એક ભયાનક માર્ગ અકસ્માત થયો, અહીં ટેમ્પો અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં 7 લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક નવપરિણીત યુગલનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં દુલ્હા-દુલ્હનનું મોત થયું છે. આ ઘટના ધામપુર પોલીસ સ્ટેશનના નેશનલ હાઈવે-74ના ફાયર સ્ટેશન પાસે બની હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે તિબડી ગામમાં રહેતા પરિવારના સભ્યો એક ટેમ્પોમાં મુરાદાબાદથી જઈ રહ્યા હતા. છોકરાના લગ્ન બાદ પરિવારના છ સભ્યો ઝારખંડથી તેમના ગામ આવી રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે એક ટેમ્પો કાર સાથે અથડાઈ. જોરદાર અથડામણ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની માહિતી મળતા જ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે છ લોકોના મોત થયા હતા જ્યારે ટેમ્પો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 65 વર્ષિય ખુર્શીદ, 25 વર્ષિય પુત્ર વિશાલ, નવી વહુ 22 વર્ષિય ખુશી, આ સિવાય પત્ની 45 વર્ષિય મુમતાઝ, 32 વર્ષિય પુત્રી રૂબી અને 10 વર્ષિય બુશરાનો સમાવેશ થાય છે.
વિશાલ અને ખુશીના લગ્ન બાદ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ઝડપથી આવી રહેલી કારે થ્રી વ્હીલર ટેમ્પોને જોરથી ટક્કર મારી હતી જે બાદ અફરાતફરી મચી ગઈ. ઉત્તર પ્રદેશના બિજનૌરમાંની આ ઘટના છે.