બાઈક ઉપર આ વ્યક્તિએ કર્યા એવા મરણીયા સ્ટન્ટ કે જોઈને લોકોએ કહ્યું, “આ વહેલો યમરાજ જોડે જવાનો છે !” જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લોકો પોતાની અદભુત પ્રતિભા પણ બતાવતા હોય છે. તો ઘણીવાર ઘણા લોકોના જુગાડુ વીડિયો પણ સોશિયલ મીડિયામાં લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં એક બાઈક સવારનો અનોખો સ્ટન્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આજે સોશિયલ મીડિયામાં લોકો પ્રખ્યાત થવા માટે શું શું નથી કરતા, આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે, જેમાં એક બાઈક સવાર એવા સ્ટન્ટ બતાવે છે કે તેને જોઈને કોઈની પણ આંખો ચકરાઈ જાય. સોશિયલ મીડિયામાં આ બાઈક સવારનો વીડિયો વાયરલ થવાની સાથે જ નેટીજન્સ પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ હાઇવે ઉપર બાઈક ચલાવી રહ્યો છે. પરંતુ તે જે રીતે બાઈક ચલાવે છે તે ખુબ જ ખતરનાક અને ભયાનક છે. બાઈક ચલાવતા સમયે તે વ્યક્તિ પતંગિયાની જેમાં પોતાના હાથ-પગ હલાવે છે, તો ક્યારેક તે બાઈક ઉપર આખો ઉભો પણ થઇ જાય છે. આ બાઈક ચાલકનો વીડિયો પાછળ ચાલી રહેલા કોઈ વાહનમાં બેઠેલા વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકોનો ગુસ્સો પણ કોમેન્ટમાં ફૂટ રહ્યો છે, ઘણા લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે જો આ વ્યક્તિ આજ રીતે બાઈક ચલાવશે તો બહુ જ જલ્દી યમરાજ સાથે પણ તેનો ભેટો થઇ જશે. આ વીડિયોમાં જોવા મળી રહેલો સ્ટન્ટ ખુબ જ ભયાનક અને ખતરનાક છે, ગુજ્જુરોક્સ આવા સ્ટન્ટનું સમર્થન નથી કરતું.

Niraj Patel