વીજળી કંપનીએ 80 વર્ષીય વૃદ્ધને 80 કરોડનું બિલ મોકલ્યું પછી જે થયું એ બહુ ખતરનાક છે…
મહારાષ્ટ્રના નાલાસોપારામાં એક વૃદ્ધ પાસે 80 કરોડ રૂપિયાનું વીજળી બિલ આવ્યુ છે. આ બિલ જોઇને વૃદ્ધની તબિયત બગડી ગઇ હતી. બ્લડ પ્રેસરની શિકાયત બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે નાલાસોપારાના નિર્મલ ગામમાં રાઇસ મિલ ચલાવનાર 80 વર્ષિય ગણપત નાયકને તે સમયે જાટકો લાગ્યો જયારે તેમને 80 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ મળ્યું. તે હાર્ટના પેશન્ટ છે. તેઓએ બિલ જોયુ ત્યારે તેમનું બ્લડ પ્રેશર વધી ગયુ હતુ અને તેમની તબિયત બગડવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૂંબઈમાં ઇલેક્ટ્રીસિટી સપલાઈ કંપની (MSEDCL) તરફથી 80 કરોડ 13 લાખ 89 હજાર 6 રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે. નાયક પરિવાર વસઇમાં છેલ્લા 20 વર્ષથી એક રાઈસ મિલ ચલાવે છે. કોરોનાની મહામારીમાં લોકડાઉનના કારણે તેમનો ધંધો મંદ થઈ ગયો છે. એવામાં કરોડોનું વીજળી બિલ તેમને મોકલવામાં આવ્યું છે. આ બિલ જોઇને જ તેમનું બ્લડ પ્રેશર વધી ગયુ હતું.

MSEDCLએ જણાવ્યુ કે, તે એક અજાણ ત્રુટિ હતી અને બિલ જલ્દી જ બરાબર થઇ ગયું. MSEDCLએ કહ્યુ કે, ભૂલ મીટર રીડિંગ વાળાની હતી તેઓએ કંપનીને 6 અંકની જગ્યાએ 9 અંકનું બિલ બનાવીને આપ્યુ હતું. MSEDCLએ કહ્યુ કે, તેઓ તેમની ભૂલ સુધારી નવું બિલ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, ઘણીવાર આવા બિલ અનેક ગ્રાહકોને આવે છે અને પછી તપાસ કરતા જણાવવામાં આવે છે કે, ભૂલ મીટર રીડિંગ વાળાની હતી.