મેળામાં થતા મોતના કુવાનો દર્દનાક વીડિયો, સ્ટન્ટબાજી કરી રહેલા બે બાઈક સવાર ધડામ દઈને નીચે પડ્યા, કાર પણ તેમની ઉપર આવીને પડી, જુઓ વીડિયો

મોતના કુવામાં સર્જાયો ભયાનક અકસ્માત, પહેલા સ્ટન્ટ કરતા બે બાઈક સવાર પડ્યા અને તેમની ઉપર કાર પડી, જુઓ વીડિયો

મેળો જોવો દરેક વ્યક્તિને ગમતો હોય છે. નાના બાળકો તો મેળાને લઈને ખાસ ઉત્સાહિત પણ હોય છે, મોટેરાઓ પણ મેળાની અંદર જઈને આનંદ માણતા હોય છે. આજે ભલે મેળા ઓછા થઇ ગયા, પરંતુ જ્યાં પણ મેળા થાય છે ત્યાં લોકો આનંદ માણવા માટે પહોંચી જતા હોય છે. ઘણા મેળાની અંદર કરતબ બતાવવા માટે પણ લોકો આવતા હોય છે, અને તેમના કરતબથી દિલ જીતી લેતા હોય છે.

મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય છે મોતનો કૂવો. જ્યાં બાઈકર્સ મોતના કુવામાં જીવના જોખમે એવા કરતબ બતાવે છે કે જોઇને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ત્યારે હાલ મોતના કુવામાં થયેલી એક મોટી દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે.

આ વીડિયો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે, જ્યાં એક મેળામાં ‘મૌત કા કુઆં’ સ્ટંટ દરમિયાન થયેલા અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. મોતના કૂવામાં સ્પીડમાં દોડી રહેલી બે બાઇક અચાનક નીચે જમીન પર પડી અને ત્યારબાદ એક મારુતિ કાર પણ જમીન પર બાઇક સવારો પર પડી. આ અકસ્માતનો લાઈવ વીડિયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો અમરોહા જિલ્લાના ઉઝારી શહેરનો છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  ત્યાં મેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક સવારોને ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Niraj Patel