રેલવે ટ્રેક ઉપર બાઈક લઈને ઉભો હતો, ત્યારે જ આવી ગઈ સુપરફાસ્ટ ટ્રેન, બાઈકનું ટાયર ફસાઈ ગયું અને પછી… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

ઘણા લોકો એવા હોય છે જે સાવધાની નથી રાખતા અને તેના જ કારણે ક્યારેક દુર્ઘટનાનો શિકાર પણ બનતા હોય છે. ઘણીવાર તમે લોકોને રેલવે ક્રોસિંગ ઉપર જોયા હશે કે ફાટક બંધ હોવા છતાં પણ લોકો આગળ નીકળવા માટે જાય છે અને ત્યારે જ તે દુર્ઘટનાનો પણ શિકાર બનતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંધ ફાટક પાર કરવા ગયેલા એક વ્યક્તિની બાઇકના ટ્રેને ટુકડે ટુકડા કરી નાખ્યા.

આ સમગ્ર મામલો યુપીના ઈટાવા શહેરના રામનગર રેલ્વે ફાટકનો છે, જ્યાં 26 ઓગસ્ટના રોજ હટિયાથી આનંદ વિહાર જઈ રહેલી ઝારખંડ સ્વર્ણ જયંતિ એક્સપ્રેસની ચપેટમાં એક બાઈક સવાર આવતા આવતા બચી ગયો. જો કે, તેમાં ભૂલ બાઇક સવારની હતી. માહિતી એવી છે કે પોલીસે તે બાઇક સવાર સામે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટના રેલવે જંક્શનથી લગભગ 100 મીટરના અંતરે થઈ હતી.

વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રોસિંગ પરના ગેટ ડાઉન થયા બાદ પણ લોકો પોતાના વાહનો લઈને આગળ વધી રહ્યા હતા. દરમિયાન બીજા ટ્રેક પર સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ આવી હતી. આ દરમિયાન લોકોએ ટ્રેનને આવતી જોઈ અને પછી બધા પાછળ હટવા લાગ્યા. આ દરમિયાન એક બાઇક સવારનું બાઇક ટ્રેક પર ફસાઇ ગયું અને પછી તેને બાઇક છોડીને ભાગી જવાની ફરજ પડી. ત્યારે સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ તે બાઇક પર તેજ ગતિએ પસાર થઈ હતી અને બાઇકના ટુકડે ટુકડા થઇ ગયા.

સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ દિલ્હીથી કાનપુર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત 26 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ રામનગર રેલવે ફાટક પર થયો હતો. તે જ સમયે જ્યારે ટ્રેને બાઇકને કચડી નાખ્યું ત્યારે ટ્રેનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ દરમિયાન બાઇકચાલકે બાઇક છોડીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે તેની બાઇકને બચાવી શક્યો નહોતો. આ યુવકની ઓળખ થઈ ગઈ છે અને પોલીસે તેની સામે ગુનો પણ નોંધ્યો છે અને તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

Niraj Patel