વિદેશમાં વાસણ ધોવાનું કામ કર્યું…દેશમાં આવીને શરૂ કર્યો બિઝનેસ અને આજે કમાઈ રહ્યા છે મહિનાના 2 લાખ રૂપિયા

વિદેશ ગયા તો હોટેલમાં વાસણ ધોવાનું મળ્યું કામ, પરત આવીને આ ધંધો ચાલુ કર્યો, મહિનાની 2 લાખ રૂપિયાની કરે છે કમાણી… તમારે લાખો કમાવવા છે? તો આ જાણો

કોઈપણ કામ નાનુ નથી હોતું. કહેવાય છે ને કે જો મન મક્કમ હોય અને દ્રઢ સંકલ્પ હોય તો કોઈપણ કામ અશક્ય નથી હોતું.  તમે એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે કે લોકોએ સારી એવી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હોય અને તેમાં સફળતા પણ મેળવી હોય. આ તે જ લોકો છે જે સફળતા મેળવવાના સપના તો જુએ જ છે અને તેને સાકાર કરી પણ બતાવે છે.એવું જ ઉદાહરણ વડોદરાના રહેનારા બીજલ દવેનું છે. એક સમયે વિદેશમાં વાસણ ધોવાનું કામ કરતા બીજલ દવે આજે ભારતમાં લાખો રૂપિયાનો કારોબાર કરે છે.

મળેલી જાણકારીના આધારે બીજલ દવેએ ભારતમાં નોકરી મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો હતો. નોકરી ન મળવા પર તેમણે કેન્યા જઈને કામ કરવાનું વિચાર્યું. કેન્યામાં આવીને તેમણે એક રેસ્ટોરેન્ટમાં વાસણ ધોવા અને શાકભાજી કાપવાની નોકરી મળી ગઈ. અહીં કામ કરતા કરતા તેમની મુલાકાત એક ઇટાલિયન ગ્રાહક સાથે થઇ હતી અને તેમણે બીજલને કાંગોમાં પોતાની રેસ્ટોરેન્ટમાં કામ કરાવાની ઓફર આપી.

જેના પછી તે ઇટાલીયન ગ્રાહકના પીઝા રેસ્ટોરેન્ટમાં કામ કરવા લાગ્યા. અહીં કામ કરતા કરતા બીજલે અનેક પ્રકારના પીઝા બનાવવાનું શીખી લીધું અને ધીમે ધીમે પાર્ટનરશીપમાં પોતાની પિઝા શોપ ખોલી. જો કે કાંગો ઉપદ્રવીઓનું કેન્દ્ર માનવામાં આવતું હતું અને એક જુમ્બેશમાં તેની પિઝા શોપ સળગાવી દેવામાં આવી, જેના પછી બીજલ વર્ષ 2019માં ભારતમાં પોતાના શહેર વડોદરામાં આવી ગયા. જો કે આ વખતે બીજલ પીઝા બનાવવાની કલા પોતાની સાથે લઈને આવ્યા હતા માટે તેમણે વડોદરામાં પોતાની પીઝા શોપ ખોલવાનો નિર્ણય લીધો.

શરૂઆતમાં બીજલે પોતાના ઘરની નીચે ખુલ્લી જગ્યામાં પિઝા સ્ટોર ખોલ્યું અને તેનું નામ  ‘ગ્લસ્ટોસ પિઝેરીયા’ રાખ્યું. તેની મહેનત રંગ લાવી અને તેને આ ક્ષેત્રમાં સફળતા મેળવી લીધી.આજે તેના સ્ટોરમાં 45 પ્રકારના પિઝા બનાવવામાં આવે છે અને તે મહિનાની 2 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. બીજલ દવેની આ કહાની શીખ આપે છે કે પોતાનો કારોબાર સ્થાપિત કરવા માટે સાહસી અને દ્રઢ સંકલ્પિત હોવું ખુબ જરૂરી છે.

Krishna Patel