...
   

રાજકોટમાં શાતિર દિમાગ વાળી યુવતીએ ભીમજી ઝવેરી શોરૂમના કર્મચારીને ઘરે બોલાવી 1.48 કરોડની લૂંટ કરી, હવે ચોંકાવનારી વિગત સામે આવી

ગુજરાતમાંથી અવાર નવાર ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આ ચોરી હજારો તો ઘણીવાર લાખો અને કરોડોની હોય છે.ત્યારે હાલમાં જ શનિવારના રોજ રાજકોટમાંથી 1.48 કરોડની લૂંટની ઘટના સામે આવી હતી. ત્યારે આ લૂંટ ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના શોરૂમમાંથી થઇ હતી. આ શોરૂમના કર્મચારીને ઘરે બોલાવી આરોપી મહિલાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જો કે, તેણે એવું શાતિર દિમાગ વાપર્યુ હતુ કે કોઇ પણ હેરાન રહી જાય. રૈયા રોડ પર રહેતા અને યાજ્ઞિક રોડ પર આવેલ ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીના મેનેજરને બિલ્કિસ બાનુએ રાખડી બાંધી ભાઇ બનાવ્યા અને પોતાના વિશ્વાસમાં લીધા હતા.જે બાદ તેણે મોમીન સોસાયટીમાં પોતાના ઘરે બોલાવી મેનેજર પાસેથી 1.48 કરોડની લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

જો કે, ઘટનાની જાણ પોલિસને તા જ આ મહિલા પકડાઇ ગઇ હતી અને પોલિસે તેને જેલના સળિયા પાછળ ધકેલી હતી. આ ગુનામાં મહિલાનો પુત્ર અને પિતા પણ સામેલ છે, પરંતુ હાલ પોલિસ તેમની શોધખોળ કરી રહી છે. ઘટનાની વિગત જોઇએ તો, રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના એક શોરૂમમાં રેગ્યુલર ગ્રાહક તરીકે આવતી શહેરના જ બજરંગવાળી વિસ્તારમાં રહેતી બિલ્કીસબાનુંએ આ ચોરીને અંજામ આપ્યો હતો. શોરૂમ દ્વારા બિલ્કીસબાનું રેગ્યુલર કસ્ટમર હોય શોરૂમના બે સેલ્સમેન અને બે સેલ્સ ગર્લ્સ સાથે સોના અને ડાયમંડના ઘરેણા તેના ઘરે જોવા માટે મોકલવામાં આવ્યા હતા.

ત્યારે શોરૂમના કર્મચારીઓ ઘરેણાં લઈને ઘરે આવે તે પહેલા જ બિલ્કિસબાનુંએ અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું, તેના પ્લાન પ્રમાણે તેના પિતા અને પુત્ર ઘરે જ હાજર હતા. પહેલા બિલ્કિસબાનુંએ ખરેખર ઘરેણા ખરીદવા હોય તેવું નાટક કર્યું. તેને ગમતા 1.48 કરોડની કિંમતના ઘરેણા તેને બાજુમાં રખાવ્યા. જેના બાદ 1.48 કરોડના ઘરેણાં ભરેલું બોક્સ સેલ્સ પર્સનના હાથમાં ઝુંટવી અને તેમની ક્રેટા કાર લઈને ફરાર થઇ ગયા.આ ઘટના બાદ શોરૂમના સંચાલક દ્વારા તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી હતી, ક્રેટા કારની તપાસ કરતા તે લાવારિસ હાલતમાં મળી આવી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જેના બાદ બિલ્કીસબાનુંને પણ પોલીસ લૂંટના ઘરેણા સાથે ઝડપી પાડી હતી. પરંતુ હજુ પણ બિલ્કીસબાનુંના પિતા હનીફ સોઢા અને તેનો સગીર દીકરો ફરાર છે. પોલીસે હાલ ચોરીનો માલ અને બિલ્કીસબાનુંને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ બાબતે TBZ શો-રૂમના મેનેજર વિશાલભાઇ શુક્લએ દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કોરોના પહેલા બિલ્કિસે શો-રૂમની મુલાકાત લીધી એ સમયે તેને ગ્રાહક તરીકે બહેન કહીને તેને સંબોઘી હતી.

ત્યારબાદ વાતચીત વધારી તમે મને બહેન કહો છો તો રાખડી નહિ બંધાવો તેમ કહેતા મેનેજર વિશાલભાઇએ રાખડીનો સ્વીકાર કર્યો હતો અને આરોપી બિલ્કિસ બાનુ પાસે રાખડી પણ બંધાવી હતી. જો કે, તે બાદ ઇદના દિવસે બિલ્કિસે ફોન કરી મેનેજરને કહ્યુ હતુ કે, આજે ઈદ છે ફોન કેમ ન કર્યો, ત્યારે વિશાલભાઇએ કહ્યુ કે, ભુલાઈ ગયું જે બાદ બિલ્કિસે કહ્યુ કે, પ્રસાદીનો ખીર ખુરમો મોકલાવું છું. આવી રીતે આરોપીએ શાતિર દિમાગ વાપરી મેનેજરને વિશ્વાસમાં લીધા હતા.બિલ્કિસ રેગ્યુલર ગ્રાહક હોવાને કારણે વિશ્વાસ કેળવાઈ ગયો.

Shah Jina