વાહનની સ્પીડ હંમેશા રોડ પ્રમાણે રાખવી જોઈએ. પરંતુ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં વ્યક્તિ રોડ પ્રમાણે નહીં પરંતુ તેની મજા પ્રમાણે સ્પીડમાં બાઇક ચલાવી રહ્યો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન પોઝ આપવો તેના માટે ભારે બની જાય છે. કેટલાક લોકો વાહન ચલાવતી વખતે હવા સાથે વાત કરે છે. પરંતુ તેમ છતાં જો કોઈ વ્યક્તિ સ્પીડમાં વાહન ચલાવતી વખતે ધ્યાન કેન્દ્રિત કરે તો તે મોટી દુર્ઘટનાથી બચી શકે છે. બીજી તરફ જો કોઈ વધુ સ્પીડમાં બાઇક ચલાવતી વખતે બેદરકારી દાખવે તો તે સીધો જ તેના જીવ સાથે ખેલ કરી રહ્યો છે.
એક બાઇકરનો આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે વિન્ડિંગ રોડ પર બેદરકારીપૂર્વક બાઇકને વધુ સ્પીડમાં હંકારી રહ્યો હતો. બાઇક ચલાવતી વખતે તે કેમેરામેનની સામે પોઝ આપવા માટે બાઇકના બંને હેન્ડલ પરથી પોતાના હાથ હટાવી લે છે. તેણે પોતાની ભૂલનું પરિણામ માત્ર 2 સેકન્ડમાં ભોગવવું પડે છે. હવે જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે ત્યારે કેટલાક યુઝર્સ તેની મજા લઈ રહ્યા છે. કેટલાક લોકો તેમની તબિયત વિશે પૂછતા પણ જોવા મળે છે.
રસ્તાની સાઈડમાં ઉભા રહીને એક વ્યક્તિ આ વીડિયો બનાવી રહ્યો છે. આ દરમિયાન ઘણા વાહનો સામાન્ય ગતિએ ત્યાંથી પસાર થાય છે. કારણ કે તે રસ્તો ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો હતો. એટલે લોકો પણ આરામથી આવતા-જતા હોય છે. પરંતુ આ દરમિયાન હીરોગીરી બતાવતો એક શખ્સ પૂરપાટ ઝડપે બાઇક લઈને આવી રહ્યો છે.
કેમેરામેનને જોતા જ, તે બાઇકના બંને હેન્ડલ પરથી હાથ હટાવીને પોઝ આપવાનો પ્રયાસ કરે છે. અને બીજી જ સેકન્ડે તેની બાઇક બેલેન્સ ગુમાવી દે છે. પછી તે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તે ફંગોળાય જાય છે. આ વીડિયો જોઈ યૂઝર્સ કોમેન્ટ સેક્શનમાં બાઇકની કન્ડિશન વિશે પૂછીને તેની મજા લઈ રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, ભાઈ હવે તમે ઠીક છો? બીજાએ લખ્યું કે, આ વ્યક્તિએ રીલ લાઈફ ખાતર પોતાનું વાસ્તવિક જીવન દાવ પર લગાવી દીધું. ચોથા યુઝરે લખ્યું કે, બાઇક એવી રીતે ચલાવો કે ચાર લોકો તમને અપશબ્દો બોલે.
આ રીલ @its_saddam3 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ રીલને 9.6 મિલિયન વ્યુઝ અને 3 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શનમાં 8 હજારથી વધુ પ્રતિક્રિયાઓ મળી છે.
View this post on Instagram