ચાર રસ્તા ઉપરથી પુરપાટ બાઈક લઈને આવી રહ્યો હતો આ વ્યક્તિ, સામેથી આવતી કારે મારી જોરદાર ટક્કર, છતાં પણ ઉભો થઇને કરવા લાગ્યો ડાન્સ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો વાયરલ થતાં હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ તો ઘણા વીડિયો પેટ પકડીને હસાવી દેનારા પણ હોય છે. ઘણીવાર ઘણા અકસ્માતની ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે અને આવા વીડિયોને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ છીએ.

ત્યારે હાલ ઈન્ટરનેટ પર એવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસી પડશો. આ વીડિયોમાં દેખાતા એક ભયાનક અકસ્માતે સૌના હોશ ઉડાવી દીધા છે. પરંતુ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિએ અકસ્માત બાદ જે કર્યું તે જોઈને લોકો પેટ પકડીને હસવા માટે મજબુર થઇ ગયા છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે બાઇક સવાર રોડની વચ્ચે પડી ગયો હતો. આટલું જ નહીં તેની બાઇકના કેટલાક ભાગો પણ રસ્તા પર ઉછળતા જોવા મળ્યા હતા. આવા અકસ્માત પછી વ્યક્તિને ઉઠવામાં પણ તકલીફ પડે છે. પરંતુ અહીં આ વ્યક્તિ ડાન્સ કરવા લાગે છે.

રસ્તા પર અન્ય વાહનોની અવરજવર ચાલુ છે. આ વીડિયોમાં વ્યક્તિની વિચિત્ર હરકતો જોઈને કેટલાક લોકોને લાગે છે કે મગજ પર ઊંડી ઈજાના કારણે તે આવી વિચિત્ર હરકતો કરી રહ્યો છે. આ વ્યક્તિની આવી હાલત જોઈને તેને ટક્કર મારનાર વ્યક્તિની હાલત કફોડી થઈ ગઈ હશે. વીડિયોને ધ્યાનથી જોયા પછી ખબર પડશે કે તે વ્યક્તિ અચાનક રોડની રોંગ સાઈડ પર બાઇક લઈને આવ્યો હતો. સામેથી આવી રહેલા એક વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે.

Niraj Patel