દિલધડક સ્ટોરી

એક સમયે વીણતો હતો કચરો, આજે બની ગયો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો એક યુવકની કચરા વીણવાથી એમ્બેસેડર બનવાની રોચક કહાની

કચરો વીણવા વાળો આ સીધોસાદો છોકરો અત્યારે મૂવી સ્ટારથી પણ આગળ, જાણો તેની રોચક કહાની

હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સ્વચ્છ શહેરને ક્રમાંક પણ આપવામાં આવે છે. હાલમાં જ એક યુવકે પ્રધાનમંત્રીની આ યોજના અંતર્ગત એક એવું કામ કર્યું જેનો ઉલ્લેખ ખુદ નરેન્દ્ર મોદીએ તેના ‘મન કી બાત’માં કર્યો હતો.

Image Source

જમ્મુ-કાશ્મીરમાં યુવાન બીબાલ ડારને શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રાન્ડ એમ્બેસેડરની પસંદગી કરી હતી. બીબાલે વુલ્લર તળાવની સફાઇમાં તેની આજીવિકા શોધી હતી. વુલર તળાવ એશિયા નો બીજો અને સૌથી મોટો તાજા પાણીનો તળાવ છે.

બીબાલ છેલ્લા ઘણા વરસોથી તળાવ માંથી કચરો વીણી તેને વેચીને 150થી 200 રૂપિયાની આજીવિકા મેળવતો હતો. બીબાલ આ રીતે રોજગારી મેળવી તેનું તેની માટે અને 2 બહેનોની રોજીરોટી ચલાવતો હતો. બિબાલના પિતાને કેન્સરની બીમારી હોય 2007માં જ મૃત્યુ પામ્યા હતા.

Image Source

તેના પિતાની જે બચત હતી તે થોડા વર્ષ સુધી જ ચાલી શકી હતી. બાદમાં બિલાલ જયારે સાતમા ધોરણમાં હતો ત્યારે તેને માતા પાસે સ્કૂલની ફી ભરવા માટે પૈસા માંગ્યા ત્યારે તેની માતાની આંખ આંસુથી ભરાઈ ગઈ હતી. આ સ્થિતિમાં બિલાલે અભ્યાસની સાથેર કાર રીપેરીંગથી માંડીને નાના-મોટા કામ કર્યા હતા.

Image Source

આમ છતાં બિલાલના દુઃખનો અંત આવ્યો ના હતો. એક દિવસ એક પર્યટકે હોટેલ માલિકને કહ્યું હતું કે, જો બાળકેને કામથી દૂર કરવામાં નહીં આવે તો બાળ મજુરી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Image Source

આ બાદ બિલાલ કચરો વીણીને તેના ઘરનું ગુજરાન કરતો હતો , બિલાલના કામને કારણે સ્થાનિક ફિલ્મ નિર્માતા જલાલુદ્દીન બાબાએ તેમના પર્યાવરણની રક્ષા માટેના સંઘર્ષો અને તેમના બચાવના સંઘર્ષો ઉપર ‘સેવિંગ ધ સેવિયર – સ્ટોરી ઓફ અ કિડ એન્ડ વુલર લેક’ નામની એક દસ્તાવેજી બનાવ્યો હતો.

Image Source

બિલાલને આ બાદ પ્રસિદ્ધિ મળી હતી. રાજ્યપાલ એન.એન. વ્હોરાએ પ્રોત્સાહન રૂપે બિલાલને 10,000 રૂપિયાનો ચેક આપ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર આબીદ રશીદ શાહને બિલના ભાવિ વિકાસને વિકાસમાં સહયોગ આપવા વિનંતી કરી હતી.

Image Source

હાલમાં બિલ્લાંને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા તેને એક સ્પેશિયલ યુનિફોર્મ અને એક ગાડી આપવામાં આવી હતી. જેનાથી લોકોની પાસે જઈને ઘર અને દુકાન વિસ્તારમાં લોકોને મળીને સ્વચ્છતા અંગે સંભાળી શકે.

નરેન્દ્ર મોદીએ આ વાતનો ઉલ્લેખ તેની ‘મન કી બાત’માં કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, બિલાલે એક વર્ષમાં 12 હજાર કિલો કચરાનોનિકાલ કર્યો હતો. ગંદકીના કારણે વુલર તળાવ 72 કિલોમીટરન થઇ ગયું હતું. ગંદકી પહેલા આ તળાવ 272 કિલોમીટરમાં ફેલાયેલું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.