વાયરલ

આ ભાઈ બોટ ઉપર ચઢાવતો હતો બાઈક પરંતુ ત્યારે જ થઇ ગયો મોટો કાંડ, વીડિયો જોઈને પેટ પકડી હસવા લાગશો

આજે સોશિયલ મીડિયા મનોરંજનનું એક મોટું માધ્યમ બની ગયું છે. આજે મોટાભાગના લોકો  સ્માર્ટ ફોન છે અને સ્માર્ટ ફોનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તે ઘરે બેઠા જ આ કહી દુનિયા વિશે જાણી શકે છે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો પણ રાતો રાત વાયરલ થતા હોય છે અને આ વાયરલ વીડિયોને જોઈને આપણે પણ ઘણીવાર હેરાન રહી જઈએ છીએ તો ઘણા વીડિયો જોઈને પેટ પકડી હસવા લાગીએ છીએ.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ પેટ પકડીને હસવા ચોક્કસ લાગશો,.વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર કેટલાક લોકો ભેગા મળી અને બાઈકને બોટમાં ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેમનો આ દાવ ઊંધો પડી જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ બાઇકને બોટમાં ચઢાવવા માંગે છે. જેના માટે તે રોડના કિનારા અને બોટની બચ્ચે એક પાટિયું પણ મૂકે છે અને તેના દ્વારા તે બાઈકને બોટ ઉપર લઇ જાય છે . એક વ્યક્તિ આગળ ઉભો છે અને બીજો વ્યક્તિ પાછળથી ધક્કો મારી રહ્યો છે.

અચાનક જ પાછળ વાળો વ્યક્તિ બાઈક છોડી દે છે. આગળ વાળો વ્યક્તિ ધીમે ધીમે આગળ બાઇકને લઇ જાય છે, પરંતુ પાછળથી બાઈક પકડેલું ના હોવાના કારણે તે સીધું જ પાણીમાં પડી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસન્દ કરી રહ્યં છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.