ સમાચાર જ્યારે અદ્રશ્ય ને મળશે ત્યારે શું થશે.. આટલા બધા વિચારો એક સાથે આવતા તે બોસ ની સામે ની ખુરશી માં જ બેસી ગઈ.. અને પાણી પીવા લાગી..બોસ એ કારણ પૂછતા કહ્યું, “સર,એક રીક્વેસ્ટ કરું?” હકાર ઈશારો જોઈ ને તે બોલી,“બે ત્રણ દિવસ ના સમય બાદ જાહેર કરું તો??” સર એ કહ્યું,“ એચ.આર. ના મેનેજર તમે છો..જેમ તમે માનો તેમ..પણ એક વાત યાદ રાખજો..હવે જવાબદારી અદ્રશ્ય ની બને છે..કારણકે બંને એક સરખી જ પોસ્ટ પર છે.. મારું કામ ન અટકે એટલું ધ્યાન તમારે રાખવાનું છે.” “જી સર..” બિનીતા સ્વસ્થ થતા બોલી અને કેબીન માંથી નીકળી ગઈ..

તે દિવસે સાંજે કાર માં જતા જતા અદ્રશ્ય બોલ્યો, “ગજબ છોકરી છે ને??પ્રેમ નો એકરાર કર્યો તો પણ સ્વીકાર્યો..અને હવે એક મહિના થી ક્યાં છે એ ખબર જ નથી..એક ફોન/મેસેજ કે પત્ર પણ નથી..”

બિનીતા પણ એની પરિસ્થિતિ સમજી રહી હતી..એને જવાબ આપવા જતા તેનો માંડ માંડ રોકી રાખેલો ડૂમો બહાર આવી ગયો અને આંખ ભરાઈ આવી..કાર રોડ ની એક તરફ ઉભી જ રહી ગઈ..

“ક્યાં છે બિનીતા એ??એ ઠીક છે ને??કે કઈક અજુગતું બની ગયું??”

બિનીતા એ પેલો પત્ર કાઢી ને અદ્રશ્ય ને આપ્યો.
“હું પણ બાઘો જ છું ને..એચ.આર. ને તો ખબર જ હોય ને..બંને ભેગી મળી ને મને ઉલ્લુ બનાવે રાખો..”
“અદ્રશ્ય..બને કે હું દ્રષ્ટિ જેવી ન હોઉં કે જેને માટે તારું દિલ ધડકે..તને એક પ્રેમી તરીકે ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે.. પણ હું તને ઉલ્લુ નથી બનાવતી. એવી તો નથી જ હું..નથી જરૂર મારે તારી લિફ્ટ ની..હું પણ કાર રાખી શકું એમ છું..” ભીની પણ ગુસ્સા ભરેલી આંખો એ બિનીતા એ દરવાજો ખોલ્યો..

“એટલે??” જોર થી બિનીતા નો હાથ ખેંચાયો અને તે પાછી કાર ની સીટ પર ફસડાઈ પડી..આ વખતે સિફતપૂર્વક તેણે બિનીતા ને સીટબેલ્ટ પહેરાવી દીધો.. “અદ્રશ્ય..”લગભગ બૂમ પાડી દીધી બિનીતા એ..

“તું નથી બનાવતી એટલે?? આ વાત ની ખબર તને ક્યારે પડી??” “સાંભળી શકીશ??” “બોલ ખાલી.. આ તને ક્યારે ખબર પડી??” “આજે એની ગેરહાજરી ને એક માસ પૂર્ણ થયો..એટલે બોસ એ મને એમની કેબિન માં બોલાવી ને આ પત્ર આપેલો. અને ઓફિસ માં આ વાત જાહેર કરવા કીધેલી.” “સોરી બિનીતા..” “ઓકે અદ્રશ્ય..પણ વાત સાંભળ પૂરી પહેલા..” “સોરી અગેન..” “કેમ?” “કાલ થી તારે જાતે જ જવું પડશે નોકરી એ..હું લિફ્ટ નહિ આપી શકું..”
“એટલે??નોકરી છોડી દઈશ એમ??હું તારી એના માટે ની લાગણી સમજી શકું છું..પણ એ એક ના કારણે આવો મોટો નિર્ણય ન લેવાય અદ્રશ્ય..હું છું ને??”
“તો બીજું શું કરું? એ આખી ઓફિસ માં મને એની યાદો હેરાન કરશે.”
“બરાબર છે..એ તારો પ્રેમ છે..પણ પ્લીઝ..હમણાં આમ તરત નિર્ણય ન લે.. મારા માટે..પ્લીઝ.. એકાદ અઠવાડિયું જો..પછી જેમ તું કહે એમ..”
“એચ. આર. માં બરાબર જ રાખ્યા છે તમને..એક અઠવાડિયા માટે તો એક માણસ નું રાજીનામું રોકી જ દીધું ને..”
“યેસ્સ્સ..એક્ઝેક્ટલી..” અને તેના ચહેરા પર પહેલી વાર હાથ ફેરવ્યો બિનીતા એ..એના ભીના ગાલ લૂછ્યા અને કહ્યું..“રાધા નથી તો શું?? સુદામા તો છે ને??”અદ્રશ્ય હસ્યો..અને સ્વસ્થ થયો ત્યારે બોલ્યો, “લે આ લેટર..”

બંને છૂટા પડ્યા. થોડી કાર આગળ ચલાવી..એક એકસીડન્ટ થતા રહી ગયો..વાંક અદ્રશ્ય નો હતો..પણ કોઈ નુકસાન થયું નહિ..અદ્રશ્ય કાર ચેક કરતો હતો..અચાનક કાર માં બિનીતા બેઠી અને કહ્યું..ચાલો તારા ઘરે..અદ્રશ્ય એ પ્રશ્નાર્થ નજરે જોયું.. “ચાલ હવે..દ્રષ્ટિ ની યાદ માં કાર તો સીધી ચાલતી નથી..બેસ..કોઈ મરી જશે..અને ન કરે નારાયણ અને તું…”આંખ ભીંજાઈ ગઈ બિનીતાની..અદ્રશ્ય નિષ્પલક નજરે જોતો રહ્યો એને..પછી એની કાર બિનીતા જ ચલાવશે એવું નક્કી થયું..રોજ બિનીતા અદ્રશ્ય ની કાર લઇ ને એને ઘરે જાય..અદ્રશ્ય ને પીક કરે અને પછી બંને ઓફિસ જાય..

સાત દિવસ નો સમય માંગ્યો હતો બિનીતાએ..એમાં બિનીતા એ પોતાનાથી બનતી બધી જ કોશિશ કરી લીધી..અને તે સફળ પણ રહી…છ મહિના સુધી તેની સાથે નોકરી કરી..એક પણ વાર દ્રષ્ટિ એ એક પણ વાર કોન્ટેક્ટ કર્યો ન હતો. પણ અદ્રશ્ય. પાણી વિનાની માછલી ની જેમ દ્રષ્ટિ ને યાદ કરીને તરફડતો હતો.. બિનીતા પણ અદ્રશ્ય માટે સોફ્ટ કોર્નર ધરાવતી હતી..બીજી બાજુ બિનીતા ની ઉંમર પણ વધી રહી હતી…બિનીતા ના મધ્યમવર્ગીય અને ઓપન માઈન્ડેડ મા બાપ તેને લગ્ન માટે સમજાવી રહ્યા હતા..બિનીતા એ ઘરે અદ્રશ્ય નું જ નામ આપેલું અને આખી હકીકત પણ કહેલી. મા બાપ માટે આ હકીકત સ્વીકારવી અઘરી હતી..આઠ આઠ મહિને પણ અદ્રશ્ય ની આવી હાલત જોઈ ને બિનીતા એ એક નવા બિઝનેસ નું પ્રપોઝલ અદ્રશ્ય સમક્ષ મૂક્યું..અદ્રશ્ય ને ગમ્યું..એણે બિઝનેસ નું નામ પૂછ્યું. બિનીતા એ કહ્યું,
“જેનો આઈડીયા એનું નામ.” અદ્રશ્ય એ બિનીતા લિમિટેડ નામ ની મંજૂરી લીધી.અને બંને સાથે બિઝનેસ કરવા લાગ્યા..સમય સાથે અદ્રશ્ય પણ બિનીતા સાથે ભળી ગયો.

શરદપૂનમ ખૂબ ગમતી અદ્રશ્ય ને…તે દિવસે એક નાનો ગોલ્ડન સિક્કો કોઈ એ ગિફ્ટ માં આપ્યો..નામ વગર..અદ્રશ્ય જોઈ રહ્યો..તેને બિનીતા લાગી..તેણે થેન્ક્સ કહેવા ઘરે જવું યોગ્ય સમજ્યું..બિનીતા ને ખ્યાલ આવી ગયો કે આ ગિફ્ટ માં તેને કોઈ ગેર સમજ થઇ છે..પણ તેણે આ ગેરસમજ ચાલુ રાખવા નક્કી કર્યું..અદ્રશ્ય અને બિનીતા, પરિવાર સાથે દૂધ પૌઆ ની લહેજત ઊઠાવી રહ્યા હતા..અદ્રશ્ય સમક્ષ બિનીતા ના પપ્પા એ લગ્ન પ્રસ્તાવ મૂક્યો.. આટલા વર્ષ માં પહેલી વાર અદ્રશ્ય બિનીતા ને નીરખી રહ્યો હતો..શરદપૂનમ ના ચાંદ ની ચાંદની શ્વેતવર્ણી બિનીતા ને મોહક બનાવતા હતા..તેની કથ્થાઈ આંખો અને ગુલાબ ની પાંખ જેવા મુલાયમ અને લાલ હોઠ.. ઘાટીલા અંગો ધરાવતી બિનીતા એક અપ્સરા થી ઓછી ન હતી.. આંખ ના પલકારા માં બિનીતા ને જોયેલા અદ્રશ્ય એ લગ્ન અંગે વિચારવા માટે સમય માંગ્યો.

આ સમય બે વર્ષ નો થઇ ગયો..બે વર્ષ માં બિઝનેસ ઘણો વધી ગયો હતો અને ખૂબ પ્રગતિ થઇ હતી બંને ની…છેલ્લે બિનીતા ના અપાર પ્રેમ ની સામે અદ્રશ્ય પણ ઝૂકી ગયો અને હા પાડી..ત્રણ વર્ષ નો દ્રષ્ટિ સાથે નો સંબંધ..નિષ્ફળ રહ્યો હતો..પણ સાડા ત્રણ વર્ષ નો બિનીતા સાથે નો સંબંધ લગ્ન માં પરિવર્તિત થઇ રહ્યો હતો..

Image Source

બધા ખુશ હતા.લગ્ન થયા, ફરી શરદપૂનમ આવી ફરી ગિફ્ટ આવી ફરી નામ નહિ પણ આ વખતે બિનીતા એ હકીકત કહી દીધી હવે તો અદ્રશ્ય પણ આગળ વધી ગયો હતો, તેણે સ્વીકારી લીધું આમ જ આ સિલસિલો બીજા સાત વર્ષ ચાલ્યો બિનીતા માટે ગયા વર્ષે બુક્સ ઉપરાંત સાચા હીરા નો હાર..અદ્રશ્ય માટે મ્યુઝિક સબસ્ક્રિપ્શન વાળો આઈફોન, આઈ પેડ અને આઈ વોચ,.રાજ માટે ભણતર ને લગતી મનોરંજક પુસ્તકો અને ગેમ્સ..કરોડો નો વેપારી અદ્રશ્ય પણ આ જોઈ ને ચોંકી ગયેલો..પણ દરેક ગિફ્ટ પર એક સરખા પ્રેમ થી હાથ ફેરવતો ખુશ થતો.આ વર્ષે શરદપૂનમ આવી પણ ગિફ્ટ ન આવી..બિનીતા ના મોં એ થી નીકળેલ દ્રષ્ટિ નું નામ.. આટલા બધા વિચારો માં અદ્રશ્ય ખોવાઈ ગયો હતો અને ભૂલી ગયો હતો કે હજી તેના હાથ બિનીતા ની કમર અને બાવડા પર જ છે.. ત્યાં પકડ વધતા જાગતી બિનીતા થી એક સિસકારો દેવાઈ ગયો..અદ્રશ્ય.. વાગે છે.. અદ્રશ્ય વર્તમાન માં પાછો આવ્યો..સોરી બિન્ની.. કહી ને બેઠો થયો..
“ઊંઘવા નું સારું નાટક કર્યું હોં તે..”બિનીતા બોલી.. “એટલે?” “દોઢ કલાક થી મારા ખોળામાં છો તું..તારી આંખો બંધ હતી પણ કપાળ ની રેખાઓ ઘણું બોલતી હતી..”

“માય ગોડ..તું દોઢ કલાક થી આમ જ સ્થિર મારા માથે હાથ ફેરવતી બેઠી છો??”
“જી હા મારા પતિદેવ..મારા પગ ની નસો જકડાઈ ગઈ છે હવે તમે જાતે મને ઊંચકી ને બેડ પર લઇ જશો..સમજ્યા??” છાતી પર હળવો મુક્કો મારી ને પોતાના બંને હાથ આગળ કર્યા બિનીતા એ.
“યસ બોસ.”સશક્ત બાવડા વાળા અદ્રશ્ય એ સિંહણશી પાતળી કમર ધરાવતી બિનીતા ને ઊંચકી અને બિનીતા એ તેની ગરદન પર હાથ મૂકી દીધા..વ્યુઈંગ ગેલેરી થી બેડરૂમ તરફ જતા સમયે બિનીતા એ પણ અદ્રશ્ય ના કાન ની બૂટ પર કિસ કરી ને તેને છંછેડ્યો.. “અહાન..આજે તો કોઈ રોમેન્ટિક મૂડ માં છે ને કાઇ..” બંને ની વાતો ચાલુ હતી..ડોરબેલ વાગી અને નોકર રામુ દરવાજા તરફ દોડયો..બંને બેડ પર બેઠા હતા અને સ્પાય કેમ થી જોયું તો એક કુરિયર બોય હતો..બંને એ એકબીજા સામે જોયું..રામુ ફરી બંને ના રૂમ તરફ આવ્યો. દરવાજે નોક કરી ને કહ્યું..સાહેબ..ખાલી તમારું નામ છે..મોકલનાર નું નામ નથી..દર વર્ષે આ સમયે આવે છે એવી ટપાલ લાગે છે..લઇ લઉં?? બંને એ હકારમાં માથું ધુણાવ્યું.. અને ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધ્યા.. ટપાલ આવી..આ વખતે કોઈ મોટું બોક્સ નહિ..માત્ર એક નાનું બોક્સ હતું..એ ખોલવા માટે કટર આપી ને રામુ જતો રહ્યો..બંને એક બીજા સામું આ બદલાયેલું બોક્સ જોઈ રહ્યા..અને ખોલ્યું.. એક ફાઈલ, એક નાનું કવર અને થોડી ચોકલેટ્સ હતી..
કવર પર અદ્રશ્ય અને બિનીતા નું નામ લખેલ હતું..સ્ત્રી સહજ ઉત્સુકતા માં બિનીતા એ નાનું કવર પહેલાં ખોલ્યું
અને અંદર થી નીકળેલ કાગળ વાંચવાનું શરુ કર્યું…

“બિનીતા, અદ્રશ્ય ને મારા થી પણ વધુ ચાહવા બદલ ખૂબ ખૂબ આભાર.. તું ખરેખર એક સંપૂર્ણ વ્યક્તિ છો..એક સારી દોસ્ત..એક સારી પત્ની..એક સારી માતા.. હા..રાજ ની આંખો પિતા ની જેમ લીલી છે પણ બાકી તો એ તારા જેવો જ લાગે છે.. રાજ ને ખૂબ પ્રેમ.. નસીબ ઈચ્છશે તો આવતા જન્મે ચોક્કસ મળીશું..પણ ખરેખર તમારા જેવું ક્યુટ કોર્પોરેટ કપલ જોઈ ને અદ્રશ્ય ની પત્ની કરતા તમારી દીકરી બનવાની ઈચ્છા વધુ થાય છે.. આ સાથે તમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્રોફાઈલ પર થી ડાઉનલોડ કરેલા તમામ ફોટોગ્રાફ્સ, તમારા વિષે ના તમામ આર્ટિકલ્સ, ઇન્ટરવ્યુઝ, કોર્પોરેટ પેજ ના તમારા ફોટોગ્રાફ્સ,બધું જ આ બેગ માં છે..સોરી..કદાચ આ વાત અદ્રશ્ય કરતા વધારે સારી રીતે તું સમજી શકીશ..એટલે જ આ બધા ની જવાબદારી તને આપું છું..સમજાવી લેજે ને એને..”

“અદ્રશ્ય,સોરી.. હું આમ તને કહ્યા વગર જતી રહી અને એ પછી કોઈ કોન્ટેક્ટ ન કર્યો…મારી મજબૂરી હતી..બિનીતા સાથે ના તારા લગ્ન માં હું ન આવી શકી પણ કદાચ તમારા બંનેના કરતા વધારે ખુશ હું હતી..રાજ ના જન્મ ના સમાચાર સમયે હું રડી હતી..બિનીતા લિમિટેડ ની પ્રગતિ પણ ઘણી જ સરસ છે..હજી આમ જ પ્રગતિ કરતો રહે એવી પ્રાર્થના..
હવે તારા મગજ માં ઉદ્ભવતા પ્રશ્નો ના જવાબ આપી દઉં..મેં આપણે સાથે નોકરી કરતા હતા ત્યારે એકાદ વાર બિનીતા ને ફરિયાદ કરેલી.. કે માસિક સમયે મને જરા વધારે દુ:ખાવો રહે છે..તેણે મને એક ડોકટર પણ સજેસ્ટ કરેલા..એમના રીપોર્ટ માં સિરિયસ મેટર હતી પણ મેં એને નોર્મલ કહી ને વાત ટાળી દીધી હતી..હું સારવાર લેતી જ હતી..પણ રોગ વધારે હતો..અને મારા ગયાના ત્રણ માસ પહેલા આવેલું કે હું ગર્ભાશય ના કેન્સર થી પીડિત છું..મને એમ હતું કે હું આની સારવાર માં પહોંચી વળીશ..પણ તેમ ન થયું..છેલ્લે મને ભારત ની બહાર જઈ ને સારવાર ની સૂચના અપાઈ..એટલે મેં ડાયરેક્ટ બોસ ને જ લેટર આપેલો.. મેં લંડન અને ભારત..બંને ના ડોકટર ને પૂછેલું.. “હું શારીરિક સંબંધ બાંધી શકું કે નહિ અને એનાથી સામે ની વ્યક્તિ ને કોઈ નુકસાન તો નથી ને??” બંને ડોકટરો ની હા પછી મેં તારી સાથે નો સંબંધ બાંધેલો..હું કદી મા જ બની શકત..એવામાં તારું પાછલું જીવન શું??અધૂરામાં પૂરું અહીં લંડન આવી ને ચાર માસ માં એક એકસીડન્ટ માં મારા બંને પગ કપાઈ ગયા..હવે તારી જિંદગી માં આવી ને શું અર્થ હતો??અને બિનીતા એ કદી મને કહ્યું ન હતું..પણ મને ખબર હતી કે એ તને ચાહે છે..ગયા વર્ષ થી આ કેન્સર લાસ્ટ સ્ટેજ માં છે એટલે લંડન માં બધું જ વેચી ને મેં અહીં બેંગ્લોર માં એક એન.જી.ઓ. શરુ કર્યું છે..

“અદ્રશ્ય સહાય”..જે અનાથાશ્રમ,નિ:સહાય સ્ત્રીઓ ના પુનર્વસન અને વૃદ્ધાશ્રમ નું કામ કરે છે..દિવ્યાંગ વ્યક્તિઓની સહાય બાબતે મને યાદ ન આવેલું.. મેં તારી કંપની ના રિપોર્ટ માં જોયું અને એ પણ એકાદ માસ થી શરુ કર્યું છે..તમને ત્રણેય ને હું બધે જ છુપાઈ છુપાઈ ને જોઈ લઉં છું. આજે જ્યાં તું પહોંચ્યો છું તે કદાચ હું સાથે હોત તો ન પહોંચાત..મારી સારવાર માં જ તારું ધ્યાન રહેત…વળી રાજ જેવું એક સરસ સંતાન પણ હું તો ન જ આપી શકત.. મારું આ જ કારણ હતું તને છોડી ને જવાનું પણ ભૂલ એટલી હતી કે આ વાત મોં પર કહેવાની હિંમત ના કરી શકી.

આ સાથે બેગ માં તારા નામ નું એક કવર છે..એમાં મારું વસીયતનામું છે..મારી બધી જ મિલકત..(અદ્રશ્ય સહાય સહિત) બિનીતા ના નામે કરું છું અદ્રશ્ય.. ..એ જ દ્રષ્ટિ..”

Image Source

બિનીતા રડી પડી…અદ્રશ્ય એ પણ પોતાની આંખો ના ભીંજાયેલા ખૂણા લૂછતાં લૂછતા જોયું..કે કાગળ પર અદ્રશ્ય સહાય નો કોન્ટેક્ટ નંબર હતો સાથે..ફોન કરી ને પૂછ્યું તો સામે અદ્રશ્ય સહાય ના મેનેજર પણ પોતાના નવા માલિક ના પતિ ને જૂના માલિક ના અવસાન ના સમાચાર આપી રહ્યા હતા..
સાર: પ્રેમ..રાધે રાધે…
નોંધ: આ વાર્તા પૂર્ણત: કાલ્પનિક છે પાત્રો સ્થળ અને સંવાદ નો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે કોઈ રચના સાથે કોઈ સંબંધ નથી..જો હોય તો માત્ર એક એક સંયોગ છે..

Author: અદ્રશ્ય: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.