રમત-રમતમાં દમ ઘુટાવાથી તડપી તડપીને 5 બાળકોનું મૃત્યુ થઇ ગયા, જાણો વિગત
રાજસ્થાનના બિકાનેરમાં રમતા રમતાા અનાજના કંટેનરમાં છૂપાયેલા પાંચ બાળકોની મોતની દુખદ ઘટના સામે આવી છે. મૃતકોમાં ચાર સગા ભાઇ બહેન હતા. આ ઘટના બાળકો જયારે રમતા હતા તે દરમિયાન ઘટી હતી.
બિકાનેર જિલ્લામાં રવિવારે બપોરે હિંમતસર ગામમાં આ ઘટના બની છે. જયાં ખેડૂત ભીયારામના ચાર બાળક અને એક પાડોશીની બાળકી સાથે ઘરના આંગણે રમી રહ્યા હતા. માસૂમો રમત રમતમાં ત્યાં પડેલા અનાજના કંટેનરમાં જઇને બેસી ગયા. આ દરમિયાન અચાનક તેનું ઢાંકણ બંધ થઇ ગયું. તેનાથી બધા બાળકો અંદર ફસી ગયા અને શ્વાસ રૂંધાવાને કારણે તેમની મોત થઇ ગઇ.
ઘટનાની જાણ થતા જ નાપાસર પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને બહાર નીકાળ્યા. ખેડૂત ભીયાારામનો 4 વર્ષીય દીકરો દેવારામ, 7 વર્ષીય દીકરી રવિના, 5 વર્ષીય દીકરી રાધા અને 8 વર્ષીય દીકરી પૂનમ તેમજ ભીયારામની ભાણી માલી રવિવારે બપોરે ઘરમાં રમી રહ્યા હતા.

આ દરમિયાન અનાજની કોઠી એટલે કે કંટેનરમાં ઘુસી ગયા અને તેઓના અંદર ઘૂસ્યા બાદ અચાનક તેનું ઢાંકણુ બંધ થઇ ગયું અને તેમાં ફસાયેલ બાળકોની મોત થઇ ગઇ. ભીયારામની પત્ની લગભગ લગભગ 2 વાગ્યા બાદ ખેતરથી ઘરે આવી હતી. તેમણે બાળકોને જોયા પરંતુ તે દેખાયા નહિ. થોડીવાર તો આમ તેમ બાળકોને શોધ્યા પરંતુ કોઇ મળ્યુ નહિ. ત્યાર બાદ અનાજના કંટેનરમાં જોયુ તો, તેમાં એક-બે નહિ પરંતુ પાંચ બાળકો હતા.

તેમણે જોરજોરથી બૂમો પાડી અને ત્યાં પહોંચેલા લોકોએ કંટેનરમાંથી બાળકોને બહાર નીકાળ્યા અને ડોકટર પાસે લઇ ગયા, પરંતુ તેમને ત્યાં મૃૃત ઘોષિત કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી. નાપાસર પોલિસકર્મીએ જણાવ્યુ કે, બાળકોના મૃતહેદનો કબ્જો લઇને તેમને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.