અલ્લુ અર્જુન-રશ્મિકા મંડન્ના સ્ટારર ‘પુષ્પા 2: ધ રૂલ’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે પાંચ દિવસમાં અંદાજે 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અલ્લુ અર્જુનનો જાદુ યુવાનો પર ધૂમ મચાવી રહ્યો છે. નવી પેઢી પુષ્પાની જેમ ઘમંડ બતાવવા કંઈ પણ કરવા તૈયાર છે. થિયેટરમાંથી બહાર નીકળતાની સાથે જ તેની અસર જોવા મળે છે. ફિલ્મની સફળતાની ઉજવણી કરવા યુવાનોએ પોતાની બાઇકને આગ લગાવી હતી. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
saiclips_09 નામના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ થિયેટરની બહારની ક્લિપ છે જ્યાં અલ્લુ અર્જુનના પુષ્પા 2નો શો ચાલી રહ્યો છે. અહીં યુવકોનું એક ટોળું ફિલ્મની ઉજવણી કરતા જોવા મળે છે. સૌ પ્રથમ તો કેટલાક છોકરાઓ નોટો જેવું કંઈક હવામાં ઉડાવી રહ્યા છે. ચારે બાજુ કાગળો પથરાયેલા છે. રસ્તાની વચ્ચે એક અદ્ભુત બાઇક પણ ઉભેલી જોવા મળે છે. અચાનક આ છોકરો તેના ખિસ્સામાંથી માચીસનું બોક્સ કાઢે છે, પછી તે માચીસને સળગાવીને તેને બાઇક પર ફેંકી દે છે.ક્ષણભરમાં બાઇક બળીને ખાખ થઈ જાય છે. એક યુવક તેના હાથમાં અલ્લુ અર્જુનનું પોટ્રેટ પકડેલો જોવા મળે છે. આવું કરીને યુવાનો સાઉથના અભિનેતા પ્રત્યે પોતાનો લગાવ બતાવી રહ્યા છે.
@saiclips_09 નામના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો આ વીડિયો આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરનો હોવાનું કહેવાય છે. તેને અંદાજે 1.5 લાખ વ્યુઝ મળ્યા છે. તેમજ લોકોએ આ અંગે જોરદાર કોમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ કહ્યું- આજની યુવા પેઢીને શું થઈ ગયું છે? આવી હરકતોથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જો પેટ્રોલની ટાંકી ફાટી હોત તો શું થાત? જ્યારે અન્યએ લખ્યું- આતો હદ વગરનું પાગલપન છે.
View this post on Instagram