ખબર

દારૂના નશામાં ધૂત 3 બાઈક સવાર યુવકો ડિવાઇડરમાં ભટકાયા, જુઓ ભયાનક વિડીયો

કેટલાક દિવસો પહેલા ઓલ્ડ ફરીદાબાદ ફલાયઓવર પર નશામાં ધૂત થયેલા ત્રણ બાઈક સવાર યુવકોનો અકસ્માત થયો હતો. આ બાઈક ચાલક ખૂબ જ સ્પીડમાં હતો અને બાઈક ચલાવતા સમયે નશાની હાલતમાં હોવાથી તેને બાઈક પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો.

જેને કારણે તેઓ ડિવાઈડરમાં જઈને ભટકાયા હતા અને બાઈક રોડના બીજા છેડે ચાલીને ભટકાઈને અટકી હતી. પણ સદનસીબે, આ યુવાનો ડિવાઇડરની રેલિંગની વચ્ચે પટકાયા હતા, જો તેઓ રોડ પર જઈને પડયા હોત તો તેમની ટક્કર કોઈ બીજા વાહન સાથે થવાની સંભાવના હતી. જેથી તેઓ વધુ ઘાયલ થઇ શક્યા હોત અથવા તેઓનું મૃત્યુ પણ થયું હોત.

આ આખી ઘટનાનો વિડીયો તેમની પાછળ આવી રહેલ એક કાર ચાલકે બનાવ્યો હતો, તેને જ અકસ્માત બાદ આ યુવકોને હોસ્પિટલ પહોંચાડયા હતા.

જુઓ વિડીયો:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.