સ્પીડમાં આવતી બીંકે રોડ ક્રોસ કરી રહેલી મહિલા હવામાં ઉડી, વીડિયો જોઇ તમે પણ ગભરાઇ જશો

બાઇક સવારે મહિલાને હવામાં ઉડાડી દીધી, હિમ્મત હોય તો જ જોજો વીડિયો, બાકી રેવા દેજો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે અનેક અકસ્માતોના કિસ્સા બનતા હોય છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં કોઇ મોતને પણ ભેટતા હોય છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં રસ્તા પર ચાલતા લોકો માટે ઝડપી વાહનો અકસ્માતનું કારણ બની રહ્યા છે.

એક ઘટનામાં પુરપાટ ઝડપે આવતા બાઇકે મહિલાને જોરદાર ટક્કર મારતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના 27 સપ્ટેમ્બરના રોજની હોવાનું કહેવાય છે.એક ઝડપી બાઇક સવારે દૂધ લેવા જઇ રહેલી મહિલાને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાઇકની સ્પીડ એટલી ઝડપી હતી કે મહિલાને બાઇક સાથે લાંબા અંતર સુધી ખેંચી ગઇ હતી.

પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે. બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસ સીસીટીવી ફૂટેજ પરથી તેને શોધી રહી છે. મંગળવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે શક્તિસિંહની પત્ની રેણુ દૂધ લેવા જતી હતી. આ દરમિયાન એક ઝડપી બાઇકે તેને ટક્કર મારી, જેના કારણે બંને હાથ તૂટી ગયા. તેમણે જણાવ્યું કે ઓપરેશન બાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણકારી મળતા જ મહિલાના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ સમગ્ર ઘટના રોડની પાસે લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંથી પસાર થતા વાહનો ખૂબ જ ઝડપી છે. જેના કારણે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતો થાય છે. લોકોએ જણાવ્યું કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ,

જેથી વાહન ચાલકો પસાર થતી વખતે સ્પીડ ઓછી કરી શકે અને અકસ્માતો અટકી શકે. ઘાયલના પતિએ જણાવ્યું કે આરાઘરથી ​​મોડલ કોલોની, ગુરુ તેગ બહાદુર રોડ થઈને ટાવર થઈને ફવવારા ચોક સુધી વાહનોની અવરજવર વધી ગઈ છે. ફવારા ચોક અને આરાઘર વચ્ચે રોડ બાયપાસ બની ગયો છે. આરાઘરથી લોકો મેઈન રોડથી ફુવારા ચોક તરફ જાય છે, પછી મધ્યમાં દારૂના ઠેકાની બહાર, પછી શાકમાર્કેટ, ત્યારબાદ ઈન્કમટેક્સ ચોક અને પછી ફુવારા ચોકમાં ટ્રાફિક જામ થાય છે.

આવી સ્થિતિમાં આ એક કિલોમીટરનું અંતર કાપવામાં ઘણો સમય લાગે છે. વસાહત દ્વારા લોકો કોઈપણ જગ્યાએ રોકાયા વગર પહોંચી જાય છે, જેના કારણે માર્ગ પર વાહનોનું દબાણ વધી જાય છે તેમજ વાહનો ખૂબ જ ઝડપે જાય છે. બીજી તરફ ઈન્સ્પેક્ટર દલનવાલા એનકે ભટ્ટે જણાવ્યું કે આરોપી યુવકની શોધ ચાલી રહી છે.

Shah Jina