જિંદગીમાં સફળ થવું કે પછી ધોમ રૂપિયા કમાવા છે કે પછી ગરીબ રહેવું છે? તો આ બિલ ગેટ્સ ની આ વાત વાંચજો: બિલ ગેટ્સનું નામ કોઈએ ના સાંભળ્યું હોય એવું તો બને જ નહિ, આખી દુનિયાના નામ ભુલાઈ જાય પરંતુ બિલ ગેટ્સ અને ધીરભાઈ અંબાણીની ઓળખ તો ઊંઘમાંથી ઉભા કરીને પૂછીએ તો પણ મળી જાય.

દુનિયાના પહેલા નંબરના ધનિક એવા બિલ ગેટ્સ ધનવાનની સાથે મહાન પણ છે તે આપણને ઘણી વાતો દ્વારા જાણવા મળે છે, પરંતુ ધીરુભાઈ અંબાણી હોય કે બિલગેટ્સ તેમની સફળતા પાછળ પણ ઘણી એવી બાબતો રહેલી હોય છે જેને જાણવી ખુબ જ જરૂરી હોય છે. તેમની આ બાબતો જ તેમને ધનવાનની સાથે મહાન પણ બનાવે છે. આજે અમે તમને બિલ ગેટ્સની એવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે પણ એમની આ વાત અનુસરતો સફળતા તમને પણ જરૂર મળશે.

એક દિવસ બિલ ગેટ્સ તેમના શહેરની એક હોટેલમાં જમવા માટે ગયા હતા, હોટેલના સ્ટાફ અને વેઈટરે તમેને ખુબ જ આદર ભાવથી જમાડ્યા, બિલ ગેટ્સને પણ જમવાનું સારું લાગ્યું, જમી લીધા બાદ બિલ ગેટ્સે બિલ ચુકવ્યું, બિલ ગેટ્સે આપેલા ડોલરમાંથી થોડા ડોલર વધ્યા હતા એ લઈને એક વેઈટર તેમના ટેબલ ઉપર મૂકી ગયો, બિલ ગેટ્સ ક્યારેય ટીપ આપવાનું ચુકતા નહિ, તેમને વધેલા ડોલરમાંથી 10 ડોલર ટીપ રૂપે મૂક્યા અને બાકીના ખિસ્સામાં રાખી દીધા. વેઈટરે જયારે એ ટીપ ઉઠાવી ત્યારે તેને નવાઈ લાગી અને તે બિલ ગેટ્સ સામે પ્રશ્નાર્થ ભાવથી જોવા લાગ્યો, બિલ ગેટ્સને સમજાઈ ગયું કે આ વેઈટરઆ મનમાં કોઈ પ્રશ્ન જરૂર છે, તેને પાસે બોલાવી બિલ ગેટ્સે પૂછ્યું: “તમને કોઈ મૂંઝવણ છે?”

ત્યારે પેલા વેઈટરે જવાબ આપ્યો: “મને થોડી નવાઈ લાગી, આજે તમે ટીપમાં 10 ડોલર આપ્યા જયારે થોડા દિવસ પહેલા તમારી દીકરી આજ હોટેલમાં જમવા માટે આવી હતી ત્યારે તેને મને 100 ડોલરની ટીપ આપી હતી, તમે તો દુનિયાના સૌથી મોટા ધનવાન છો, તે છતાં પણ તમે તમારી દીકરી કરતા ઓછી ટીપ આપી એ જાણીને નવાઈ લાગી.”

બિલ ગેટ્સ થોડું હસ્યાં અને પછી કહ્યું: “જો ભાઈ, એ દુનિયાના સૌથી આમિર વ્યક્તિની દીકરી છે, માટે એ 100 ડોલરની ટીપ આપી શકે છે, પરંતુ હું તો એક સામાન્ય ગરીબ માણસનો દીકરો છું, અને આ વાત હું ક્યારેય નથી ભૂલતો જેના કારણે હું 10 ડોલર જ ટીપ આપી શકવાને લાયક મારી જાતને સમજુ છું.” જો બિલ ગેટ્સ જેવી સૌથી ધનવાન વ્યક્તિ પણ આ સામાન્ય બાબત માટે આટલી વિચારશીલ હોય તો વિચારો આપણે કેટલા વિચારશીલ છીએ? આપણા ઘરે જયારે કોઈ દાન લેવા માટે આવે અને કહે કે “તમારા પાડોશીએ 500 લખાવ્યા છે” તો તેનાથી પોતાની જાતને ચડિયાતી બતાવવા માટે આપણે 1000 પણ આપી દઈએ. ખરું ને!

જીવનમાં જો સફળતા મેળવવા માંગતા હોય તો આવી નાની નાની અને સામાન્ય બાબતોનું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ, કોઈની દેખાદેખીમાં ક્યારેય પોતાની પરિસ્થતિ ના ભૂલવી જોઈએ અને જયારે સફળતા મેળવવા અગ્રેસર હોઈએ ત્યારે અભિમાન પણ ના છલકવું જોઈએ ત્યારે જ તમે એક સફળ વ્યક્તિ બની શકો છો.