બિલ ગેટ્સના હતા કર્મચારી સાથે સંબંધ, તપાસ શરૂ થયા પહેલા આપ્યુ રાજીનામુ પછી એક દિવસ

બિલ ગેટ્સના લગ્ન થઇ ગયેલ હોવા છત્તાં પણ કંપનીના એન્જીનિયર સાથે ચાલતું હતું લફરું, પછી ખુલ્યું એક રાઝ

માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સ છેલ્લા કેટલાક સમયથી પત્ની મેલિંડા ગેટ્સ સાથેના તલાકને લઇને ચર્ચામાં છે. આ સાથે જ તે તેમના પર્સનલ લાઇફને લઇને કેટલાક ખુલાસા થઇ રહ્યા છે.

હાલમાં જ એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બિલ ગેટ્સના લગ્ન થઇ ગયેલ હોવા છત્તાં તે મહિલા કર્મચારીને ડેટ પર જવા માટે પૂછતા હતા. ત્યાં જ એક મહિલા કર્મચારી સાથે તેઓ રોમાંટિક રિલેશનશિપમાં હતા.

આ અફેરનો ખુલાસો ત્યારે થયો જયારે આ મહિલાએ વર્ષ 2019માં કંપનીના બોર્ડને પત્ર લખી આ અફેરની ડિટેલ્સ શેર કરી હતી. તમને જણાવી દઇએ કે, બિલ ગેટ્સે મેલિંડા સાથે વર્ષ 1994માં લગ્ન કર્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર તે બાદ કંપનીની એક બોર્ડ કમિટીએ આ મામલે તપાસ શરૂ કરી. આ તપાસ દરમિયાન માઇક્રોસોફ્ટે કર્મચારીને પૂરો સપોર્ટ આપ્યો, જો કે તપાસ પૂરી થયા પહેલા બિલ ગેટ્સે કંપનીને રાજીનામુ આપી દીધુ હતુ. WSJ સાથે વાતચીતમાં કંપનીની એક પ્રવકતાએ જણાવ્યુ હતુ કે, તેમના રાજીનામા સાથે આ મામલાને કોઇ લેવા દેવા હતુ નહિ.

Shah Jina