આ અબજોપતિ બિઝનેસમેને 5000 મહિલાઓ સાથે બાંધ્યા સંબંધ, બનાવી હતી એક્સેલ શીટ

અમેરિકન અબજોપતિ બિઝનેસમેન માઈકલ ગોગુએન(Michael Goguen) પર આરોપ લાગ્યો છે કે, તેમણે 5000 મહિલાઓની એક સ્પ્રેડશીટ બનાવી રાખી છે. ગોગ્યુએનને આ મહિલાઓ સાથે કથિત રીતે સંબંધ બનાવી ચુક્યો છે.

અબજોપતિ પર તેના ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા કેસ કરવામાં આવ્યો છે અને આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજમાં ખુલાસો થયો છે. માઈકલ ગોગુએન વેન્ચર ઈન્વેસ્ટમેન્ટ ફર્મ સેક્વોઈયા કેપિટલમાં ભાગીદાર હતા અને હવે પોતાની ફર્મ ચલાવે છે.

ચોંકાવનારી વાત એ છે કે આ પહેલા માઈકલ ગોગુએન પર યૌન શોષણનો પણ આરોપ લાગ્યો છે. માઈકલ ગોગુએન પરિણીત છે અને બે બાળકોના પિતા પણ છે. તેમની ઉંમર 57 વર્ષની છે.57 વર્ષીય માઈકલ ગોગુએન વિરુદ્ધ તેના ચાર ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. તે કહે છે કે માઇકલે કથિત રીતે તેની ‘હરમ’ની સંભાળ રાખવામાં મદદ માંગી હતી. ‘હરમ’ એ એવી જગ્યાનો ઉલ્લેખ કરે છે જ્યાં એક અથવા વધુ સ્ત્રીઓ અથવા પત્નીઓ રહે છે.

એક અહેવાલ મુજબ, 135 પાનાના મુકદ્દમામાં ભૂતપૂર્વ કર્મચારીઓએ ગોગ્યુન પર અનેક વૈભવી અને “ગુપ્ત ઘરો” હોવાનો આરોપ મૂક્યો છે. અને અહીં તે છોકરીઓને સંબંધ બાંધવા લઈ જાય છે. તેમના ભૂતપૂર્વ કર્મચારીઓ દાવો કરે છે કે તેમના બારના ભોંયરામાં એક ‘બૂમ બૂમ’ રૂમ પણ છે જેમા એક સ્ટ્રીપર પોલ છે. તે યુએસ સ્ટેટ મોન્ટાનામાં તેના વ્હાઇટફિશ ઘર પર છે જ્યાં તે હાલમાં રહે છે.

કેસ મુજબ, મેથ્યુ માર્શલ નામના ભૂતપૂર્વ કર્મચારીએ દાવો કર્યો હતો કે ગોગુએને તેને તેના મિત્ર બ્રાયન નેશની હત્યા કરવાનું કહ્યું કારણ કે તે તેના વિશે કંઈક જાણતો હતો. અગાઉ, તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ એમ્બર બાપ્ટિસ્ટે વર્ષ 2016 માં તેના પર ‘સતત જાતીય શોષણ’નો આરોપ મૂક્યો હતો.

ગોગુએનના એમિંટોર ગ્રુપ એલએલસીના ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે તેણે પોતાની બાબતોને છુપાવવા માટે પોતાના કર્મચારીઓની મદદ લીધી હતી જેથી તે વિરોધીઓથી છુપાવી શકાય. એક મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના બોસે તેને 1,200 ડોલર આપતા પહેલા તેને કોકેઈન અને આલ્કોહોલ પીવડાવ્યો અને બાદમાં તેની સાથે જાતીય ઉત્પિડન કર્યુ.

YC