ફાટક બંધ થતા ઝડપથી વાહન લઈને નીકળતા લોકો સાવધાન ! વીડિયોમાં જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઈ જશે

આમાં વાંક કોનો ?? બંધ થઇ રહેલી ફાટકને ઝડપથી પાર કરી રહ્યા હતા લોકો, અને પછી થયું એવું જેનો ડર હતો !!

સોશિયલ મીડિયામાં અકસ્માતને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોઈને કમકમાટી પણ વછૂટી જાય, આપણે ઘણા લોકોને ઓવર ટેકના ચક્કરમાં અકસ્માતનો ભોગ બનતા જોય છે તો ઘણા લોકો રેલવે ક્રોસિંગ ઉપર થોડીવાર પણ રાહ નથી જોઈ શકતા, ઘણા લોકો જો ફાટક બંધ થવાની તૈયારી હોય તો બમણી ઝડપે પોતાનું વાહન દોડાવી ફાટકની બીજી બાજુ નીકળી જવાનું વિચારે છે.

પરંતુ આવા લોકો માટે જ એક ચેતવણી રૂપ અકસ્માત સામે આવ્યો છે. જેને જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. આઅકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ફાટક બંધ થઇ જવાના ચકકમાં પુરપાટ ઝડપે બાઈક લઈને ફાટક પાસે આવે છે અને તેનો અકસ્માત થાય છે.

વાયરલ વીડિયોન અંદર જોવા મળી રહ્યું છે કે રેલવે ફાટક બંધ થવાની તૈયારીમાં છે. જે બાબતનું વોર્નિંગ સાયરન પણ વાગી રહ્યું છે, અને ઘણા બધા વાહનો ઉતાવળમાં જ ફાટકની એક તરફથી બીજી નીકળતા હોય છે, થોડીવાર સુધી એમ જ ચાલતું રહે છે અને ફાટક બંધ નથી થઇ રહી, જેમ જેમ વાહનોનો ઘસારો ઓછો થાય છે તેમ ફાટક નીચે આવે છે અને આખરે ફાટક બંધ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


પરંતુ ફાટક બંધ થયા પછી પણ એક વ્યક્તિ ફાટક પાર કરવાના ચક્કરમાં બાઈક લઈને પુરપાટ ઝડપે આવતો હોય છે અને તે સીધો જ ફાટક સાથે અથડાઈને નીચે પડી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel