નેધરલેન્ડની છોકરી આવી ભારતના દેશી છોકરા સાથે લગ્ન કરવા માટે, લગ્નની તસવીરો અને વીડિયોને જોઈને લોકો બોલ્યા…”રબને બનાદી જોડી !” જુઓ

વિદેશી યુવતીએ પાનેતર પહેરી, હાથમાં મહેંદી રચવી અને સેંથામાં ભર્યું ભારતીય યુવકનાના નામનું સિંદૂર, કોઈ ફિલ્મો કરતા કમ નથી તેમની લવ સ્ટોરી… જુઓ વીડિયો

હાલ આપણા દેશમાં લગ્નનો  માહોલ ચાલી રહ્યો છે અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને એવી એવી ખબરો પણ સામે આવી રહી છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. ઘણા મોટી ઉંમરના વ્યક્તિ સાથે નાની ઉંમરના લોકો લગ્ન કરી રહ્યા છે તો ઘણી જગ્યાએ વિદેશથી આવેલા વરરાજા કે કન્યા ભારતીય મુરતિયા કે યુવતી સાથે લગ્ન કરતા જોવા મળે છે. (Image Credit- letsmeetabroad/Instagram)

ત્યારે હાલ એક ખબર પણ સામે આવી રહી છે, જેમાં નેધરલેન્ડની છોકરીએ ભારતીના બિહારના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન પટનામાં હિન્દૂ રીતિ રિવાજ સાથે થયા હતા. જેના બાદ બંને હનીમૂન માટે થાઈલેન્ડ ગયા હતા. કપલે તેમના લગ્નનો વીડિયો યુટ્યુબ પર શેર કર્યો છે, જે જોતા જ વાયરલ થઈ ગયો છે.

કપલે વીડિયોમાં પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું છે કે તેઓ એકબીજાને કેવી રીતે મળ્યા અને ક્યારે પ્રેમમાં પડ્યા. લોકો આ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. બિહારની આદિ અને નેધરલેન્ડની માયરાએ પોતાને ટ્રાવેલ કપલ અને યુટ્યુબર ગણાવ્યા છે. બંને અલગ-અલગ જગ્યાઓનું અન્વેષણ કરે છે અને તેમની YouTube ચૅનલ લેટ્સ મીટ અબ્રૉડ પર વીડિયો શેર કરે છે.

આ ચેનલ પર લગભગ 42 હજાર સબસ્ક્રાઈબર્સ છે. આ ઉપરાંત કપલનું એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, જેને 11 હજાર લોકો ફોલો કરે છે. આદિ અને માયરા બંને નેધરલેન્ડમાં રહે છે. તાજેતરમાં જ તેણે ભારત આવીને લગ્ન કરી લીધા. માયરા પહેલીવાર પટનામાં આદિના ઘરે પણ ગઈ હતી. બંનેની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે.

આદિ માયરાને 2015માં ઓસ્ટ્રેલિયામાં મળ્યો હતો. જ્યારે આદિ અહીં તેના માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે માયરા તેની કામકાજની રજા માટે આવી પહોંચી હતી. બંને એક જ જગ્યાએ રહેતા હતા. ધીમે ધીમે બંને વાતો કરવા લાગ્યા. આ પછી બંનેએ સાથે મળીને ઓસ્ટ્રેલિયાની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન માયારા આદિને ક્યારે પસંદ કરવા લાગી, તેને ખબર જ ન પડી.

આદિને પણ માયરા ખૂબ ગમતી. આ પછી બંને પ્રેમમાં પડ્યા. પરંતુ એક જગ્યાએ શિફ્ટ થવાને લઈને ઘણી મુશ્કેલી હતી. આ પછી કપલે નેધરલેન્ડ શિફ્ટ થવાનું મન બનાવી લીધું. જૂન 2020માં આદિ માયરાની પાસે ગયો અને ત્યાં રહેવા લાગ્યો. આ પછી આદિ અને માયરાએ એક યુટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં તેઓ એકસાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને નેપાળ ટ્રીપની મજા લેતા જોવા મળી શકે છે. બે વર્ષ સુધી પ્રેમ કર્યા બાદ, આદિ અને માયરા તાજેતરમાં જ ભારત આવ્યા અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો પણ શેર કરી છે.

Niraj Patel