ખબર

બાઇકમાં આવી લગાવો સિમ કાર્ડ, ચોરી થવા પર તરત જ ખબર પડી જાશે લોકેશન….જરૂરી માહિતી

જો તમને એ વાતની ચિંતા છે કે ક્યાંક તમારી બાઈક, કાર કે સ્કૂટર ચોરી ના થઇ જાય! પણ હવે તમારે આ સમસ્યા થી ચિંતિત થવાની કોઇ જ જરૂર નથી કેમ કે હવે તમે તમારા વાહન ને મોબાઈલ સિમકાર્ડ ની મદદથી સુરક્ષિત કરી શકો છો. બજારમાં પણ એવા ઘણા ઉપકરણો છે જેમાં સીમકાર્ડ લગાવીને તમે તેને તમારા વાહન માં છુપાવી શકો છો અને વાહન ચોરી થવા પર તમે તરત જ તેને ટ્રૈક પણ કરી શકો છો.

ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવનારી કંપની iMars ને માઈક્રો GPS ટ્રેકર લોન્ચ કર્યું છે જેમાં સિમ લગાવી શકાય છે.તેના પછી તેને વાહન ના બેટરી ની સાથે જોડીને છુપાવી દેવામાં આવે છે હવે યુઝરે પોતાના સ્માર્ટફોન માં તેની સાથે જોડાયેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે અને જયારે તમારા સિવાય જો અન્ય કોઈ આ ગાડીને ચલાવવાની કોશિશ કરી રહ્યા છે તો ફોન પર એલર્ટ આવી જાશે.
આ ડિવાઇસ માં તમારે એક માઈક્રો સિમ લગાવાનું રહેશે. ડિવાઇસ માં 3 વાયર આપવામાં આવેલા હશે જેમાં બે બેટરી અને એક ઈગ્નીશિયન માં લગાવાનો રહેશે. તેમાં બ્લેક વાયર ની બેટરી નેગેટિવ, રેડ ને બેટરી ના પોઝિટિવ પોઇન્ટ સાથે જોડાવાનો રહેશે. જયારે કેસરી રંગ ના વાયર ને ઈગ્નીશિયન ના નેગેટીવ પોઇન્ટ થી કનેક્ટ કરવાનો રહે છે.
તમારા વાહન માં ડિવાઇસ ને ફિટ કર્યા પછી તેમાં સીમકાર્ડ લગાવી દો. તેના પછી ડિવાઇસ ની લાઈટ ચાલુ થઇ જાશે અને તે કામ કરવાનું શરૂ કરી દેશે. તેના પછી તમારે ડિવાઇસ થી મેન્યુઅલ માં આપેલા QR કોડ ને સ્કેન કરવાનું રહેશે અને પછી LKGPS એપ્લિકેશન ની લિંક ખુલી જાશે. આવું કર્યા પછી એપ્લિકેશન ને ઇન્સ્ટોલ કરી લો અને ફરીથી લોગઇન કરો. અહીંથી તમે ગાડી ની લોકેશન ટ્રેક કરી શકો છો. એપ્લિકેશન માં તમે ગાડી ની રીડિંગ પણ જોઈ શકો છો. આ સિવાય જો કોઈ ગાડી ની સાથે છેડછાડ થાય છે તો તરત જ તમને એલર્ટ આવી જાશે.
Author: GujjuRocks Team (રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.