બોલીવુડની દુનિયા બહારથી જેટલી રંગીન દેખાય છે એટલી જ અંદરથી અંધકારમય ભરેલી પણ છે. બૉલીવુડ કલાકારોમાં પણ સામાન્ય જનતાની જેમ દુઃખ-પરેશાની આવતા-જતા રહે છે, જો કે તેઓના આલીશાન લાઈફસ્ટાઈલની સામે તેઓના દુઃખ બહાર નથી આવતા. જેમાં અમુક વ્યક્તિગત સમસ્યા કે કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે છે. બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેઓ ગંભીર બીમારીનો શિકાર થઇ ચુક્યા છે.
એવામાં તાજેતરમાં જ બૉલીવુડ અભિનેતા ઇરફાન ખાન એક ગંભીર બીમારીના શિકાર થયા છે. આ વાતની જાણકારી તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા દર્શકોને આપી છે. ઇરફાન ખાને પોતાના જીવનના આગળના 15 દિવસોને એક સસ્પેન્સ સ્ટોરીની જેમ જણાવ્યા છે. એવામાં આજે અમે તમને એવા જ અમુક કલાકારો વિશે જણાવીશું જેઓ ગંભીર બીમારીની જપેટમાં આવી ચુક્યા છે, જેમાના અમુક બીમારીને માત આપીને અને સર્જરી કરાવીને બીમારીથી બહાર આવી ચુક્યા છે જ્યારે અમુકને બીમારીથી મૌત મળી છે.
1. સલમાન ખાન:

તમને જાણીને નવાઈ લાગશે કે બોલીવુડના દબંગ ખાન એટલે કે અભિનેતા સલમાન ખાન એક ખતરનાક બિમારથી પીડિત છે. સલમાન ખાન આગળના ઘણા સમયથી ‘ટ્રીગેમીનલ ન્યુરાલ્જિયા’ બિમારથી ગ્રસ્ત છે. આ બીમારીમાં વ્યક્તિને ઊંઘવાના સમયે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે, આ બીમારીમાં દર્દ પણ ખુબ થાય છે. આવી ગંભીર બીમારી હોવા છતાં પણ સલમાન ખાને ક્યારેય પોતાનું શૂટિંગ રોક્યું નથી અને પોતાના કામ પ્રત્યે હંમેશા મક્કમ રહ્યા છે.
2. સૈફ અલી ખાન:

જણાવી દઈએ કે વર્ષ 2007 માં પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાનને માઇનોર હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેને લીલાવતી હોસ્પિટલમાં ભરતી પણ કરાવવામાં આવ્યા હતા. જો કે ઈલાજ પછી સૈફ અલી ખાન એકદમ સ્વસ્થ થઇ ગયા હતા.
3. સોનમ કપૂર:

બોલીવુડની ફેશન ડીવા અને ફિટ દેખાતી અભિનેત્રી સોનમ કપૂર પણ બિમારથી પીડિત છે. જણાવી દઈએ કે નાનપણથી જ સોનમ કપૂર શ્યુગરની બીમારીથી પીડિત છે. ડાયાબિટીસને લીધે તેને ખાવા ખાવા-પીવામાં ખુબ ધ્યાન રાખવું પડે છે.
4. શાહરુખ ખાન:

એક સમયે શાહરુખ ખાનની 8 સર્જરી થઇ ચુકી છે. શાહરૂખ ખાન ખંભા, આંખો, ગળું, અને પગની પેનીની એમ કુલ આઠ સર્જરી અત્યાર સુધીમાં કરાવી ચુક્યા છે.
5. અનુરાગ બાસુ:

ફિલ્મમેકર અનુરાગ બાસુને વર્ષ 2004 માં ડોક્ટરોએ કહ્યું હતું કે તેના જીવિત રહેવાની સંભાવના માત્ર 50 ટકા જ છે. અનુરાગ તે સમયે કેન્સર જેવી જાનલેવા બિમારથી પીડિત હતા, જો કે તેમણે આ બીમારીને માત આપીને જીત હાંસિલ કરી છે અને આજે તે પુરી રીતે સ્વસ્થ છે.
6. ઋત્વિક રોશન:

વર્ષ 2013 માં ફિલ્મ બેંગ-બેંગની શૂટિંગના દરમિયાન ઋત્વિક રોશનના માથા પર ગંભીર ઇજા થઇ હતી. જેથી તે સમયે ઋત્વિકની બ્રેન ફ્લોન્ટ સર્જરી થઇ હતી.
7. મનીષા કોઈરાલા:

એક સમયે હજારો લોકોની ફેવરિટ રહી ચુકેલી અભિનેત્રી મનીષા કોઈરાલા વર્ષ 2012 માં ઓવરી કેન્સરથી પીડિત હતી. જો કે તેણે ખૂબ શાનદાર રીતે બીમારીને સ્વીકારી હતી અને સર્જરી કરાવીને કેન્સરને માત આપીને બહાર આવી હતી. આજે તે પુરી રીતે સ્વસ્થ છે.
8. સોનાલી બેન્દ્રે:

એક સમયે દરેક અભિનેતાઓની પહેલી પસંદ રહેનારી અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ણ અમુક સમય પહેલા જ કેન્સર બીમારી લાગુ પડી હતી, જેના પછી તે પોતાના ઈલાજ માટે ન્યુયોર્ક ગઈ હતી. કેન્સરને લીધે સોનાલીના વાળ પણ ઉતરી ગયા હતા. જો કે ઘણા મહિનાના સારવાર પછી સોનાલી કેન્સરને માત આપીને પુરી રીતે સ્વસ્થ થઇ ચુકી છે.
9. અમિતાભ બચ્ચન:

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તાજેતરમાં જ અમુક બિમારથી પીડિત છે. હાલ અમિતાભજી માત્ર 25% લીવર પર જ જીવંત છે આ સિવાય તેમને આંતરડાની પણ તકલીફ છે. મળેલી જાણકારીના આધારે ફિલ્મ ‘કુલી ના શૂટિંગ દરમિયાન અમિતાભજીને ગંભીર ઇજા થઇ હતી જેને લીધે તેને હોસ્પિટલમાં પણ ભરતી કરાવવામાં આવ્યા હતા. ભારે લોહી વહી જવાને લીધે અમિતાભજીને લોહીના બાટલા પણ ચઢાવવામાં આવ્યા હતા. જેમાં દુર્ભાગ્યવશ હિપેટાઇટિસ-બી યુક્ત લોહીને લીધે અમિતાભજીને અમુક સમય પહેલા જ હિપેટાઈટીસ-બી નું સંક્ર્મણ થયું હતું. જેને લીધે અમિતાભજીને સમયાંતરે ડોકટરી સારવાર લેવાની જરૂરિયાત રહે છે.
10.નિશા નૂર:

સાઉથના ઘણા સુપરસ્ટાર સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી નિશા નૂર જીવલેણ બીમારીનો શિકાર થઇ ગઈ હતી. નિશા નૂર 80 ના દશકની ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં રહી હતી. નિશા નૂરને એઇડ્સની ગંભીર બીમારી લાગુ પડી ગઈ હતી. આવા દુઃખના સમયમાં તેની સાર-સંભાળ લેવા માટે પણ કોઈ ન હતું. જેના પછી વર્ષ 2007 માં બીમારીને લીધે તેનું મૃત્યુ થયું હતું.
તે સમયમાં રજનીકાંતથી લઈને કમલ હસન સુધીના કલાકારો પણ તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત હતા. આટલી સફળતા પછી પણ નિશાનું જીવન વિરાન અને દર્દભર્યું રહ્યું હતું અને દુનિયા છોડીને ચાલી ગઈ. રિપોર્ટના આધારે તે સમયે રસ્તા પર મરણાસન્ન અવસ્થામાં નિશા નૂર મળી હતી અને તેની હાલત એટલી ખરાબ હતી કે તેના શરીર પર કીડાઓ પણ ચાલી રહ્યા હતા પણ તેનું ધ્યાન રાખવા માટે કોઈ ન હતું. જો કે તેના પછી તેને હોસ્પ્ટિલમાં ભરતી પણ કરાવવામાં આવી હતી અને વર્ષ 2007 માં તેની મૃત્યુ થઇ ગઈ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.